11 October 2009

Mad or Made us

હેલો દોસ્તો,

આજે તમને એક ગાંડી વ્યક્તિની વાત કરવી છે,

થોડા વર્ષો પહેલા હુ ભાવનગર જોબ માટે ગયો, હુ એકલો જ એક રુમ રાખીને વિદ્યાનગરમાં રહેતો હતો, દરરોજ સવારે ચા પીવા માટે એક ટી-પાર્લર કે જે નજીકમાં જ હતુ ત્યા જતો, એક સવારે હુ ચા પીવા ગયો, એટલામાં જ એક ગાંડી સ્ત્રી ચા પીવા માટે આવી, હાથમાં ફાટી ગયેલા કપડાનું પોટલું , વીખારયેલા વાળ, ધુળના થર જામી ગયેલું શરીર, ... હું તેને જોતા જોતા ચા પી રહ્યો હતો. મારા મનમાં તેના પ્રત્યે દયાની લાગણી ઉત્પન્ન થઇ, મનમાં વિચાર કર્યો કે હું જ એના ચાના પૈસા આપી દઇશ, તે સ્ત્રીએ પોતાના પોટલામાંથી એક ગંદો કપ બહાર કાઢ્યો, ચા વાળાએ તેને ચા આપી, એટલામાં એક ભાઇએ ચા પી લીધા પછી પેલી સ્ત્રીના પણ ચા ના પૈસા કાપી લેવા માટે ઇશારાથી ચા વાળાને કહ્યું,

પરંતુ,,,, પેલી સ્ત્રી ચા પીતા પીતા નીચેથી ઉભી થઇ અને પેલા ભાઇના પૈસા પાછા આપવા ઇશારાથી ચા વાળાને કહ્યું, અને પોતાના પોટલામાંથી એક ગાભાની પોટલી કાઢી તેમાંથી છુટ્ટા પૈસા કાઢી ચા વાળાને આપ્યા....

મારા હાથમાં ચાનો કપ એમને એમ જ રહી ગયો. ત્યાર પછી ચા વાળા સાથેની વાતમાં જાણવા મળ્યું કે તે 5-7 વર્ષથી અહી રખડે છે તે ખરીખર ગાંડી છે, અને તેમ છતાંય ક્યારેય મફતમાં કોઇની પાસેથી ચા કે નાસ્તો લેતી નથી, તે પૈસા ક્યાંથી લાવે છે તે ખબર નહીં પરંતુ તેના જેટલી સ્વમાની મેં ડાહ્યા માણસોમાં પણ જોયા નથી....

હું વિચાર કરતો રહી ગયો, શું ખરેખર તે ગાંડી છે કે આપણે.......????

No comments:

Post a Comment

તમારી કોમેન્ટ જરુરથી મોકલો--Please send your comment