18 September 2013

ગણપતિ વિસર્જન…


ImageImage

(Image: web site: found from Google Image.. તુરણ ચંદેલ)
ગણપતિ વિસર્જન પછીની આ નદી અને તળાવોની આ સ્થિતિ જોઇને ગણપતિ બાપા રાજી થતા હશે કે કેમ? 
રસ્તા વચ્ચે લાખો લોકોને નડતા મંદિર મજ્જિદ તુટે તો લોકો વિરોધનો વંટોળ જગાવી દે છે… જ્યારે જે ગણપતિ બાપાને 1-15 દિવસ સુધી પૂજા કર્યા બાદ આ રીતે પધરાવી દીધા પછીની સ્થિતિ અંગે લોકો કાંઇ બોલતા નથી… શું ધર્મના નામે આ રીતે નદી નાળા, સરોવર દુષિત કરવા યોગ્ય છે… નદીને માતાનો દરજ્જો આપણા જ ધર્મએ આપ્યો છે અને એ માતાને આવી રીતે દુષિત કરવી તે ધર્મનુ અપમાન નથી…?

17 September 2013

હલકુ કામ….

dog accident
(image:: From… Google image….)
સાંજનો સમય…
ટ્રાફિક ફૂલ હતો.
ટ્રાફિક વચ્ચેથી એક કુતરુ રસ્તો ક્રાસ કરવા ગયુ પણ તેમા તેને સફળતા ન મળતા એક લક્સર્યુસ કાર નીચે આવીને મરી ગયું.
ઘેર ગયો થોડાક દુખ સાથે ટીવી ચાલુ કર્યુ બાળકો અને પત્ની સાથે બેસીને ટીવી જોવા લાગ્યો રસ્તામાં બનેલી ઘટના ભૂલી ગયો.
(કુતરાને કુંટુંબ જેવુ હશે તો તેના ઘરમાં શુ થયુ હશે?)
સવારમાં પાછો ઓફિસ જવા નિકળ્યો…
એજ કુતરાને એક સજ્જન માણસ(જેને આપણે હલકી જાતીના ગણીએ છીએ) કોથળામાં નાખીને સાયકલ ઉપર લઇ જઇ રસ્તો સાફ કરી રહ્યા હતા..
પાછુ ગઇ કાલ સાંજનુ દ્રશ્ય નજર સામે આવી ગયુ…
એટલામાં એક લક્ઝુરીયસ કાર લઇને નીકળેલા વ્યક્તિએ બારીમાંથી થુકતા કહ્યુ…
“આવા કેટલાક સાયકલ લઇને રસ્તા વચ્ચે ઉભા રહી જતા હશે…હલકુ કામ કરનારા ક્યારેય ના સુધર્યા..?”