20 December 2018

71મો ભારતીય સેના દિવસ.... તા. 15 જાન્યુઆરી, 2019.


આજે 15 જાન્યુઆરીના રોજ ભારતીય સેના પોતાના બહાદુર સેનાનીઓને સલામ કરી ભારતીય સેના દિવસની ઉજવણી કરી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે 15 જાન્યુઆરીનો દિવસ ભારતીય સેના દિવસ તરીકે કેમ ઉજવાય છે?
       પાછળ પણ એક રસપ્રદ તથ્ય રહેલું છે. 15 જાન્યુઆરી, 1949ના દિવસે ભારતીય સેનાને પોતાના પહેલા ભારતીય કમાન્ડર-ઇન-ચીફ મળ્યા હતા જેમનુ નામ હતુ લેફ્ટેનન્ટ જનરલ કે. એમ. કરિઅપ્પા. દિવસે કરિઅપ્પા ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ બન્યા હતા. દિવસે તેમણે બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ ફ્રાંસિસ બુચર પાસેથી ભારતીય સેનાદળની કમાન પોતાના હાથમાં લીધી હતી. તે દિવસથી 15 જાન્યુઆરીનો દિવસ 'ભારતીય સેના દિવસ' તરીકે ઉજવાય છે. પહેલા કે. એમ. કરિઅપ્પા આર્મી ચીફ હતા. તેઓ પહેલા એવા ઓફિસર હતા જેમને ફીલ્ડ માર્શલનો રેન્ક આપવમાં આવ્યો હતો. ફીલ્ડ માર્શલ કરિઅપ્પાએ વર્ષ 1947માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વેસ્ટર્ન કમાન્ડ પર ભારતીય સેનાને કમાન્ડ આપ્યા હતા. પહેલા આર્મી ચીફ કરિઅપ્પાથી લઇને વર્તમાન આર્મી ચીફ બિપિન સિંહ રાવત સુધીમાં માત્ર 2 આર્મી ચીફને ફીલ્ડ માર્શલની ઉપાધિ આપવામાં આવી છે. પહેલા હતા કે. એમ. કરિઅપ્પા અને બીજા સેમ માનેક શૉ.

ભારતીય સેના દિવસે આપણા દેશની સેવામાં ખડેપગે હાજર રહેતાં સૈનિકો તથા દેશસેવા ખાતર જેમણે પોતાનો જીવ ગુમાવ્યો, તમામ સૈનિકોને સલામી આપવા માટે દિવસે ખાસ કાર્યક્રમો યોજવામાં આવે છે. ભારતીય સેના દિવસની ઉજવણી થકી દરેક નાગરિક, દેશના તમામ સૈનિકોનો આભાર માને છે અને તેમની બહાદુરીને સલામ કરે છે. વર્ષે ભારતીય સેના પોતાનો 71 માં સેના દિવસ ઉજવી રહી છે.
દિવસે દેશની રાજધાની દિલ્હી ઉપરાંત હેડક્વોર્ટર પર પણ અનેક પરેડ અને મિલિટ્રી શોનું આયોજન કરવામાં આવે છે. નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટ ખાતે અમર જવાન જ્યોતિખાતે ભોગ આપેલા ભારતીય સૈન્ય સૈનિકોને શ્રધ્ધાંજલિ આપવામાં આવે છે. ભારતીય સેનામાં નવી ટેકનોલોજી અને સિદ્ધિઓને દર્શાવવા માટે લશ્કરી શો સહિત એક ઉત્તમ પરેડ થાય છે. મહાન પ્રસંગે પ્રમાણપત્રો અને સેના મેડલ સહિત બહાદુરી પુરસ્કારોનું વિતરણ કરવામાં આવે છે. રાષ્ટ્રનું રક્ષણ કરતી વખતે દેખાડવામાં આવતી હિંમત અને સાહસને ભારતીય સેના દિવસે યાદ કરે છે.
સેના પરેડમાં વિવિધ ટેન્ક, ગન, રાઇફલ્સ, હેલિકોપ્ટર વગેરેનુ પ્રદર્શન કરવામાં આવે છે.

થોડોક ભારતીય સેનાનો ઇતિહાસ તપાસીએ તો 1776માં ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કલકત્તામાં ભારતીય સેનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજે દેશભરમાં ભારતીય સેનાના 53 કેન્ટોનમેન્ટ અને 9 આર્મી બેઝ છે. ભારતીય મિલિટ્રી એન્જિનયરિંગ સર્વિસ ભારતની સૌથી મોટી નિર્માણ કંપની છે. ભારતીય સેનાની અસમ રાઇફલ્સ સૌથી જૂની પેરામિલિટ્રિ ફોર્સ છે, જેની સ્થાપના વર્ષ 1835માં કરવામાં આવી હતી. તમને જાણીને નવાઇ લાગશે કે, આજે રાષ્ટ્રપતિની સુરક્ષા માટે જે ગાર્ડ્સ મુકવામાં આવ્યા છે, તે રેજીમેન્ટ આર્મીની સૌથી જૂની રેજીમેન્ટ છે અને તે રાષ્ટ્રપતિ ભવનમાં રહે છે.
       આજે ભારતીય સેનામાં લગભગ 12 લાખ સક્રિય અને 9 લાખ 60 હજાર રિઝર્વ સૈનિકો છે. ભારતીય સેના વિશ્વની ત્રીજા નંબરની સૌથી વિશાળ સેના છે. વિશ્વમાં માત્ર ત્રણ દેશો પાસે આજે પણ ઘોડેસવાર સૈનિકો છે, ત્રણ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. સિયાચિન ગ્લેશિયર સમુદ્ર તટથી 5000 મીટરથી પણ વધુ ઉંચાઇએ સૌથી ઉંચુ યુદ્ધ ક્ષેત્ર આવેલું છે, જ્યાં ભારતીય સેના ફરજ બજાવે છે.
દેશના દુશ્મનો સામે સુરક્ષા આપે છે તેમજ  દેશમાં આવતી કુદરતી આફતો વખતે સહાયતા કરે છે. આંતરિક ઝગડાઓ કે કોઇ મોટી હોનારત થાય તે વખતે સતત તતપર રહીને ભારતીયોનુ રક્ષણ અને સેવા કરતી ભારતિય સેના પર મને ગર્વ છે. ચાલો આપણે પણ આજે ભારતીય સેનાના સલામી આપીએ. આજના સેના દિવસ નિમિત્તે મારા ભારતીય સેનાને સતસત વંદન
ભારતમાતા કી જય, ભારતીય સેના અમર રહો. વીર સહિદો અમર રહો. જય હિન્દ.