Showing posts with label માઇક્રો ફિક્શન વાર્તા.... Show all posts
Showing posts with label માઇક્રો ફિક્શન વાર્તા.... Show all posts

28 December 2016

MircroFiction

  1. દારુબંધીની ફાયદા અને સરકારે કરેલી દારુબંધીની કડક અમલીકરણની વાત ચુંટણીની સભામાં તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવી, નેતાજી જતા જતા એક દારુની પેટી આપતા ગયા અને કહેતા ગયા ગમે તે થાય જીતતો આપણી જ થવી જોઇએ... દારુ કે પૈસા ગમે તે વહેચાવાની જરુર પડે તો લઇ જજો... અને કાર્યકર્તા ઉત્સાહમાં આવી ગયા.
  2. કાયમ દેશના નેતાઓ કામ નથી કરતા એવી ફરીયાદ સોસાયટીના સેક્રેટરી બન્યા પછી કામ કરવામાં આવતી અડચણો જોઇ દુર થઇ ગઇ...
  3. દેશને બદલવો જોઇએ, નેતાઓ ખરાબ છે, વગેરે બોલવા વાળા સોસાયટીની કમિટિ મેમ્બર બનવાનુ કહે તો પણ પોતાનું નામ પાછું લઇ લેતા હોય છે... આ આપણું કામ નહીં....
  4. લગ્ન પહેલા તને હાથની હથેળીમાં રાખીશ.... એવા વચન આપનારા લગ્ન પછી પોતાની વાઇફને કામવાળી બનાવીને છોડી દેતા હોય છે......
  5. અમારે ત્યાં ચા વાળા ભાઇ સોસાયટીના ચેરમેન બનાવા માગે છે.. હું મુંજાણો છું કે સાથ આપવો કે ન આપવો..... 

24 April 2016

પાણીનો બગાડ

મહારાષ્ટ્રથી રોજી રોટી મેળવવા અમદાવાદ આવેલા રીક્ષા ચાલકે પાણીની ડોલ ઉપર ડોલ રીક્ષા ધોવા માટે બગાડતા બગાડતા કહ્યુ કે અમારા મહારાષ્ટ્રમાં તો ખૂબ જ પરિસ્થિતી ખરાબ છે પીવાના પાણી પણ નથી મળતુ.... અહીં ગુજરાતમાં તો સારુ છે કે જોઇએ એટલુ પાણી મળી રહે છે.....

01 May 2014

બાળક... માઇક્રોફિક્શન વાર્તા...

બાળકે પપ્પા સામે જીદ કરી કે મને આજે ફરવા લઇ જ જાવ...
"બેટા, મારી પાસે સમય નથી, જોને હજુ આ ટોમીને બહાર ફરવા લઇ જવાનો છે....!"
એમ, કરીને પપ્પા ટોમી કુતરાને લઇને ફરવા જતા રહ્યા અને બાળકને વાંચવા બેસવાની સૂચના આપતા ગયા...

17 September 2013

હલકુ કામ….

dog accident
(image:: From… Google image….)
સાંજનો સમય…
ટ્રાફિક ફૂલ હતો.
ટ્રાફિક વચ્ચેથી એક કુતરુ રસ્તો ક્રાસ કરવા ગયુ પણ તેમા તેને સફળતા ન મળતા એક લક્સર્યુસ કાર નીચે આવીને મરી ગયું.
ઘેર ગયો થોડાક દુખ સાથે ટીવી ચાલુ કર્યુ બાળકો અને પત્ની સાથે બેસીને ટીવી જોવા લાગ્યો રસ્તામાં બનેલી ઘટના ભૂલી ગયો.
(કુતરાને કુંટુંબ જેવુ હશે તો તેના ઘરમાં શુ થયુ હશે?)
સવારમાં પાછો ઓફિસ જવા નિકળ્યો…
એજ કુતરાને એક સજ્જન માણસ(જેને આપણે હલકી જાતીના ગણીએ છીએ) કોથળામાં નાખીને સાયકલ ઉપર લઇ જઇ રસ્તો સાફ કરી રહ્યા હતા..
પાછુ ગઇ કાલ સાંજનુ દ્રશ્ય નજર સામે આવી ગયુ…
એટલામાં એક લક્ઝુરીયસ કાર લઇને નીકળેલા વ્યક્તિએ બારીમાંથી થુકતા કહ્યુ…
“આવા કેટલાક સાયકલ લઇને રસ્તા વચ્ચે ઉભા રહી જતા હશે…હલકુ કામ કરનારા ક્યારેય ના સુધર્યા..?”

02 April 2013

થોડામાં ઘણુ...

માતા નહી બનવાની ક્ષમતા જાણ્યા પછી ચિંતાં મુક્ત થયેલી અવનીએ પોતાના બોયફ્રેન્ડ સાથે સંબંધો ચાલુ કર્યા., થોડા સમયમાં અવનિના સારા દિવસો રહેતા ઘરમાં ખુશહાલી આવી ગઇ પણ અવની દુખી થઇ ગઇ....

09 October 2012

વિશ્વાસ...

હરહંમેશની જેમ મોડા આવતા પતિ પર શંકા કરનાર પત્નિએ પતિના ઘરે ભૂલી ગયેલા મોબાઇલમાં આવેલા બ્લડ ડેનેટથી એક જીંદગી બચાવવા બદલ આભારના સંદેશો વાંચવાના લીધે મોડા આવેલા પતિને પ્રેમથી ભિજવી દીધો... 

દીકરી

પ્રિતીને કાયમ દીકરી હોવાનુ સહન કરવુ પડ્યુ હતુ., કાયમ સાપના ભારા તરીખે ઓળખાયેલી પ્રિતીએ આજે ચોથા બાળક સ્વરુપે ત્રણ દિકરા ઉપર જન્મેલી દીકરીને રમડતા સંજયને જોઇને પ્રિતીની આંખોમાંથી હર્ષના આસું સરી પડ્યા.

06 October 2012

નાસ્તિક


સંજયને પૂજા પાઠ કરવા કાયમ સમજાવતી પ્રિતી આજે તો સમજાવતા સમજાવતા થાકી ગઇ પણ પ્રિતીને ક્યાં ખબર હતી કે તેના  પતિને અનાથ બનવા માટે  ભગવાની જાત્રા કરવા ગયેલા તેના માતા પિતાનુ એક્સિડન્ટમાં અવાશાન જવાબદાર હતુ.

26 September 2012

માઇક્રો ફિક્શન વાર્તા...ફેન્ડશીપ ?

જયના ખાસ દોસ્ત એવા વીરૃના મોબાઇલમાં તેના મમ્મીનો ફોન આવ્યો કે આપણી રચના કોઇક છોકરા સાથે ભાગી ગઇ., થોડીવાર પહેલા જયની બાઇક પછળ બેઠેલી છોકરીની ઓળખાણ પાક્કી થતા વીરૃ ગણગણ્યો 'દોસ્ત દોસ્ત ના રહા.....

સાચો પ્રેમ?. માઇક્રો ફિક્શન વાર્તા....


સાચો પ્રેમ?. માઇક્રો ફિક્શન વાર્તા....

રચના માટે દુનિયા છોડવાની વાત કરતા સંજયે તેના પપ્પાએ આપેલી ઘર છોડીને ચાલ્યા જવાની ધમકીથી ડરીને પપ્પાએ પસંદ કરેલી છોકરી સાથે લગ્ન કરી લીધા અને  પ્રેગનન્ટ રચનાના આવનાર બાળકને અથાથ કરી મૂક્યો.