Showing posts with label કહેવતો...સુવિચાર.... જાણવાજેવુ.. Show all posts
Showing posts with label કહેવતો...સુવિચાર.... જાણવાજેવુ.. Show all posts

24 June 2016

Some Positive Thoughts કેટલાક પોઝીટીવ વિચારો....



  • સાંભળવાની આદત રાખો, સંભળાવનારા ઘણા મળી રહેશે
  • હસવાની આદત પાડો, રડાવાવાળાની કોઇ કમી નથી..
  • જીવનમાં આગળ વધવાની આદત પાડો, પગ પકડીને નીચે ખેંચવાવાળાની કોઇ કમી નથી.
  • લોકોને પ્રોત્સાહન પુરુ પાડો, હતોસ્તાહન કરનારની કોઇ કમી નથી.
  • વાસ્તવિક બનો.
  • નાની નાની વાતો યાદ કરીને સંબંધો બગાડો નહી.
  • પીઠ પાછળ વાત ન કરો તથા તમારી વાત થાય તો ગભરાવો નહીં., વાતો તો એની જ થાય કે જેની વાતમાં કોઇ દમ હોય.
  • નિંદા એની જ થતી હોય છે કે જે જીવતા હોય , મર્યા પછી તો બધા વખાણ જ કરે છે.
(કોપી પેસ્ટ વાયા વોસ્ટઅપ, હિન્દીમાંથી ભાષાંતર)

05 January 2013

બળત્કાર......


દિલ્હીમાં બનેલી બળત્કારની ઘટનાએ દેશને ફક્ત જગાવી દીધો....
લોકોએ ખૂબ વિરોધપ્રદર્શન કર્યા. સરકાર તેનુ કામ કરશે. લોકો સમય જતા બધુ ભૂલી જશે.. ન્યૂઝ પેપરમાં તેમજ મિડીયામાં પણ ખૂબ દેકારો થયો અને થશે... પણ કોઇપણ આવી ઘટનાનાં મૂળ સુધી પહોચ્યા નથી... અને તેથી જ આટલા વિરોધો છતાં આવી ઘટના અટકી નથી... દરેરોજ સમચારમાં આવી ઘટના આવતી રહે છે... ચાલો મારી દ્રષ્ટિએ આવી ઘટનાના મૂળ સુધી જવાનો પ્રયત્ન કરીએ. કદાચ હું ખોટો પણ હોવ પણ મને જે લાગે છે તે બીજા કરતા જુદૂ છે માટે વ્યક્તિ કરુ છું...
  •  
  • ·         સૌ પ્રથમ પોલિસે લોકોના મનમાં રહેલો પોલીસનો ડર દૂર કરવો પડશે જેથી આવા સમયે દરેક વ્યક્તિ મદદ કરવા દોડે... અત્યારે તો એવી સ્થિતિ છે કે કોઇ મૂશ્કેલીમાં હોય અને તમે મદદ કરો તો પોલીસ તમારી પત્તર રગડી નાખે... ખરેખર મદદ કરનારનુ એડ્રેસ નામ વગેરે જાણીને તરત જ પોલીસે તેને માનભેર જવા દેવો જોઇએ. અને જરુર પડે તો પણ તેની મરજીથી પોલીસ સ્ટેશને બોલાવવો જોઇએ એ પણ જો તે કોઇ કેશમાં મદદ કરવા ઇચ્છતો હોય તો.. બાકી કોઇ ઇન્કાવાયરી ન થવી જોઇએ. હા તેનુ સરનામુ નામ અને ઓળખ મેળવી લેવી જોઇએ. પોલીસ એવો વિશ્વાસ ઉભો કરવો પડશે કે તમે કોઇને પણ મદદ કરશો તો પોલીસ તમને ઇનામ આપશે, તમારુ સન્માન કરશે., તમારુ રક્ષણ કરશે નહી કે પરેસાની જો આવુ થશે તો પણ ઘણી ઘટનાઓમાં અટકશે...
  • ·         લોકો ઘટના પછી હિંમત દાખવીને ભેગા થાય છે પણ જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે લોકો તે જગ્યાએથી સરકી જવાનુ જ પસંદ કરે છે... એના બદલે ત્યારે જ લોકોએ સંગઠીત થવુ જોઇએ.
  • ·         બાળકોને પહેલેથી સારા સંસ્કાર આપવા જોઇએ. તેની કોઇ પણ ખોટી પ્રવૃત્તિને અટકાવવી જોઇએ. જેથી નાની નાની વાત ભવિષ્યમાં વટવૃક્ષ ના બને..
  • ·         મહિલાઓએ જાતે નક્કિ કરવુ જોઇએ કે પોતે કેવા કપડા પહેરશે. તેમને પુરતી સ્વતંત્રતા હોવી જ જોઇએ. પરંતુ મહિલાઓએ કઇ જગ્યાએ જઇ રહી છે તે જગ્યાને ધ્યાનમાં રાખીને પોતનો પહેરવેશ પસંદ કરવો જોઇએ.. શિયાળામાં સુતરાઉ કપડા ગમે તેટલા ગમતા હોય તો પણ આપણે નથી પહેરા અને ઉનાળામાં રેઇનકોટ નથી પહેરાતા. ખરાબ વિસ્તારમાંથી પસાર થવાનુ હોય કે જાહેરમાં છેડતી થઇ શકે તેવી જગ્યાએ દેહપ્રદર્શન થાય તેવા કપડા ન પહેરવા જોઇએ..
  • ·         પતિ, પત્નીએ હંમેશા એકબીજાની સેક્સ લાઇફ સમજીને એક બીજાને પૂરતો  સંતોષ મળે તેવો પ્રયત્ન કરવો જોઇએ. વારંવાર એકબીજાને સેક્સ લાઇફ વિશે હર્ટ ન કરવા જોઇએ.
  • ·         ગુનેગાર માટે કડક કાયદો હોવો જોઇએ અને તેની સજા લોકોમાં દાખલો બેસે તેવી હોવી જોઇએ.
  • ·         બળત્કારનો ભોગ બનેલ વ્યક્તિને સમાજમાં માનપાનથી જોવી જોઇએ નહી કે તિરસ્કારથી કારણ કે તેના ઉપર દુશકર્મ થયુ છે નહી કે તેણે જાણી જોઇને તે કર્યુ છે. જો માન પાન મળતુ થશે તો દુષકર્મનો ભોગબનનાર વ્યક્તિ આપઘાત કરતા અટકશે.
  •  સમાજે બળત્કાર કે દુષ્કર્મનો ભોગ બનેલી વ્યક્તિનો નજરોથી, ટોન્ટમારીને કે અન્ય કોઇ પણ રીતે વારંવાર બળત્કાર ન કરવો જોઇએ... તેને બધુ ભૂલીને નવેસરથી જીવન જીવવાનો રાહ આપવો જોઇએ...

  • ·         વાલીઓએ પોતાના સગિરવયના સંતાનોના મોબાઇલ અને કમ્પ્યૂટર ચેક કરતા રહેવુ જોઇએ જેનાથી બાળક વલ્ગર સાહિત્ય તરફ તો નથી વળ્યો ને તેની જાણકારી મળી રહેશ જરુર પડે તો એક્સપર્ટની મદદ લેવી જોઇએ( આવો ડેટા શોધવા માટે) અને ખાસ કરીને સગિર વયના બાળકોનુ કમ્પ્યૂટર વાલીની હાલતા ચાલતા નજર પડે તેવી જગ્યાએ જ ગોઠવવુ જોઇએ.
  • ·         બાળકો ઘરેથી ગમે ત્યારે બહાર જાય ત્યારે અચાનક ક્રોસટેલી કરવુ જોઇએ કે બાળક જ્યાં જવાનુ કહ્યુ છે ત્યાં જ જાય છે ખરોને... જો એવુ ન હોય તો બાળકનુ ધ્યાન રાખવુ જોઇએ.
  • ·         દરેક બહેન દિકરીએ પર્સમાં નાના નાના હથિયાર જેવા કે નાના કટર, અણીદાર પીન, નાનુ ચપ્ચુ નેઇલકટર વગેરે જેવા સ્વરક્ષણના સાધનો હાથવગા રાખવા જોઇએ અને જરુર પડે તો ઉપયોગ કરવાની હિંમત કેળવવી જોઇએ.
  • ·         પોલીસ અને ઇમજન્સી નંબરો સ્પિડ ડાયલમાં રાખવા જોઇઇ(મોટાભાગના મોબાઇલમાં સ્પિડ ડાયલની સુવિધા હોય છે.) જેથી જરુર પડે તો તરત જ નંબર લાગવી શકાય.
  • ·         વાલીઓએ પણ પોતાના સંતાન કે સ્વજનના કોલ કે મિસકોલ પ્રત્યે પણ એલર્ટ રહેવુ જોઇએ..
  • ·         બાળકોને જગડાઉ ન બનાવો પણ સ્વરક્ષણની ટેર્નીંગ ચોક્કસ આપવી જોઇએ.
  • ·         કુટુંબના કે ફેન્ડસર્કલમાં એવા વ્યકિતને સૌ પ્રથમ ફોન કરવો જોઇએ કે જે બનાવની જગ્યાએથી નજીક હોય તરત આવી શકે તેમ હોય.

આપના સૂચનો એડ કરતા જાવ ન જાણે ક્યારેક એકાદ સૂચન કોઇની જીંદગી બચાવી લે... આપના સૂચનો કોમેન્ટમાં જરુર મૂકશો...

09 October 2012

Hindu Festivals Calendar 2012




  1. October
    1. Gandhi Jayanti: Tuesday, 02-10-2012
    2. Pitri-Paksha ends: Monday, 15-10-2012
    3. Mahalaya: Monday, 15-10-2012
    4. Navaratri begins: Tuesday, 16-10-2012
    5. Saraswati Puja (part of Navaratri): Sunday, 21-10-2012
    6. Durga Puja begins (Maha Saptami): Sunday, 21-10-2012
    7. Maha Ashtami: Monday, 22-10-2012
    8. Maha Navami: Tuesday, 23-10-2012
    9. Navaratri ends: Tuesday, 23-10-2012
    10. Vijaya Dashami/Dusshera: Wednesday, 24-10-2012
    11. Lakshmi Puja / Kojagari Purnima / Sharad Purnima: Monday, 29-10-2012
    12. Valmiki Jayanti: Monday, 29-10-2012
  2. November
    1. Karwa Chauth / Karaka Chaturthi: Friday/Saturday, 02/03-11-2012
    2. Dhanteras / Dhantrayodashi: Sunday/Monday, 11/12-11-2012
    3. Naraka Chaturdasi: Monday, 12-11-2012
    4. Chhoti Diwali: Monday, 12-11-2012
    5. Diwali / Deepavali: Tuesday, 13-11-2012
    6. Kali Puja / Ashwin Amavasya: Tuesday/Wednesday, 13/14-11-12
    7. Govardhan Puja: Wednesday, 14-11-2012
    8. Bhai Dooj / Bhai Phota / Bhav-Bij: Thursday, 15-11-2012
    9. Vikram New Year 2069 / Gujarati New Year: Wednesday, 14-11-2012
    10. Skanda Sashti: Sunday, 18-11-2012
    11. Chhat Puja / Pratihar / Surya Sashthi: Monday, 19-11-2012
    12. Tulsi Vivah: Sunday, 25-11-2012
    13. Guru Nanak Jayanti: Wdnesday, 28-11-2012
    14. Kartik Poornima: Wednesday, 28-11-12
  3. December
  1. Gita Jayanti: Sunday, 23-12-201
  2. Natal 25-12-2012

22 September 2012

જીવનમાં ઉપયોગી કેટલીક વાતો....


  • કેમ છો કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.
  • શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.
  • કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.
  • બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.
  • કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.
  • મહેણું ક્યારેય ન મારો.
  • કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં,શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.
  • ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે, ઉધારી કરવા માટે નહીં.
  • રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો.
  • નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.
  • દરેક વ્યકિતને બીજી તક આપો, ત્રીજી નહીં.
  • સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.
  • જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.
  • જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.
  • કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.
  • ગોસિપ,નિંદા,જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.
  • જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.
  • લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.
  • અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.
  • ક્યારેક હારવાની પણ તૈયારી રાખો.
  • મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.
  • ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.
  • શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો.
  • બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.
  • બીજાની સિધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.
  • ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.
  • તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.
  • મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.
  • ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.
  • બચત કરવાની શિસ્ત પાળો.
  • ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો.યાદ
  • રાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.
  • સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં.
  • અઠવાડિયે એક વખત ઉપવાસ કરો.
  • કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં.
  • ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.
  • ધર પોષાય એટલી કિંમતનું જ લેવું.
  • સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ
  • જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો.