MircroFiction
- દારુબંધીની ફાયદા અને સરકારે કરેલી દારુબંધીની કડક અમલીકરણની વાત ચુંટણીની સભામાં તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવી, નેતાજી જતા જતા એક દારુની પેટી આપતા ગયા અને કહેતા ગયા ગમે તે થાય જીતતો આપણી જ થવી જોઇએ... દારુ કે પૈસા ગમે તે વહેચાવાની જરુર પડે તો લઇ જજો... અને કાર્યકર્તા ઉત્સાહમાં આવી ગયા.
- કાયમ દેશના નેતાઓ કામ નથી કરતા એવી ફરીયાદ સોસાયટીના સેક્રેટરી બન્યા પછી કામ કરવામાં આવતી અડચણો જોઇ દુર થઇ ગઇ...
- દેશને બદલવો જોઇએ, નેતાઓ ખરાબ છે, વગેરે બોલવા વાળા સોસાયટીની કમિટિ મેમ્બર બનવાનુ કહે તો પણ પોતાનું નામ પાછું લઇ લેતા હોય છે... આ આપણું કામ નહીં....
- લગ્ન પહેલા તને હાથની હથેળીમાં રાખીશ.... એવા વચન આપનારા લગ્ન પછી પોતાની વાઇફને કામવાળી બનાવીને છોડી દેતા હોય છે......
- અમારે ત્યાં ચા વાળા ભાઇ સોસાયટીના ચેરમેન બનાવા માગે છે.. હું મુંજાણો છું કે સાથ આપવો કે ન આપવો.....
No comments:
Post a Comment
તમારી કોમેન્ટ જરુરથી મોકલો--Please send your comment