28 December 2016

MircroFiction

 1. દારુબંધીની ફાયદા અને સરકારે કરેલી દારુબંધીની કડક અમલીકરણની વાત ચુંટણીની સભામાં તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવી, નેતાજી જતા જતા એક દારુની પેટી આપતા ગયા અને કહેતા ગયા ગમે તે થાય જીતતો આપણી જ થવી જોઇએ... દારુ કે પૈસા ગમે તે વહેચાવાની જરુર પડે તો લઇ જજો... અને કાર્યકર્તા ઉત્સાહમાં આવી ગયા.
 2. કાયમ દેશના નેતાઓ કામ નથી કરતા એવી ફરીયાદ સોસાયટીના સેક્રેટરી બન્યા પછી કામ કરવામાં આવતી અડચણો જોઇ દુર થઇ ગઇ...
 3. દેશને બદલવો જોઇએ, નેતાઓ ખરાબ છે, વગેરે બોલવા વાળા સોસાયટીની કમિટિ મેમ્બર બનવાનુ કહે તો પણ પોતાનું નામ પાછું લઇ લેતા હોય છે... આ આપણું કામ નહીં....
 4. લગ્ન પહેલા તને હાથની હથેળીમાં રાખીશ.... એવા વચન આપનારા લગ્ન પછી પોતાની વાઇફને કામવાળી બનાવીને છોડી દેતા હોય છે......
 5. અમારે ત્યાં ચા વાળા ભાઇ સોસાયટીના ચેરમેન બનાવા માગે છે.. હું મુંજાણો છું કે સાથ આપવો કે ન આપવો..... 

24 June 2016

Some Positive Thoughts કેટલાક પોઝીટીવ વિચારો.... • સાંભળવાની આદત રાખો, સંભળાવનારા ઘણા મળી રહેશે
 • હસવાની આદત પાડો, રડાવાવાળાની કોઇ કમી નથી..
 • જીવનમાં આગળ વધવાની આદત પાડો, પગ પકડીને નીચે ખેંચવાવાળાની કોઇ કમી નથી.
 • લોકોને પ્રોત્સાહન પુરુ પાડો, હતોસ્તાહન કરનારની કોઇ કમી નથી.
 • વાસ્તવિક બનો.
 • નાની નાની વાતો યાદ કરીને સંબંધો બગાડો નહી.
 • પીઠ પાછળ વાત ન કરો તથા તમારી વાત થાય તો ગભરાવો નહીં., વાતો તો એની જ થાય કે જેની વાતમાં કોઇ દમ હોય.
 • નિંદા એની જ થતી હોય છે કે જે જીવતા હોય , મર્યા પછી તો બધા વખાણ જ કરે છે.
(કોપી પેસ્ટ વાયા વોસ્ટઅપ, હિન્દીમાંથી ભાષાંતર)

25 May 2016

ચકલી...

મારી પત્ની સાથે બે દિવસથી
અબોલા ચાલી રહ્યા છે.,
એક ચકલી પંખામાં આવીને
રામચરણ પામી,
ચલકો આવી આકુળ
વ્યાકુળ થઇ ગયો,
મારી પત્ની સાથેને અબોલા
તરત જ તુટી ગયા અને

તેને પ્રેમથી ભિંજવી દીધી..

24 April 2016

પાણીનો બગાડ

મહારાષ્ટ્રથી રોજી રોટી મેળવવા અમદાવાદ આવેલા રીક્ષા ચાલકે પાણીની ડોલ ઉપર ડોલ રીક્ષા ધોવા માટે બગાડતા બગાડતા કહ્યુ કે અમારા મહારાષ્ટ્રમાં તો ખૂબ જ પરિસ્થિતી ખરાબ છે પીવાના પાણી પણ નથી મળતુ.... અહીં ગુજરાતમાં તો સારુ છે કે જોઇએ એટલુ પાણી મળી રહે છે.....

01 May 2014

બાળક... માઇક્રોફિક્શન વાર્તા...

બાળકે પપ્પા સામે જીદ કરી કે મને આજે ફરવા લઇ જ જાવ...
"બેટા, મારી પાસે સમય નથી, જોને હજુ આ ટોમીને બહાર ફરવા લઇ જવાનો છે....!"
એમ, કરીને પપ્પા ટોમી કુતરાને લઇને ફરવા જતા રહ્યા અને બાળકને વાંચવા બેસવાની સૂચના આપતા ગયા...

18 September 2013

ગણપતિ વિસર્જન…


ImageImage

(Image: web site: found from Google Image.. તુરણ ચંદેલ)
ગણપતિ વિસર્જન પછીની આ નદી અને તળાવોની આ સ્થિતિ જોઇને ગણપતિ બાપા રાજી થતા હશે કે કેમ? 
રસ્તા વચ્ચે લાખો લોકોને નડતા મંદિર મજ્જિદ તુટે તો લોકો વિરોધનો વંટોળ જગાવી દે છે… જ્યારે જે ગણપતિ બાપાને 1-15 દિવસ સુધી પૂજા કર્યા બાદ આ રીતે પધરાવી દીધા પછીની સ્થિતિ અંગે લોકો કાંઇ બોલતા નથી… શું ધર્મના નામે આ રીતે નદી નાળા, સરોવર દુષિત કરવા યોગ્ય છે… નદીને માતાનો દરજ્જો આપણા જ ધર્મએ આપ્યો છે અને એ માતાને આવી રીતે દુષિત કરવી તે ધર્મનુ અપમાન નથી…?

17 September 2013

હલકુ કામ….

dog accident
(image:: From… Google image….)
સાંજનો સમય…
ટ્રાફિક ફૂલ હતો.
ટ્રાફિક વચ્ચેથી એક કુતરુ રસ્તો ક્રાસ કરવા ગયુ પણ તેમા તેને સફળતા ન મળતા એક લક્સર્યુસ કાર નીચે આવીને મરી ગયું.
ઘેર ગયો થોડાક દુખ સાથે ટીવી ચાલુ કર્યુ બાળકો અને પત્ની સાથે બેસીને ટીવી જોવા લાગ્યો રસ્તામાં બનેલી ઘટના ભૂલી ગયો.
(કુતરાને કુંટુંબ જેવુ હશે તો તેના ઘરમાં શુ થયુ હશે?)
સવારમાં પાછો ઓફિસ જવા નિકળ્યો…
એજ કુતરાને એક સજ્જન માણસ(જેને આપણે હલકી જાતીના ગણીએ છીએ) કોથળામાં નાખીને સાયકલ ઉપર લઇ જઇ રસ્તો સાફ કરી રહ્યા હતા..
પાછુ ગઇ કાલ સાંજનુ દ્રશ્ય નજર સામે આવી ગયુ…
એટલામાં એક લક્ઝુરીયસ કાર લઇને નીકળેલા વ્યક્તિએ બારીમાંથી થુકતા કહ્યુ…
“આવા કેટલાક સાયકલ લઇને રસ્તા વચ્ચે ઉભા રહી જતા હશે…હલકુ કામ કરનારા ક્યારેય ના સુધર્યા..?”

06 April 2013

"Life" My View: થોડામાં ઘણુ...

"Life" My View: થોડામાં ઘણુ...: માતા નહી બનવાની ક્ષમતા જાણ્યા પછી ચિંતાં મુક્ત થયેલી અવનીએ પોતાના બોયફ્રેન્ડ સાથે સંબંધો ચાલુ કર્યા., થોડા સમયમાં અવનિના સારા દિવસો રહેતા ઘ...

Deep Computer

02 April 2013

થોડામાં ઘણુ...

માતા નહી બનવાની ક્ષમતા જાણ્યા પછી ચિંતાં મુક્ત થયેલી અવનીએ પોતાના બોયફ્રેન્ડ સાથે સંબંધો ચાલુ કર્યા., થોડા સમયમાં અવનિના સારા દિવસો રહેતા ઘરમાં ખુશહાલી આવી ગઇ પણ અવની દુખી થઇ ગઇ....

20 February 2013

મારો પ્રવાસ... એક અલગ નજરથી...

રવિવાર તા. 17 ફેબ્રુઆરી, 2013 ફેમિલી સાથે નાનકડો પ્રવાસ ગોઠવ્યો....

સૌ પ્રથમ અમે ડાકોર ગયા. ત્યાં કાનુડાના દર્શન કર્યા.
સુંદર મંદિર છે. આજુબાજુ સરસ બજાર છે. બાળકો માટે રમકડાની દુકાનો આવેલી., ગૃહણિઓ માટે ગોટા, ખમણનો લોટ તથા લાકડાના તથા અન્ય વાસણોની દુકાન તથા કટલરી સ્ટોર ગૃહણિઓને આકર્ષિત કરે છે. બજાર વ્યસ્થિત છે.....
સ્થળ સારુ છે...


થોડીક નેગેટીવ બાબતો...
પાર્કિંગની ઉચીં ફી....30 રૃ
ટ્રાફિક સમસ્યા....
સૌથી મોટી નેગેટીવ બાબત મંદિરના પરિસરમાં જોવા મળી...
પ્રવેશથી લઇને એક્ઝીટ સુધી... મંદિરના પરિસરમાં લુટારા જોવા મળ્યા. ...(કોઇની ધાર્મિક બાબત દુભાવાની વાત નથી... જે સત્ય છે તે સ્વિકારવુ રહ્યુ. હું ભગવાનની ટીકા નથી કરતો તે લોકો ખાસ યાદ રાખે) પ્રવેશ દ્વાર પર ફૂલોનો કંરડિયા લઇને ઉભેલા માણસે કંરડિયો આપ્યો .... 25 રૃમાં. (લુટ ચાલુ... થઇ ગઇ... હુ આ પહેલા પણ આ મંદિરમાં ગયેલો હતો તેથી આ બાબતમાંરા ધ્યાનમાં હતી છતાં જોઇએ શુ થાય છે....તે...મેં 10-50 રૃ સુધી લુટાવાની માનસિક તૈયારી કરી રાખેલી..)   તે માણસ મને ત્યાંથી મંદિરના બંધ હોવાથી પાછળના દરવાજેથી દર્શન કરાવવાના 551 કહ્યાં... ત્યાંથી અમો મંદિરના પાછળના ભાગમાં ગયા ત્યાં ભગવાનના ચરણોમાં પૂજા પાઠ કરવાના 551-5551.. જેવી તમારી શક્તિ... મેં 11 રૃની ઓફર કરી તો કહે આગળથી દર્શન કરી લો અને 11 રૃ પણ આપતા જાવ.. જે આવ્યા તે..... લઇ લેવાની વૃત્તિ... એકજ મંદિરના પરિસરમાં એક જ ભગવાનના દરબારમાં અનેક પ્રસાદીવાળા, ગૌશાળાવાળા વગેરે જોવા મળ્યા..... દર્શન કરવા જાવ પણ આવા લુટારાથી બચો....

ત્યાંથી અમો ગલતેશ્વર ગયા.. સુંદર સ્થળ છે...
આમ તો કોઇ ખામી ન કાઢી શકાય... સ્થળ વિશે પણ લોકો વિશે કાઢી શકાય... લોકો જ્યા સ્નાન કરતા હોય ત્યાં કોઇ સાબુ લગાવીને ડુબકી મારે આજુ બાજુ અનેક લોકો નહાતા હોય તેનો વિચાર કર્યા વગર.... આવા લોકોએ વિચારવુ જોઇએ કે અમે એકલા નહી પણ બીજા પણ જલોકો સ્નાન કરી રહ્યા છે...

ત્યાંથી અમો ગયા ટુવા ટીંબા...

અહી ગરમ-ઠંડા પાણી ના સરસ કુંડ આવેલા છે. બાજુમાં પાંડવકાળનુ મહાદેવનું મદિર આવેલુ છે. મંદિરના પરિસરમાં ભીમ અને હેંડબાના લગ્ન થયેલા તે ચોરી તથા ભીમના પગલાના દર્શન કર્યા.

અનેક લોકો આવે છે... સ્થળ સુંદર છે.. પણ માવજતનો અહી પણ અભાવ જોવા મળ્યો.. કુંડની આજુબાજુ ગંદકી જોવા મળી, આજુ બાજુ બગીચો તથા તથા વૃક્ષોનુ વાવેતર કરીને આ સ્થળને પર્યટક માટે વિકસાવી શકાય તેમ છે પણ તંત્રને કાંઇ પડી હોય તેમ લાગ્યુ નહી... અહીં પણ સ્થાનિક લોકો સાબુ લગાવીને કુંડની બાજુમાં નહાતા નજરે પડ્યાં....

ત્યાંથી પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને ગયા....

રોપવેની વ્યવસ્થા ખૂબ જ સરસ છે.

રિટર્નમાં અમો લસુન્દ્રા ગયા ત્યાં પણ ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે.. અહી બાજુમાં જ સરસ ગાર્ડન બનાવેલો છે પણ માવજતના અભાવે ખંડેર થવાની અણી ઉપર આવેલો છે... ફરી તંત્રની બેદરકારી....

ત્યાંથી અમો મીનાવાડા ગયા... કહેવાય છે કે અહી 7-8 વર્ષની બાળાને માતાજી આવતા હતાં અને તેને લઇને અહી મોટુ મંદિર બની રહ્યુ છે.. પણ જાણે કે ઉકરડામાં મંદિર ઉભુ કર્યુ હોય તેવુ લાગ્યુ... માતાજી આવતી બાળા હવે મોટી થઇ ગઇ છે...  વધારે જાણવાની ઇચ્છાથી માતાજી જ્યાં બેઠા હતા તે હિંડોળા તરફ મે પ્રયાણ કર્યુ પણ તરત જ તેમના ચેલો આવી ને ના પાડી ગયો કે મંદિરમાં જ દર્શન કરલો માતાજી દર્શન નહી આપે... મારી આસપાસ રહેલા અભણ એવા એક ભાઇ પોતાની દિકરને માંથુ ટેકવવા આવેલા તો પરાણે દર્શન આપ્યાં... અને બીજી મહિલો ઓ દર્શન કરવા ગઇ તો રીતસર માતાજીએ મો ફેરવી પીઠ દેખાડી બેસી ગયા....... જય હો....


બધી જગ્યાએ એક બાબત  કોમન રહી.... ગંદકી....11 February 2013

Jokes

જોકરે લોકોને એક જોક્સ કીધો, લોકો ખૂબ હસ્યા...!
ફરીથી જોકરે એ જ જોક્સ પાછો કીધો,ત્યારે થોડા ઓછા લોકો હસ્યા...
વળી પાછો એ જ જોક્સ કીધો ત્યારે કોઇ પણ ના હસ્યુ...
ત્યારે એ જોકરે ખૂબ સરસ વાત કીધી કે
"જો તમે એક ખૂશીને લીધે વારંવાર હસી શકતાં નથી,તો પછી
તમે એક જ દુઃખને લઇને વારંવાર કેમ દુઃખી થાવ છો????"

@@@@@

એક છોકરાએ ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું

''લેક્ચર બહુ બોરીંગ છે એટલે હૂં ઓનલાઇન છુ... હા હા હા''
નીચે ટીચરની કોમેન્ટ આવી, ''ગેટ આઉટ ફ્રોમ ક્લાસ''
એ કોમેન્ટ પ્રિન્સીપાલએ લાઇક કરી...
ત્યાં છોકરાના ફ્રેન્ડની કોમેન્ટ ટપકી, ''જલ્દી કેન્ટિનમાં આવીજા માહોલ ગરમા ગરમ છે''
નીચે મમ્મીની કોમેન્ટ થઈ,''નાલાયક'' ક્લાસ ના ભરવો હોય તો શાક લઈ ઘરે આવ''
એનિ નીચે પપ્પાએ લખ્યું, ''જો તારા લાડલા ના પરાક્રમ''..!!
બહેને પપ્પાની કોમેન્ટ લાઇક કરી...
એટલામાં ગર્લફ્રેન્ડે કોમેન્ટ કરી, ''જુઠા મને કહ્યું કે દાદી હોસ્પિટાલમાં છે,એટલે નહીં મળુ''...
નીચે દાદીએ લખ્યું, ''મનહુશ'' ઘેર આવ એટલે તારી વાત છે, ''રોયા''...

@@@@@

ચંપા : આપણા બાથરૂમમાં પડદા લગાવી દો. નવો પાડોશી મને જોવાની કોશિશ કરે છે.
ચંપક : એકવાર તને જોઇ લેવા દે. પછી તે પોતે જ તેના રૂમમાં પડદા લગાવી દેશે!

@@@@@

પરણેલી મહિલા તેના પતિ સાથે નવા ઘરમાં આવી!!!

નવી પરણેલી યુવતી તેના પતિ સાથે નવા ઘરે રહેવા માટે આવી...!!!
તેણીએ આવતાની સાથે જ એક નાનું બોક્ષ માળિયા પર રાખતા તેના પતિ ને કહ્યું કે આ બોક્ષને અડવાનું નહીં,
તમારે મારી માતાએ ખાસ મારા માટે આ મોક્લ્યું છે...
પતિ ડાહ્યો હતો...
એને એમ લાગ્યુ કે જરૂર કંઇક અગત્યનું હશે...
એટલે વધારે કાંઇ પૂછ્યુ નહિં...!!!
અને આમ ને આમ વર્ષોનાં વર્ષો ચાલ્યા ગયા....
૫૦ વર્ષ સુધી પતિ એ તો તે બોક્ષને અડી પણ નહીં...
આ બાજુ પત્ની પણ ઘરડી થઇ ગઈ હતી...
અને મૃત્યુ નજીક આવતાં એ મરણ-પથારી એ પડી હતી..
એક દિવસ જ્યારે પતિ ઘરની વસ્તુઓ બરાબર ગોઠવતો હતો ત્યારે અચાનક પેલું બોક્ષ તેના ધ્યાનમાં આવ્યું...!!!
અને તેણે વિચાર્યું કે આ બોક્ષમાં જરૂર કઈક મહત્વનું તો હશે જ... એટલે તેણે પત્નીની પરવાનગી લઈને એ બોક્ષ પત્નીની પાસે લઇ આવ્યો...!!!
તેણે જ્યારે બોક્ષને ખોલ્યું તો તેની અંદરથી ૨ સ્વેટર અને રૂ.૨,૮૨,૫૦૦ નીકળ્યા...!!!
તે આ જોઈને આશ્ચર્ય પામ્યો અને પત્નીને બોક્ષ વિશે પૂછ્યું...
પત્નીએ કહ્યુ,"જ્યારે હું પરણીને સૌપ્રથમ આ ઘરમાં આવી ત્યારે મારા મમ્મીએ આ બોક્ષ મને આપેલ,એમા સ્વેટર ગૂંથવા માટે ઊન અને એનો સામાન છે.
મારી મમ્મીએ કહ્યું હતું કે"તું જ્યારે જ્યારે તારા પતિથી નિરાશ થઇ જાય અથવા એમના પર ગુસ્સો આવે ત્યારે તું સ્વેટર બનાવવા લાગજે, જે તારી હતાશા ને દુર કરશે..."
પેલો પતિ તો એકદમ દિલગીર થઈ ગયો...
એણે જોયું કે બોક્ષમાં તો માત્ર બેજ સ્વેટર હતા...
એટલે ગળગળો થઇને ધીમેથી બોલ્યો,"છેલ્લા ૫૦ વર્ષમાં તેં બે જ સ્વેટર બનાવ્યા...!!!"
“પણ આ રૂ.૨,૮૨,૫૦૦ કેમ અહિં છે?”
પત્નીએ કહ્યું,“અરે એ તો અત્યાર સુધીમાં જેટલા સ્વેટર વેંચ્યા તેના છે...!!!"

@@@@@

પિતા : દીકરી મોટી થઇને શું કરીશ?
દીકરી : લગ્ન.
પિતા : ખોટી વાત. અત્યારથી કોઇનુ ખરાબ ન વિચારાય.

05 January 2013

બળત્કાર......


દિલ્હીમાં બનેલી બળત્કારની ઘટનાએ દેશને ફક્ત જગાવી દીધો....
લોકોએ ખૂબ વિરોધપ્રદર્શન કર્યા. સરકાર તેનુ કામ કરશે. લોકો સમય જતા બધુ ભૂલી જશે.. ન્યૂઝ પેપરમાં તેમજ મિડીયામાં પણ ખૂબ દેકારો થયો અને થશે... પણ કોઇપણ આવી ઘટનાનાં મૂળ સુધી પહોચ્યા નથી... અને તેથી જ આટલા વિરોધો છતાં આવી ઘટના અટકી નથી... દરેરોજ સમચારમાં આવી ઘટના આવતી રહે છે... ચાલો મારી દ્રષ્ટિએ આવી ઘટનાના મૂળ સુધી જવાનો પ્રયત્ન કરીએ. કદાચ હું ખોટો પણ હોવ પણ મને જે લાગે છે તે બીજા કરતા જુદૂ છે માટે વ્યક્તિ કરુ છું...
 •  
 • ·         સૌ પ્રથમ પોલિસે લોકોના મનમાં રહેલો પોલીસનો ડર દૂર કરવો પડશે જેથી આવા સમયે દરેક વ્યક્તિ મદદ કરવા દોડે... અત્યારે તો એવી સ્થિતિ છે કે કોઇ મૂશ્કેલીમાં હોય અને તમે મદદ કરો તો પોલીસ તમારી પત્તર રગડી નાખે... ખરેખર મદદ કરનારનુ એડ્રેસ નામ વગેરે જાણીને તરત જ પોલીસે તેને માનભેર જવા દેવો જોઇએ. અને જરુર પડે તો પણ તેની મરજીથી પોલીસ સ્ટેશને બોલાવવો જોઇએ એ પણ જો તે કોઇ કેશમાં મદદ કરવા ઇચ્છતો હોય તો.. બાકી કોઇ ઇન્કાવાયરી ન થવી જોઇએ. હા તેનુ સરનામુ નામ અને ઓળખ મેળવી લેવી જોઇએ. પોલીસ એવો વિશ્વાસ ઉભો કરવો પડશે કે તમે કોઇને પણ મદદ કરશો તો પોલીસ તમને ઇનામ આપશે, તમારુ સન્માન કરશે., તમારુ રક્ષણ કરશે નહી કે પરેસાની જો આવુ થશે તો પણ ઘણી ઘટનાઓમાં અટકશે...
 • ·         લોકો ઘટના પછી હિંમત દાખવીને ભેગા થાય છે પણ જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે લોકો તે જગ્યાએથી સરકી જવાનુ જ પસંદ કરે છે... એના બદલે ત્યારે જ લોકોએ સંગઠીત થવુ જોઇએ.
 • ·         બાળકોને પહેલેથી સારા સંસ્કાર આપવા જોઇએ. તેની કોઇ પણ ખોટી પ્રવૃત્તિને અટકાવવી જોઇએ. જેથી નાની નાની વાત ભવિષ્યમાં વટવૃક્ષ ના બને..
 • ·         મહિલાઓએ જાતે નક્કિ કરવુ જોઇએ કે પોતે કેવા કપડા પહેરશે. તેમને પુરતી સ્વતંત્રતા હોવી જ જોઇએ. પરંતુ મહિલાઓએ કઇ જગ્યાએ જઇ રહી છે તે જગ્યાને ધ્યાનમાં રાખીને પોતનો પહેરવેશ પસંદ કરવો જોઇએ.. શિયાળામાં સુતરાઉ કપડા ગમે તેટલા ગમતા હોય તો પણ આપણે નથી પહેરા અને ઉનાળામાં રેઇનકોટ નથી પહેરાતા. ખરાબ વિસ્તારમાંથી પસાર થવાનુ હોય કે જાહેરમાં છેડતી થઇ શકે તેવી જગ્યાએ દેહપ્રદર્શન થાય તેવા કપડા ન પહેરવા જોઇએ..
 • ·         પતિ, પત્નીએ હંમેશા એકબીજાની સેક્સ લાઇફ સમજીને એક બીજાને પૂરતો  સંતોષ મળે તેવો પ્રયત્ન કરવો જોઇએ. વારંવાર એકબીજાને સેક્સ લાઇફ વિશે હર્ટ ન કરવા જોઇએ.
 • ·         ગુનેગાર માટે કડક કાયદો હોવો જોઇએ અને તેની સજા લોકોમાં દાખલો બેસે તેવી હોવી જોઇએ.
 • ·         બળત્કારનો ભોગ બનેલ વ્યક્તિને સમાજમાં માનપાનથી જોવી જોઇએ નહી કે તિરસ્કારથી કારણ કે તેના ઉપર દુશકર્મ થયુ છે નહી કે તેણે જાણી જોઇને તે કર્યુ છે. જો માન પાન મળતુ થશે તો દુષકર્મનો ભોગબનનાર વ્યક્તિ આપઘાત કરતા અટકશે.
 •  સમાજે બળત્કાર કે દુષ્કર્મનો ભોગ બનેલી વ્યક્તિનો નજરોથી, ટોન્ટમારીને કે અન્ય કોઇ પણ રીતે વારંવાર બળત્કાર ન કરવો જોઇએ... તેને બધુ ભૂલીને નવેસરથી જીવન જીવવાનો રાહ આપવો જોઇએ...

 • ·         વાલીઓએ પોતાના સગિરવયના સંતાનોના મોબાઇલ અને કમ્પ્યૂટર ચેક કરતા રહેવુ જોઇએ જેનાથી બાળક વલ્ગર સાહિત્ય તરફ તો નથી વળ્યો ને તેની જાણકારી મળી રહેશ જરુર પડે તો એક્સપર્ટની મદદ લેવી જોઇએ( આવો ડેટા શોધવા માટે) અને ખાસ કરીને સગિર વયના બાળકોનુ કમ્પ્યૂટર વાલીની હાલતા ચાલતા નજર પડે તેવી જગ્યાએ જ ગોઠવવુ જોઇએ.
 • ·         બાળકો ઘરેથી ગમે ત્યારે બહાર જાય ત્યારે અચાનક ક્રોસટેલી કરવુ જોઇએ કે બાળક જ્યાં જવાનુ કહ્યુ છે ત્યાં જ જાય છે ખરોને... જો એવુ ન હોય તો બાળકનુ ધ્યાન રાખવુ જોઇએ.
 • ·         દરેક બહેન દિકરીએ પર્સમાં નાના નાના હથિયાર જેવા કે નાના કટર, અણીદાર પીન, નાનુ ચપ્ચુ નેઇલકટર વગેરે જેવા સ્વરક્ષણના સાધનો હાથવગા રાખવા જોઇએ અને જરુર પડે તો ઉપયોગ કરવાની હિંમત કેળવવી જોઇએ.
 • ·         પોલીસ અને ઇમજન્સી નંબરો સ્પિડ ડાયલમાં રાખવા જોઇઇ(મોટાભાગના મોબાઇલમાં સ્પિડ ડાયલની સુવિધા હોય છે.) જેથી જરુર પડે તો તરત જ નંબર લાગવી શકાય.
 • ·         વાલીઓએ પણ પોતાના સંતાન કે સ્વજનના કોલ કે મિસકોલ પ્રત્યે પણ એલર્ટ રહેવુ જોઇએ..
 • ·         બાળકોને જગડાઉ ન બનાવો પણ સ્વરક્ષણની ટેર્નીંગ ચોક્કસ આપવી જોઇએ.
 • ·         કુટુંબના કે ફેન્ડસર્કલમાં એવા વ્યકિતને સૌ પ્રથમ ફોન કરવો જોઇએ કે જે બનાવની જગ્યાએથી નજીક હોય તરત આવી શકે તેમ હોય.

આપના સૂચનો એડ કરતા જાવ ન જાણે ક્યારેક એકાદ સૂચન કોઇની જીંદગી બચાવી લે... આપના સૂચનો કોમેન્ટમાં જરુર મૂકશો...

21 October 2012

જોક્સ....

બધા જ જોક્સ નેટ પરથી કોપી પેસ્ટ કરેલા છે... કોઇને પણ કોઇ જાત નો વાંધો હોય તો પ્લીઝ મેઇલ કરશો.... તો તરત જ રીમુવ કરવામાં આવશે... aheensolanki@gmail.com; solankdeepakn@gmail.com OR Contact on 7698885855.

 1. એક બાપુએ વાણિયા ને લાફો માર્યો.વાણિયો : બાપુ મને વાક વગર લાફો કેમ માર્યો?બાપુ : તમે તો કયારેય વાક મા ના આવો.તો શુ અમારે નવરા બેસી રહેવાનુ?
 2. સોહમ : તું જમ્યા પછી મોઢું કેમ ધોતી નથી, તારું મો જોઇને ખબર પડી જાય છે કે તે શું ખાધું છે.
  ભૂમિ : તો પછી બતાવો મેં અત્યારે સુ ખાધું છે?
  સોહમ : દહીવડા
  ભૂમિ : ખોટું, એ તો મેં ગયી કાલે ખાધા હતા.
 3. એક જોરદાર જાદુ...
  .
  .
  .
  .
  ....

  એક ગ્લાસમાં ઠંડુ પાણી લો...
  એ તમારી બાજુમાં બેઠેલા
  માણસના માથા પર રેડો.
  એ માણસ તરત જ ગરમ થઈ જશે.....!!
 4. બાપુ : કાર્તિક તને ખબર છે કે દુનિયા ના ૨૦% માણસો જ એની જિંદગી થી ખુશ છે
  કાર્તિક : અને બાકી ના ૮૦% શું કરે છે ????
  બાપુ :
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  એ બધા ના લગ્ન થી ગયા છે......:P
 5. સાસુજીએ વહુને કહ્યું : ‘આજથી તું મને ‘મમ્મી’ કહેજે અને તારા સસરાને ‘પપ્પા’ કહેજે.’
  વહુએ કહ્યું : ‘ઓકે.’
  સાંજે જ્યારે પતિ ઘેર આવ્યો કે તરત વહુ બોલી :
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  ‘મમ્મી-પપ્પા…, જુઓ મારો ભાઈ આવી ગયો !’
 6. ૫૦ વર્ષની એક સ્ત્રીને હાર્ટ સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

  સ્ત્રીએ ભગવાનને પ્રાર્થના કરી અને બોલી, ‘ભગવાન, શું મારો અંત હવે નજીક આવી ગયો છે?’

  ભગવાને કહ્યું, ‘ના, હજી તારા આયુષ્યમાં ૩૦ વર્ષ બાકી છે.’

  હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ તરત જ એ સ્ત્રી બ્યૂટી પાર્લરમાં ગઈ અને વાળનો રંગ ચેન્જ કરાવ્યો, લિપસ્ટિક અને બીજો મેક અપ કરાવીને ઘર તરફ રવાના થઈ. ત્યાં રસ્તામાં ઓચિંતી એક ટ્રક ધસમસતી આવી અને એને ટક્કર મારી. સ્ત્રીનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું….

  ઉપર ગયા પછી એણે ભગવાનને કહ્યું, ‘તમે તો કહેલું ને કે મારા આયુષ્યમાં હજી ૩૦ વર્ષ બાકી છે..???’

  એ સાંભળીને ભગવાન બોલ્યા, ‘… હું તને ઓળખી જ ન શક્યો.’
 7. એક વાર એક છોકરી આત્મહત્યા કરવા પુલ પર થી ઠેકડો મારવા જઇ રહયી હતી, ત્યાં એક બાઈકસવાર છોકરા એ તેની પાસે આવી ને કહ્યું કે " પ્લીસ જો તું મરવા જતી હોય તો એક સારું કામ કરી ને મર ને ? 
  છોકરી : ક્યૂ સારું કામ ? 
  છોકરો : મને એક મસ્ત મજા ની કિસ્સ કરવા દે ને ? 
  છોકરી : યસ ...... કરી લે ...... અને 
  ખૂબ લાંબી ને જોરદાર કિસ્સ બાદ 
  છોકરો : વાહ મજા આવી ગઈ ...... પણ સાથે એ તો કહે કે તું મરવા કેમ માંગે છે ?
  છોકરી : આમ તો મને મરવા ની કઈ ઇરછા નથી પણ મારા પરિવાર ના ત્રાસ થી મરવા જાવ છું
  છોકરો : તારો પરિવાર શું ત્રાસ આપે છે ?
  .
  .
  .
  .
  છોકરી : હું " છોકરો " હોવા છતાં છોકરી ના કપડાં પહેરી ને ફરું છું એ એમને નથી ગમતું,
 8. એક મોટી ઉંમરની સ્ત્રી એક બ્યુટીક્લિનિકમાં ગઈ. એણે પૂછ્યું :
  ‘આ મારી કરચલીઓ દૂર થશે ? આ ડાઘા જતા રહેશે ? મારો ચહેરો…..’
  ‘હા, બધું થઈ જશે. પણ પાંચ હજાર રૂપિયા ખર્ચ થશે….’
  ‘એટલા બધા ? કોઈ સસ્તો માર્ગ બતાવોને ?’
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .

  ‘લાજ કાઢવાનું શરૂ કરી દો !’
 9. છોકરો ઘરે મોડો પહોચ્યો તો પપ્પા બોલ્યા
  "ક્યાં હતો અત્યાર સુધી ??"
  છોકરા એ જવાબ આપ્યો :
  "દોસ્ત ના ઘરે હતો પપ્પા.."

  પપ્પા ને ભરોસો ના આcયો,
  એમને એના ૧૦ દોસ્તો ના ઘરે કોલ કર્યો ...

  ૪ એ કહ્યુ "હા કાકા અહિયાં જ હતો"

  ૩ બોલ્યા "હમણાજ નીકળ્યો"

  ૨ તો એમ કહ્યુ કે "અહિયાં જ છે, ફોન આપું..?"

  ૧ દોસ્ત એ તો હદ કરી નાખી,
  બોલ્યો કે
  .
  .
  "હા પપ્પા બોલો શું કામ હતું ??!!
 10. બાપુ ગામ મા ચક્કર મારવા નીકળ્યા.ચોક મા દાતણવાળી બેઠી હતી.

  બાપુ : "એલી દાતણ કેમ આપ્યા ? "

  દાતણવાળી : " બાપુ પાંચ ના તય’ન.."
  .
  .
  .
  .
  .
  બાપુ : " હવે સરખો ભાવ કે’તો તને’ય લઈ લઊ..."

09 October 2012

વિશ્વાસ...

હરહંમેશની જેમ મોડા આવતા પતિ પર શંકા કરનાર પત્નિએ પતિના ઘરે ભૂલી ગયેલા મોબાઇલમાં આવેલા બ્લડ ડેનેટથી એક જીંદગી બચાવવા બદલ આભારના સંદેશો વાંચવાના લીધે મોડા આવેલા પતિને પ્રેમથી ભિજવી દીધો... 

દીકરી

પ્રિતીને કાયમ દીકરી હોવાનુ સહન કરવુ પડ્યુ હતુ., કાયમ સાપના ભારા તરીખે ઓળખાયેલી પ્રિતીએ આજે ચોથા બાળક સ્વરુપે ત્રણ દિકરા ઉપર જન્મેલી દીકરીને રમડતા સંજયને જોઇને પ્રિતીની આંખોમાંથી હર્ષના આસું સરી પડ્યા.

Hindu Festivals Calendar 2012
 1. October
  1. Gandhi Jayanti: Tuesday, 02-10-2012
  2. Pitri-Paksha ends: Monday, 15-10-2012
  3. Mahalaya: Monday, 15-10-2012
  4. Navaratri begins: Tuesday, 16-10-2012
  5. Saraswati Puja (part of Navaratri): Sunday, 21-10-2012
  6. Durga Puja begins (Maha Saptami): Sunday, 21-10-2012
  7. Maha Ashtami: Monday, 22-10-2012
  8. Maha Navami: Tuesday, 23-10-2012
  9. Navaratri ends: Tuesday, 23-10-2012
  10. Vijaya Dashami/Dusshera: Wednesday, 24-10-2012
  11. Lakshmi Puja / Kojagari Purnima / Sharad Purnima: Monday, 29-10-2012
  12. Valmiki Jayanti: Monday, 29-10-2012
 2. November
  1. Karwa Chauth / Karaka Chaturthi: Friday/Saturday, 02/03-11-2012
  2. Dhanteras / Dhantrayodashi: Sunday/Monday, 11/12-11-2012
  3. Naraka Chaturdasi: Monday, 12-11-2012
  4. Chhoti Diwali: Monday, 12-11-2012
  5. Diwali / Deepavali: Tuesday, 13-11-2012
  6. Kali Puja / Ashwin Amavasya: Tuesday/Wednesday, 13/14-11-12
  7. Govardhan Puja: Wednesday, 14-11-2012
  8. Bhai Dooj / Bhai Phota / Bhav-Bij: Thursday, 15-11-2012
  9. Vikram New Year 2069 / Gujarati New Year: Wednesday, 14-11-2012
  10. Skanda Sashti: Sunday, 18-11-2012
  11. Chhat Puja / Pratihar / Surya Sashthi: Monday, 19-11-2012
  12. Tulsi Vivah: Sunday, 25-11-2012
  13. Guru Nanak Jayanti: Wdnesday, 28-11-2012
  14. Kartik Poornima: Wednesday, 28-11-12
 3. December
 1. Gita Jayanti: Sunday, 23-12-201
 2. Natal 25-12-2012

06 October 2012

નાસ્તિક


સંજયને પૂજા પાઠ કરવા કાયમ સમજાવતી પ્રિતી આજે તો સમજાવતા સમજાવતા થાકી ગઇ પણ પ્રિતીને ક્યાં ખબર હતી કે તેના  પતિને અનાથ બનવા માટે  ભગવાની જાત્રા કરવા ગયેલા તેના માતા પિતાનુ એક્સિડન્ટમાં અવાશાન જવાબદાર હતુ.

26 September 2012

માઇક્રો ફિક્શન વાર્તા...ફેન્ડશીપ ?

જયના ખાસ દોસ્ત એવા વીરૃના મોબાઇલમાં તેના મમ્મીનો ફોન આવ્યો કે આપણી રચના કોઇક છોકરા સાથે ભાગી ગઇ., થોડીવાર પહેલા જયની બાઇક પછળ બેઠેલી છોકરીની ઓળખાણ પાક્કી થતા વીરૃ ગણગણ્યો 'દોસ્ત દોસ્ત ના રહા.....