18 July 2012

આજનો જોક જુનો પણ માણવા જેવો...


પતિ: તો હવે શેની રાહ જોવે છે?
પત્ની: શું તમે એવું ઈચ્છો છો કે જતી રહું ?
પતિ: નારે ના! એવું તો હું વિચારી પણ ન શકું.
પત્ની: શું તમે મને પ્રેમ કરો છો?
પતિ: હા! એક નહી હજાર વખત!!
પત્ની: શું તમે મને ક્યારેય દગો આપ્યો છે?
પતિ: ક્યારેય નહી! એતો તું સારી રીતે જાણે છે, છતાં પૂછે છે?
પત્ની: હવે તમે મારા મુખને ચૂમસો ?
પતિ: અરે એના માટે તો હું કોઈપણ તક નહી છોડું.
પત્ની: શું તમે મને મારશો?
પતિ: મને શું હડકાયું કૂતરું કરડ્યું છે તો હું એવું કરીશ.
પત્ની: શું તમે મારા પર વિશ્વાસ કરો છો?
પતિ: હાં!
પત્ની: ઓહ ડાર્લિંગ!!!
લગ્નના એક-બે વર્ષ બાદના વાર્તાલાપ માટે કૃપા કરી નીચેથી ઉપર વાંચો.

No comments:

Post a Comment

તમારી કોમેન્ટ જરુરથી મોકલો--Please send your comment