30 May 2010

વસ્તિગણતરી.....

કેબીનેટની મિટીંગમાં આખરે જાતિ આધારિત વસ્તિ ગણતરીનો નિર્ણય લેવાય ગયો....

દરેક વસ્તિગણતરીદારને કહેવામાં આવ્યુ કે આપ ફરીથી બધા મકાનોની તપાસ કરો અને જાતિઆધારિત વસ્તિગણતરીનુ વધારાનુ ફોર્મ ભરીને લાવો પછી જ આપનું કામ સબમીટ કરવામાં આવશે... આખુ વેકેશન બગાડીને, મો બગાડીને, 46 ડીગ્રી તાપમાનનો તડકો સહન કરીને, લોકોની ગાળો ખઇને માંડ માંડ કામ પુરુથવા આવ્યુ હતુ તે સમયે ફરીથી વટહૂકમ... ગણતરીદાર સરકારી નોકર આદેશ મળ્યો એટલે તેણે તો ગણવા જવુ જ પડે... આ બધા સાથે એસી કાર, વિમાન અને હેલિકોપ્ટરમાં ફરતા રાજકારણિઓને શી લેવા દેવા.. એમને તો બસ એક જ હતુ કે વસ્તીગણતરી જાતિ આધારે થાય તો લોકોની સેવા? કરવાની ખબર પડે ને..( ચૂટણી ટાણે મેવા ખાવાની,, સોગઠાબાજી ગઠવવાની ખબર પડેને પણ બધુ મનમા રાખવાનુ જાહેર નહી કરવાનુ નહીતો લોકોને ખબર પડી જશે કે જાતિઆધારીત વસ્તીગણતરી ચૂંટણી જીતવા માટેની સોગઠા બાજી ગોઠવવા માટે કરવામાં આવી છે... તમે કોઇને કહેતા નહીં આતો તમે મિત્રો છો એટલે તમને કહુ છું.. વાંચીને મનમાંથી કાઢી નાખજો..) વસ્તીગણતરીદાર ફરીથી પાછો સોસાયટીમાં દેખાયો..

'બા કોઇ ઘરે છે?' વસ્તીગણતરીદારે ઘરનો દરવાજો ખખડાવતા પૂછ્યુ.
'અરે, ભાઇ છેલ્લા એક મહિનાથી ધક્કા ખાવ છો તમને ખબર નથી મારો છોકરો નોકરી ઉપરથી રાત્રે 9 વાગે આવે્ છે.' બા છણકો કરતા કહ્યુ.
'સવારે કેટલા વાગે મળે.' ગણતરીદાર શિક્ષકે પૂછ્યુ.
'સવારે 7 વાગે નોકરી પર જાય છે.' બાએ કહ્યુ.
'સારુ ત્યારે હુ સવારે 7 વાગે આવીશ' શિક્ષકે ચાલતા ચાલતા કહ્યુ.
બીજા દિવસે સવારે 6.30 વાગે શિક્ષક ઘરનો દરવાજો ખખડાવે છે..

એ પેલો નવરીનો આવી ગયો લાગે છે બાએ બબડતા બબડતા શિક્ષક સાંભળે તેમ કહીને દરવાજો ખોલ્યો.

'હા બોલો તો શુ કામ હતુ તમારે ' બાના દિકરાએ તૈયાર થતા થતા પૂછ્યુ.
'કાંઇ નહીં તમારી જાત કઇ છે તે પૂછવા આવ્યો હતો.' શિક્ષકે ફોર્મ કાઢતા કહ્યુ.
'તારી તે જાતના મારુ... મારી જાત પૂછવા આવ્યો છે પહેલા એ તો બતાવ તારી કઇ જાત છે..' દિકરાએ ખીજાતા કહ્યુ.
અહે સર, આમ ખીજાઇને વાત કરો તે ન ચાલે,. સરે પેલા ભાઇને શાંત પડતા કહ્યુ.
'તો કઇ રીતે વાત કરાય.???, સવાર સવારમાં 6.30 વાગે આવીને મારી જાત પૂછો તો પછી ???' દિકરાએ ઉશ્કેરાતા કહ્યુ.
'અરે સાહેબ, સરકારને તમારી ચિંતા છે જાતિ આધારિત વસ્તી ગણતરી કરીને પછાત જાતીને સરકારી લાભો આપશે સરકારી કાયદા મુજબ તમારી ફરજ બને છે કે મને માહિતી આપવી જોઇએ...'

દિકરાનો મગજનો પારો આસમાને પહોંચી ગયો અને ધક્કો મારીને શિક્ષકને બહાર કાઢતા ક્હયુ.
'તારી તે .....(ગાળ) સરકારને જઇને કહે જે કે રોડ બનાવવા, પાણી પૂરુ પાડવા, ભાવ વધારો અંકુશમાં લેવા, ત્રાસવાદીને નાથવા, સોસાયટીનો ગટરનો પ્રશ્ન છેલ્લા 10 વર્ષથી ટલ્લે પડેલો છે તે ઉકેલવા કઇ જાતિના માણસો જોઇએ.... જા આ પ્રશ્ને માટે જે જાતીના માણસો જોઇતા હોય તે ની માહિતી પહેલા લઇ આવ પછી તારુ ફોર્મ ભરીને આપીશ... (ગાળ) આવાને આવા સરકારના ચમચાઓ હાલી નીકળ્યા છે.. જા નાલાયક'

શિક્ષક પોતાના સુપરવાઇઝર પાસે જઇને બધી વાત કરે છે..
સુપરવાઇઝર અને શિક્ષક બન્ને પોતાના અધિકારી જોડે જઇને બધી વાત કરે છે...
આખરે બધો મામલો સરકાર પાસે આવ્યો...
સરકારે શિક્ષક અને અધિકારીની વાત સાંભળીને કહ્યુ, 'આ માટે અમો એક કમિટીની નિર્ણૂંક કરીશુ અને એ કમિટી તપાસ કરશે કે પેલા ભાઇની જાતીનુ ફોર્મ ભરવાનુ શુ કરવુ.' ત્યાં સુધી તમો બીજા ફોર્મ ભરવાનુ ચાલુ કરો..

શિક્ષક બીજા ઘરે ત્રીજા ઘરે ફોર્મ ભરતો ભરતો પસાર થયો... એક સોસાયટીમાં 150 મકાનો હતા.. તેમાથી 50 ફોર્મ ભર્યા અને 100 ફોર્મ માટે કમિટીની રચના કરવામાં આવી...

કમીટીએ નિર્ણય કર્યો કે આ લોકો વોટ આપતા જ નથી.. અને માટે તેમની જાતી અંગેના ફોર્મ નહી ભરો તો ચાલશે....
(લેખ કાલ્પિનક છે.....)

No comments:

Post a Comment

તમારી કોમેન્ટ જરુરથી મોકલો--Please send your comment