05 January 2013

બળત્કાર......


દિલ્હીમાં બનેલી બળત્કારની ઘટનાએ દેશને ફક્ત જગાવી દીધો....
લોકોએ ખૂબ વિરોધપ્રદર્શન કર્યા. સરકાર તેનુ કામ કરશે. લોકો સમય જતા બધુ ભૂલી જશે.. ન્યૂઝ પેપરમાં તેમજ મિડીયામાં પણ ખૂબ દેકારો થયો અને થશે... પણ કોઇપણ આવી ઘટનાનાં મૂળ સુધી પહોચ્યા નથી... અને તેથી જ આટલા વિરોધો છતાં આવી ઘટના અટકી નથી... દરેરોજ સમચારમાં આવી ઘટના આવતી રહે છે... ચાલો મારી દ્રષ્ટિએ આવી ઘટનાના મૂળ સુધી જવાનો પ્રયત્ન કરીએ. કદાચ હું ખોટો પણ હોવ પણ મને જે લાગે છે તે બીજા કરતા જુદૂ છે માટે વ્યક્તિ કરુ છું...
  •  
  • ·         સૌ પ્રથમ પોલિસે લોકોના મનમાં રહેલો પોલીસનો ડર દૂર કરવો પડશે જેથી આવા સમયે દરેક વ્યક્તિ મદદ કરવા દોડે... અત્યારે તો એવી સ્થિતિ છે કે કોઇ મૂશ્કેલીમાં હોય અને તમે મદદ કરો તો પોલીસ તમારી પત્તર રગડી નાખે... ખરેખર મદદ કરનારનુ એડ્રેસ નામ વગેરે જાણીને તરત જ પોલીસે તેને માનભેર જવા દેવો જોઇએ. અને જરુર પડે તો પણ તેની મરજીથી પોલીસ સ્ટેશને બોલાવવો જોઇએ એ પણ જો તે કોઇ કેશમાં મદદ કરવા ઇચ્છતો હોય તો.. બાકી કોઇ ઇન્કાવાયરી ન થવી જોઇએ. હા તેનુ સરનામુ નામ અને ઓળખ મેળવી લેવી જોઇએ. પોલીસ એવો વિશ્વાસ ઉભો કરવો પડશે કે તમે કોઇને પણ મદદ કરશો તો પોલીસ તમને ઇનામ આપશે, તમારુ સન્માન કરશે., તમારુ રક્ષણ કરશે નહી કે પરેસાની જો આવુ થશે તો પણ ઘણી ઘટનાઓમાં અટકશે...
  • ·         લોકો ઘટના પછી હિંમત દાખવીને ભેગા થાય છે પણ જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે લોકો તે જગ્યાએથી સરકી જવાનુ જ પસંદ કરે છે... એના બદલે ત્યારે જ લોકોએ સંગઠીત થવુ જોઇએ.
  • ·         બાળકોને પહેલેથી સારા સંસ્કાર આપવા જોઇએ. તેની કોઇ પણ ખોટી પ્રવૃત્તિને અટકાવવી જોઇએ. જેથી નાની નાની વાત ભવિષ્યમાં વટવૃક્ષ ના બને..
  • ·         મહિલાઓએ જાતે નક્કિ કરવુ જોઇએ કે પોતે કેવા કપડા પહેરશે. તેમને પુરતી સ્વતંત્રતા હોવી જ જોઇએ. પરંતુ મહિલાઓએ કઇ જગ્યાએ જઇ રહી છે તે જગ્યાને ધ્યાનમાં રાખીને પોતનો પહેરવેશ પસંદ કરવો જોઇએ.. શિયાળામાં સુતરાઉ કપડા ગમે તેટલા ગમતા હોય તો પણ આપણે નથી પહેરા અને ઉનાળામાં રેઇનકોટ નથી પહેરાતા. ખરાબ વિસ્તારમાંથી પસાર થવાનુ હોય કે જાહેરમાં છેડતી થઇ શકે તેવી જગ્યાએ દેહપ્રદર્શન થાય તેવા કપડા ન પહેરવા જોઇએ..
  • ·         પતિ, પત્નીએ હંમેશા એકબીજાની સેક્સ લાઇફ સમજીને એક બીજાને પૂરતો  સંતોષ મળે તેવો પ્રયત્ન કરવો જોઇએ. વારંવાર એકબીજાને સેક્સ લાઇફ વિશે હર્ટ ન કરવા જોઇએ.
  • ·         ગુનેગાર માટે કડક કાયદો હોવો જોઇએ અને તેની સજા લોકોમાં દાખલો બેસે તેવી હોવી જોઇએ.
  • ·         બળત્કારનો ભોગ બનેલ વ્યક્તિને સમાજમાં માનપાનથી જોવી જોઇએ નહી કે તિરસ્કારથી કારણ કે તેના ઉપર દુશકર્મ થયુ છે નહી કે તેણે જાણી જોઇને તે કર્યુ છે. જો માન પાન મળતુ થશે તો દુષકર્મનો ભોગબનનાર વ્યક્તિ આપઘાત કરતા અટકશે.
  •  સમાજે બળત્કાર કે દુષ્કર્મનો ભોગ બનેલી વ્યક્તિનો નજરોથી, ટોન્ટમારીને કે અન્ય કોઇ પણ રીતે વારંવાર બળત્કાર ન કરવો જોઇએ... તેને બધુ ભૂલીને નવેસરથી જીવન જીવવાનો રાહ આપવો જોઇએ...

  • ·         વાલીઓએ પોતાના સગિરવયના સંતાનોના મોબાઇલ અને કમ્પ્યૂટર ચેક કરતા રહેવુ જોઇએ જેનાથી બાળક વલ્ગર સાહિત્ય તરફ તો નથી વળ્યો ને તેની જાણકારી મળી રહેશ જરુર પડે તો એક્સપર્ટની મદદ લેવી જોઇએ( આવો ડેટા શોધવા માટે) અને ખાસ કરીને સગિર વયના બાળકોનુ કમ્પ્યૂટર વાલીની હાલતા ચાલતા નજર પડે તેવી જગ્યાએ જ ગોઠવવુ જોઇએ.
  • ·         બાળકો ઘરેથી ગમે ત્યારે બહાર જાય ત્યારે અચાનક ક્રોસટેલી કરવુ જોઇએ કે બાળક જ્યાં જવાનુ કહ્યુ છે ત્યાં જ જાય છે ખરોને... જો એવુ ન હોય તો બાળકનુ ધ્યાન રાખવુ જોઇએ.
  • ·         દરેક બહેન દિકરીએ પર્સમાં નાના નાના હથિયાર જેવા કે નાના કટર, અણીદાર પીન, નાનુ ચપ્ચુ નેઇલકટર વગેરે જેવા સ્વરક્ષણના સાધનો હાથવગા રાખવા જોઇએ અને જરુર પડે તો ઉપયોગ કરવાની હિંમત કેળવવી જોઇએ.
  • ·         પોલીસ અને ઇમજન્સી નંબરો સ્પિડ ડાયલમાં રાખવા જોઇઇ(મોટાભાગના મોબાઇલમાં સ્પિડ ડાયલની સુવિધા હોય છે.) જેથી જરુર પડે તો તરત જ નંબર લાગવી શકાય.
  • ·         વાલીઓએ પણ પોતાના સંતાન કે સ્વજનના કોલ કે મિસકોલ પ્રત્યે પણ એલર્ટ રહેવુ જોઇએ..
  • ·         બાળકોને જગડાઉ ન બનાવો પણ સ્વરક્ષણની ટેર્નીંગ ચોક્કસ આપવી જોઇએ.
  • ·         કુટુંબના કે ફેન્ડસર્કલમાં એવા વ્યકિતને સૌ પ્રથમ ફોન કરવો જોઇએ કે જે બનાવની જગ્યાએથી નજીક હોય તરત આવી શકે તેમ હોય.

આપના સૂચનો એડ કરતા જાવ ન જાણે ક્યારેક એકાદ સૂચન કોઇની જીંદગી બચાવી લે... આપના સૂચનો કોમેન્ટમાં જરુર મૂકશો...