13 December 2009

મંદી.....

hi friends how are you??

હુ ફરીથી હાજર છું, નવા વિચારો સાથે... કે પછી જુના વિચારો સાથે કે જે મેં કોઇની સાથે વહેચ્યા નથી જેથી મારા માટે જુના પરંતુ બીજા માટે નવા....

માનવીનું દીમાંગ અને મન બેંનેમાંથી આપણા શરીર પર કોણ રાજ કરે છે તે સમજી શકાતુ નથી, વિજ્ઞાન મગજના કોયડા ઉકેલી શકે છે, મગજ વિશે ઘણા સંશોધનો થયા છે પરતું મન... વિશે... કદાસ વિજ્ઞાન પણ વિચારી શકતુ નથી, ,,,, ખેર જવાદો મન-મગજની વાતો... પણ મારે વાત કરવી છે તે છે વાસ્તવિક જિંદગીની કે જેમા મન-મગજ બંને સાથે રાખીને વિચારીએ તો પણ અમુક પ્રશ્નનો જવાબ મળતો નથી...
મારો કઝીન મજુરી કરીને પેટ ભરે છે, નામ છે ભરતભાઇ, હીરાની મંદીમાં તેઓ ઝપટમાં આવી ગયા, ભાવનગરમાં હીરા ઘસતા હતા હીરા બંધ થતા તેઓ કામ માટે અમદાવાદ આવ્યા, ઘેર મા-બાપને મુકીને, બીજા બે ભાઇઓ પણ હતા એક ભાવનગર હીરા ઘસે છે જ્યારે બીજો ભાઇ આઇ.આટી.આઇ કરતો હતો. બે ભાઇના લગન થઇ ગયા છે. જ્યારે નાનો ભાઇ કે જે ભણે છે તેના લગ્ન કરવાના બાકી છે. મા-બાપ ગામડે રહેતા હોવાથી તેમના માટે પણ પૈસા મોકલવાની જવાબદારી, ભાઇને ભણાવવાની જવાબદારી, તથા પોતાની બીમાર પત્ની કે જે ઘણા સમયથી બીમારે છે, પૈસાના અભાવે તેઓ પોતાની પત્નીની દવા પણ કરાવી શકતા નથી, આ ઉપરાંત બીજા ભાઇના લગ્ન કર્યા તેનું દેવુ, વગેરે જેવી અનેક પરેશાનીઓથી પરેશાન... આ ઉપરાંત કદાસ આ બધી પરેશાની તો તેઓ હસતા હસતા સહન કરી લીધી હોત અને કરે પણ છે પરંતુ મોટુ દુઃખ સંતાન સુખ મળ્યુ નહોતું તે હતું, લગ્ન થયાને 15 વર્ષ થઇ ગયા છતાં તેમને સંતાન સુખ મળ્યુ નહોતુ, આ માટે પણ દવા ચાલુ,,, ભાભી પણ બીમાર હોવા છતાં પોતાના શરીરની ચિંતા કર્યા વગર ભાઇને કામ કરીને આર્થિક સહાય કરવા માટે પોતાની બીમાર શરીર તોડી રહ્યા હતા અને વધુ બિમારીમા સપડાઇ રહ્યા હતા....
હા તો ભાવનગરથી કામની શોધમાં અમદાવાદ આવ્યા, 20 વર્ષથી હીરા ઘસતા હતા આથી ભારે કામ કરી શકવાની કેપેસીટી રહી નહોતી કેમ કે હીરામાં કોઇ શારીરિક શ્રમ કરવાનો હોતો નથી, બેઠાબેઠા હીરા ઘસવાથી હવે શરીર પણ કષ્ટદાયક કામ માટે તૈયાર ન હોવા છતા, એક જગ્યાએ કષ્ટદાયક કામ મળ્યુ તો પણ સ્વિકારીને કામ કરવા લાગ્યા ત્રણ દિવસ શરીર તોડ મહેનત કરી પરંતુ આખરે શરીરે તેમને કામ કરવાની ના પાડી દીધી, ખુબ કષ્ટદાયક કામ હોવાથી ન કરી શકતા આખરે કમને તે કામ પડતું મુક્યુ ત્રણ દિવસની મજુરી ગઇ, આ ઉપરાંત શરીરમાં દુખાવો ઉપડયો તે અલગથી, આખરે એક સારી કંપનીમાં નોકરી મળી, પરંતુ ફક્ત 3500 રૃ, ની 3500 રુમાં મા-બાપનું પુરુ કરવાનું લોન ભરવાની, ભાડાના મકાનમાં રહેવાનું, બીમાર પત્નીની સારવાર કરાવવાની, દરરોજ 6 કી.મી. હાલીને નોકરી ઉપર જવા આવવાનું, અને આ ઉપરાંત સંતાન ન હોવાનું દુઃખ,,,

ભગવાન શા માટે આટલી બધી કસોટીઓ કરતો હશે,

તેઓને ફક્ત એક સંતાન સુખ મળી જાય તો તેઓ બીજા બધા દુખોને પાણીની માફક પી જાય તેમ છે........

સમાજમાં સંતાન સુખને કેટલુ મોટું માનવામાં આવે છે...... કદાચ તેમને સંતાન ન હોવા કરતાં લોકોને મો એ વાંજીયામેણું સાંભળવાનું દુ ખ વધારે હશે..... શું કહે છે આપનું મન-મગજ....


આપણે સુખ પાછળ ભાગીએ છીએ.... આટલા સુખી હોવા છતાં જાણે દુખી હોઇએ તેમ લાગે છે, હજુ આપણે સારો મોબાઇલ ન હોવાનું દુખ , બાળકો તોફાની છે તેનું દુખ, સારી બાઇક ન હોવાનું દુખ, બંગલો ન હોવાનુ દુખ, પડોશી સારા ન હોવાનુ દુખ, આવા તો અનેક કાલ્પનીક અને વાસ્તવિક દુખોથી પીડાઇએ છીએ પરંતુ ઝુપડ પટ્ટીમાં રહેતા લોકો આપણા કરતા વધારે આનંદથી રહેતા હશે,,,,, ભરતભાઇ એટલા દુઃખો સહન કરી રહ્યા છે કે તેમને સુખની પરીભાષા જ ભુલી ગયા છે.... જીંદગી એટલે દુખ... દુઃખ પછી સુખ આવે જે છે,.... એ જ આશામાં જીવી રહેલી ભરતભાઇને અર્પણ...

Deepak Solanki
Ahmedabad
13 Dec, 2009 11.14 am

06 December 2009

પ્રેરણા..

કેમ છો દોસ્ત
મજામા છો ને...
આજે એક ફેરીયો ઘર આગળથી નીકળ્યો.. તે કુકર, ગેસ, મિક્ષ્ચર વગેરે રીપેરીંગ કરતો હતો. મારે કુકર રીપેરીંગ કરાવવા હતા તેથી મે તેને રોક્યો, અને કુકર રીપેર કરાવ્યા, 2 કુકરના 60 રુ થયા... હુ વિચાર કરતો રહ્યો કે એક સામાન્ય કુકર રીપેર કરવા વાળો ઘેર ઘેર ફરીને દરરોજના ઓછામાં ઓછા 200-500 રુ કમાઇ લેતો હશે, જ્યારે હુ કમ્પ્યૂટર રીપેરીંગ કરવા વાળો આજે ઘેર બેસી રહ્યો, એક પણ પૈસો કમાવ્યા વગર,,, મને લાગ્યુ કે મારામાં આળસ ભરેલી છે... મારે મારી આળસ દુર કરીને ધંધો કરવો જ પડશે,... એક ફેરીયો પણ પ્રેરણા આપીને ચાલ્યો ગયો... થેક્સ કુકર રીપેરીંગ વાળા ભાઇ....

દીપક સોલંકી
મો. 9426568972