Showing posts with label જોયુ અને જાણ્યુ.... Show all posts
Showing posts with label જોયુ અને જાણ્યુ.... Show all posts

17 July 2012

હત્યારી માતા...સત્યઘટના પર આધારિત...


સત્ય ઘટના..

આજે એક ડોશીમાં કાપડની ફેરી કરતા આવી ચડ્યા..
એમનો શેરીમાં એકાદ મહીનામાં એકાદ બે આટા આવી ચડતા...
સાથે કાંખમાં નાની છોકરી તેડેલી હોય પરંતુ આજે આ છોકરી સાથે નહોતા લાવ્યા...
છોકરી કેમ સાથે નથી લાવ્યા તેના જવાબ તેમના જ મુખે સાંભળીએ....
મારા છોકરાની વહુ ઘરમાં અણબનાવ બનતા ઘર છોડીને જતી રહી છે..
ત્રણ છોકરાઓને મુકીને.,
તેના બાપા એટલે કે મારો છોકરો તથા હુ બંને કાપડની ફેરી કરીને માંડમાંડ ઘર ચલાવીએ છીએ
છતાં ક્યારે અમે એને કામે નહોતી મોકલી એને તો ઘરમાંજ છોકરાઓને રાખવાના હતાં છતાં નાના મોટા જગડા કરીનો આખરે 15 દિવસ પહેલા
છોકરાઓને મુકીને જતી રહી., એ પછી એકવખત હુ સૌથી નાની છોકરી(6 માસ)ની લઇને ફેરી કરતી કરતી આવી હતી ત્યારે તમે તેને જોઇ હશે. થોડા દિવસ પહેલા તે બીમાર પડી
ડો. પાસે લઇ ગયા. ડો કહ્યુ કે તેને માતાના પ્રેમ તથા ધાવણની જરુર છે. હુ અને મારો દિકરો તે છોકરીને લઇને તેની મા પાસે ગયા અને બધી વાત કરી.
તેની મા એ કહ્યુ કે હું થોડી મારા મા-બાપને ઘરેથી આણામાં લાવી હતી તે હુ રાખુ... એ તો તમારુ પીંડ છે તે તમો રાખો... અમો ઘણુ કહ્યુ તને બનતી મદદ કરીશુ અને 1 વર્ષની થઇ જાય પછી અમો લઇ જઇશુ પરંતુ ધરાહાર.. ના રાખવાની ના પાડી દીધી... અને અને (આંસુઓની ધાર)
12 દિવસ પહેલા જ તે ગુજરી ગઇ. .....
એક વૃધ માતા પોતાના છોકરાની છોકરી માટે કષ્ઠવેઠીને ઉછેરવા તૈયાર હતી પરંતુ સગી માતાએ પોતાની બાળકીને તરછોડી દીધી...
મારા મતે તો તે છોકરીની માતા ખરેખર હત્યારી કહેવાય...
-----
મિત્રો, પોતાની સગી મા પણ જ્યારે પોતના બાળકને છોડી દે ત્યારે એક વૃધ્ધ માતાનો જીવ બળે છે...પણ જનેતા ?
મારી આંખોમાં પણ આંસુ આવી ગયા....
મિત્રો ઘરે આવતા ભીખારીકે ફેરીયાઓને હડધૂત ન કરશો... હા કાંઇ ન લેવુ હોય તો પ્રેમથી વિદાય કરો... (પણ સાથે સાથે ગઠીયા લોકોથી ચેતતા રહેવુ પણ જરુરી છે) ન જાણે તેમના હ્રદયમાં પણ ક્યાં વેદના સંતાયેલી હોય...

14 March 2010

વડિલોનો વિસામો- બોટાદ. જિ. ભાવનગર

થોડાક સમય પહેલા એક પુસ્તક વિમોચનના પ્રસંગે બોટાદ જવાનું થયું.
---------- એક 72 વર્ષના ગઢડાના ઉગતા લેખક(ઉંમર આથમતી, લેખક તરીકે નવો જન્મ)નું એક પુસ્તકનુ વિમોચન વડિલોનો વિસામો સ્થળે રાખવામાં આવ્યું હતું. લેખકની ઉંમર 72 વર્ષ, 7 વર્ષ વર્ષ પહેલા લેખવાનું ચાલુ કર્યુ અને 7 વર્ષના ટુંકા ગાળામાં 7 પુસ્તકો(નવલકથા) પ્રગટ થઇ ગઇ... નામ એમનું પૂજાભાઇ પરમાર, વતન ગઢડા (સ્વામિ), જિ. ભાવનગર. 72 વર્ષની ઉંમરે તેમની નવલકથાઓ પ્રગટ થાય, અને આપણે જાણિએ છીએ તે પ્રમાણે લેખકને લખવાના બદલામાં બે-પાંચ હજાર રુપિયાથી વધારે મળતુ હોતુ નથી. તેમ છતાં એમની લેખક તરીકેની કારર્કિદી બનાવવા કદાચ તેમને મળે છે તેના કરતા પણ વધારે રુપિયા તેઓ નવલકથા લખવા અને તેને લોકો સુધી પહોંચાડવા માટે કરી નાખે છે... તે ઓ પૈસા માટે નહી પરંતુ તેમની રીટાયર્ડ લાઇફને માણવા માટે લખે છે. રાઘવજીભાઇ માઘડ ના હસ્તે તેમના પુસ્તકનું વિમોચન હતું રાઘવજીભાઇએ બહુ સરસ વાત કરી કે માણસ સાચી રીતે તેમની લાઇફ રીટાયર્ડ થયા પછી જ માણી શકે છે. રીટાયર્ડ લાઇફ પહેલાની લાઇફમાં માણસ બેટા, બાપ, પતિ, પત્નિ, જેવા અનેક નાટકના પાત્રમાં પડેલો હોય છે. પુત્રએ બાપનો આદેશ માનવાનો, બાપે પુત્રનું કહ્યુ માનવાનું , પતિએ પત્નિનું પત્નિએ પતિનું પરંતુ માણસ પોતાની રીતે જીવતો રીટાયર્ડ થાય ત્યારે જ થઇ શકે છે (જો સારા બેટા હોય તો- બાગબાન ફિલ્મ જરુરથી યાદ આવી જાય છે) આ પૂજાભાઇ રીટાયર્ડ લાઇફને સારી રીતે માણી રહ્યા છે. 72 વર્ષના નવયુવાન લેખકને અભિનંદન...

-------------- બીજુ કે આ પ્રસંગનુ આયોજન, વડિલોનો વિસામો દ્વારા કરવામાં આવ્યું હતું.
વડિલોને વિસામો એ વૃદ્ધો દ્વારા ચાલતુ ગૃપ છે... આ સમગ્ર પ્રસંગનું આયોજન વૃદ્ધો દ્વારા કરવામાં આવ્યું હતું. સ્ટેજ સંચાલનથી માંડીને ગીતોની રમઝટ બધુ જ વૃદ્ધો દ્વારા અરે પ્રસંગનો ખર્ચ પણ આ વૃધ્ધોએ ઉપાડ્યો... સલામ છે તેમને... આ ગૃપ દર રવિવારે આ સ્થળે ભેગુ થાય છે. જે વૃદ્ધોનો જન્મદિવસ હોય તેની ઉજવણી, સારા સારા કલાકારોને બોલાવીને તેમના દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન, એક નવયુવાનનો પણ ન કરી શકે તે કામ આ વૃધ્દો કરી રહ્યા છે... ફરીથી મારી લાખ લાખ સલામ....

02 March 2010

મોતની બીક (સત્ય ઘટના)



                         સંજય તેની પપ્પાની બાઇક ઉપર જઇ રહ્યો હતો. પપ્પા બાઇક ચલાવી રહ્યા હતા, અને સંજય પાછળ બેઠો હતો, આગળ ટ્રાફીક જામ હતો, પપ્પાએ ધીમે રહીને બાઇક સાઇડમાં થોડીક જગ્યા હતી ત્યાથી કાઢી, સંજયે જોયુ તો કોઇ એક્સીડન્ટ થયેલો હતો. કોઇ સાયકલ સવાર બસના પાછળના વિલમાં આવી ગયો હતો અને ત્યાને ત્યા જ પ્રાણ પંખીડુ ઉડી ગયુ હતું. ખોપરી ફાટી ગઇ હતી સફેદ ચાદર ઢાકી હતી પણ સફેદના બદલે તે ચાદર લાલ થઇ ગઇ હતી. સંજય ફફડી ગયો તેણે પહેલી વખત લાશ જોઇ હતી. અને તેની ઉંમર પણ ક્યા હતી ફક્ત 10 વર્ષ, તેની ધ્રુજારી તેના પપ્પાએ પણ અનુભવી, પપ્પાએ પૂછ્યુ કે શું થયું. તે બોલી પણ ન શક્યો ધ્રુજતો ધ્રુજતો બાઇક પાછળ બેસી રહ્યો... તેના મનમાં મોતની બીક પેસી ગઇ... વર્ષો વિતતા ગયા, કોઇ મરણ પ્રસંગમાં જવાનું થતું ત્યારે બૈરાઓના મરશીયા સાંભળીને સંજયના રોમે રોમ ઉભા થઇ જતા થર થર કાંપતો આંખોમાંથી અશ્રુઓનો ધોધ ટુટી પડતો. પછી ભલે મરનાર વ્યક્તિ સાથે તેને કોઇ સંબંધ ન હોય. મોતનો ડર તેના મનમાં ઘર કરી ગયો હતો....

                         સમય વિતતો ગયો. સંજયના લગ્ન થયા. પત્નિને આણું કર્યા વગર તેડી ન લવાય એવા સમાજના રીવાજે પત્નિથી સંજયને અલગ કરી દીધો. આણું લગભગ એકાદ વર્ષ પછી આવે ત્યાં સુધી તેની પત્નિ પિયરમાં રહેવાની હતી. પરંતુ ખબર નહીં કેમ સંજય કોઇ હિસાબે પત્નિથી અલગ થવા માંગતો ન હતો. તે બને તેટલો પત્નિ પાસે રહેવા માંગતો હતો અને આ માટે પત્નિના પિયર નજીક આવેલી એક કોલેજમાં તેણે એડમીશન લઇ લીધુ જેથી અભ્યાસના બહાને તે પત્નિને મળી શકે. સંજય પોતે પણ સમજી નહોતો શકતો કે તેને પોતાની પત્નિ સાથે આટલુ બધુ કેમ રહેવું ગમે છે... તેની પત્નિ પણ તેને ખૂબ જ પ્રેમ આપતી હતી... જ્યારે પણ સમય મળે ત્યારે સંજય પત્નિને મળવા ચાલ્યો જતો એકાદ બે દિવસ તેની સાથે રહેતો... આમને આમ એકાદ વર્ષ પુરુ થવા આવ્યું. રેશમાના(સંજની પત્નિ) આણાની તૈયારીઓ થવા લાગી. પરંતુ સમાજના રીવાજોએ વાર લગાડી દીધી. એવા જ એક સમયે સંજય કોલેજમાંથી સીધો રેશમાના ઘરે ગયો. કેમ જાણે કેમ આજે તેને રેશમાનું વર્તન અલગ લાગી રહ્યું હતું. રેશમાં સંજયને આગ્રહ કરી રહી હતી કે મને વગર આણું તેડે તું તારા ઘેર લઇ જા. મારે પિયરમાં નથી રહેવું. હુ અહીં મરી જઇશ... સંજય કે જે હંમેશા મોતથી બીતો હતો તે કેમ જાણે આજે રેશમાના આવા શબ્દો સાંભળીને મોતની જરાય બીક ન લાગી. રેશમાના શબ્દોથી તે ખબરનહી કે જરા પણ ડગ્યો નહી. અને કહ્યું કે હવે થોડા સમયમાં જ તારુ આણું કરવાનું જ છે પછી શા માટે સમાજમાં આબરુ બગાડીને મારી સાથે ચાલી નિકળવું છે. એમ કહીને તેણે રેશમાને સમજાવી અને બીજા દિવસે બી.એડનું એડમીશન ફોર્મ ભરવાનુ હોવાથી સંજય સુરત જવા નિકળી ગયો. ગમે તે કારણો હોય પણ તે દિવસે રેશમાં તેને ગાંધીનગર સુધી (પીયર માણસા હતુ) મુકવા આવી. સાથે હર્યા ફર્યા ખૂબ આનંદ કર્યો. અંતે રેશમાને જીપમાં બેસાડી સંજય ચાલી નિકળ્યો. જીપમાં જતી રેશમાને એવી નજરે જોઇ રહ્યો કે જાણે ફરી જોવા જ ન મળવાની હોય. બાય કહેતી રેશમાને હાથ હલાવીને બાય પણ ન કહી શક્યો. દિલ રેશમાં પાસે મુકી સંજય પોતાના વતનમા આવી ગયો. ત્યાંથી બીજા દિવસે સૂરત બી.એડનું ફોર્મ ભરી રાત્રે પરત આવ્યો. થોડી વારમાં તેના પપ્પા ઘરે આવ્યા. એટલી વારમાં કોઇ સમાચાર આવ્યા. પપ્પાને રડતા જોઇ સંજયના મનમાં ધ્રાસકો પડ્યો. થોડી વારે પપ્પાએ સ્વસ્થ થઇને સમાચાર આપ્યા કે રેશમા હવે આ દુનિયામાં નથી રહી... સંજયનું જાણે કે સર્વસ્વ લુંટાઇ ગયું. પરંતુ તેના આંખમાંથી એક આંસુ બહાર ન આવ્યું. મોતની બીક લાગતી હતી તે સંજય જાણે કે આજે કઠણ કાળજાનો થઇ ગયો... તેની આંખી જીંદગી જ લુંટાઇ ગઇ .... મનમાંથી મોતની બીક હંમેશા માટે નિકળી ગઇ . કારણ કે તેનો જીવ નિકળી ગયો હતો.... હા સંજય આજે પણ જીવે છે બીજા લગ્ન પણ કર્યા છે. બાળકો પણ છે પરંતુ તે જીવતો નથી કારણકે તે ત્યારે જ મરી ગયો હતો જ્યારે રેશમાના અવસાનના સમાચાર મળ્યા... હાલમાં તે તેની પિતા પતિ પુત્ર તરીકેની સેવા પૂરી કરી રહ્યો છે. પોતાના દુખનો અહેસાસ પણ થવા દેતો નથી... આ વાતને દસ વર્ષ વિતી ગયા. એક મિત્ર સાથે વાતો કરતા દીલ ભરાઇ આવતા આખી વાત બ્લોગ સ્વરૃપે રજુ થઇ ગઇ... (નામ બદલેલા છે.) થેક્સ માય ફ્રેન્ડ.. કે જેમના સાથેની વાતોએ મને દીલ ખોલીને લખવા મજબુર કર્યો.....( આ લેખ દુનિયા છોડી ગયેલી રેશમાને અર્પણ) Thank my best of the Friend........Z......

13 December 2009

મંદી.....

hi friends how are you??

હુ ફરીથી હાજર છું, નવા વિચારો સાથે... કે પછી જુના વિચારો સાથે કે જે મેં કોઇની સાથે વહેચ્યા નથી જેથી મારા માટે જુના પરંતુ બીજા માટે નવા....

માનવીનું દીમાંગ અને મન બેંનેમાંથી આપણા શરીર પર કોણ રાજ કરે છે તે સમજી શકાતુ નથી, વિજ્ઞાન મગજના કોયડા ઉકેલી શકે છે, મગજ વિશે ઘણા સંશોધનો થયા છે પરતું મન... વિશે... કદાસ વિજ્ઞાન પણ વિચારી શકતુ નથી, ,,,, ખેર જવાદો મન-મગજની વાતો... પણ મારે વાત કરવી છે તે છે વાસ્તવિક જિંદગીની કે જેમા મન-મગજ બંને સાથે રાખીને વિચારીએ તો પણ અમુક પ્રશ્નનો જવાબ મળતો નથી...
મારો કઝીન મજુરી કરીને પેટ ભરે છે, નામ છે ભરતભાઇ, હીરાની મંદીમાં તેઓ ઝપટમાં આવી ગયા, ભાવનગરમાં હીરા ઘસતા હતા હીરા બંધ થતા તેઓ કામ માટે અમદાવાદ આવ્યા, ઘેર મા-બાપને મુકીને, બીજા બે ભાઇઓ પણ હતા એક ભાવનગર હીરા ઘસે છે જ્યારે બીજો ભાઇ આઇ.આટી.આઇ કરતો હતો. બે ભાઇના લગન થઇ ગયા છે. જ્યારે નાનો ભાઇ કે જે ભણે છે તેના લગ્ન કરવાના બાકી છે. મા-બાપ ગામડે રહેતા હોવાથી તેમના માટે પણ પૈસા મોકલવાની જવાબદારી, ભાઇને ભણાવવાની જવાબદારી, તથા પોતાની બીમાર પત્ની કે જે ઘણા સમયથી બીમારે છે, પૈસાના અભાવે તેઓ પોતાની પત્નીની દવા પણ કરાવી શકતા નથી, આ ઉપરાંત બીજા ભાઇના લગ્ન કર્યા તેનું દેવુ, વગેરે જેવી અનેક પરેશાનીઓથી પરેશાન... આ ઉપરાંત કદાસ આ બધી પરેશાની તો તેઓ હસતા હસતા સહન કરી લીધી હોત અને કરે પણ છે પરંતુ મોટુ દુઃખ સંતાન સુખ મળ્યુ નહોતું તે હતું, લગ્ન થયાને 15 વર્ષ થઇ ગયા છતાં તેમને સંતાન સુખ મળ્યુ નહોતુ, આ માટે પણ દવા ચાલુ,,, ભાભી પણ બીમાર હોવા છતાં પોતાના શરીરની ચિંતા કર્યા વગર ભાઇને કામ કરીને આર્થિક સહાય કરવા માટે પોતાની બીમાર શરીર તોડી રહ્યા હતા અને વધુ બિમારીમા સપડાઇ રહ્યા હતા....
હા તો ભાવનગરથી કામની શોધમાં અમદાવાદ આવ્યા, 20 વર્ષથી હીરા ઘસતા હતા આથી ભારે કામ કરી શકવાની કેપેસીટી રહી નહોતી કેમ કે હીરામાં કોઇ શારીરિક શ્રમ કરવાનો હોતો નથી, બેઠાબેઠા હીરા ઘસવાથી હવે શરીર પણ કષ્ટદાયક કામ માટે તૈયાર ન હોવા છતા, એક જગ્યાએ કષ્ટદાયક કામ મળ્યુ તો પણ સ્વિકારીને કામ કરવા લાગ્યા ત્રણ દિવસ શરીર તોડ મહેનત કરી પરંતુ આખરે શરીરે તેમને કામ કરવાની ના પાડી દીધી, ખુબ કષ્ટદાયક કામ હોવાથી ન કરી શકતા આખરે કમને તે કામ પડતું મુક્યુ ત્રણ દિવસની મજુરી ગઇ, આ ઉપરાંત શરીરમાં દુખાવો ઉપડયો તે અલગથી, આખરે એક સારી કંપનીમાં નોકરી મળી, પરંતુ ફક્ત 3500 રૃ, ની 3500 રુમાં મા-બાપનું પુરુ કરવાનું લોન ભરવાની, ભાડાના મકાનમાં રહેવાનું, બીમાર પત્નીની સારવાર કરાવવાની, દરરોજ 6 કી.મી. હાલીને નોકરી ઉપર જવા આવવાનું, અને આ ઉપરાંત સંતાન ન હોવાનું દુઃખ,,,

ભગવાન શા માટે આટલી બધી કસોટીઓ કરતો હશે,

તેઓને ફક્ત એક સંતાન સુખ મળી જાય તો તેઓ બીજા બધા દુખોને પાણીની માફક પી જાય તેમ છે........

સમાજમાં સંતાન સુખને કેટલુ મોટું માનવામાં આવે છે...... કદાચ તેમને સંતાન ન હોવા કરતાં લોકોને મો એ વાંજીયામેણું સાંભળવાનું દુ ખ વધારે હશે..... શું કહે છે આપનું મન-મગજ....


આપણે સુખ પાછળ ભાગીએ છીએ.... આટલા સુખી હોવા છતાં જાણે દુખી હોઇએ તેમ લાગે છે, હજુ આપણે સારો મોબાઇલ ન હોવાનું દુખ , બાળકો તોફાની છે તેનું દુખ, સારી બાઇક ન હોવાનું દુખ, બંગલો ન હોવાનુ દુખ, પડોશી સારા ન હોવાનુ દુખ, આવા તો અનેક કાલ્પનીક અને વાસ્તવિક દુખોથી પીડાઇએ છીએ પરંતુ ઝુપડ પટ્ટીમાં રહેતા લોકો આપણા કરતા વધારે આનંદથી રહેતા હશે,,,,, ભરતભાઇ એટલા દુઃખો સહન કરી રહ્યા છે કે તેમને સુખની પરીભાષા જ ભુલી ગયા છે.... જીંદગી એટલે દુખ... દુઃખ પછી સુખ આવે જે છે,.... એ જ આશામાં જીવી રહેલી ભરતભાઇને અર્પણ...

Deepak Solanki
Ahmedabad
13 Dec, 2009 11.14 am

06 December 2009

પ્રેરણા..

કેમ છો દોસ્ત
મજામા છો ને...
આજે એક ફેરીયો ઘર આગળથી નીકળ્યો.. તે કુકર, ગેસ, મિક્ષ્ચર વગેરે રીપેરીંગ કરતો હતો. મારે કુકર રીપેરીંગ કરાવવા હતા તેથી મે તેને રોક્યો, અને કુકર રીપેર કરાવ્યા, 2 કુકરના 60 રુ થયા... હુ વિચાર કરતો રહ્યો કે એક સામાન્ય કુકર રીપેર કરવા વાળો ઘેર ઘેર ફરીને દરરોજના ઓછામાં ઓછા 200-500 રુ કમાઇ લેતો હશે, જ્યારે હુ કમ્પ્યૂટર રીપેરીંગ કરવા વાળો આજે ઘેર બેસી રહ્યો, એક પણ પૈસો કમાવ્યા વગર,,, મને લાગ્યુ કે મારામાં આળસ ભરેલી છે... મારે મારી આળસ દુર કરીને ધંધો કરવો જ પડશે,... એક ફેરીયો પણ પ્રેરણા આપીને ચાલ્યો ગયો... થેક્સ કુકર રીપેરીંગ વાળા ભાઇ....

દીપક સોલંકી
મો. 9426568972

11 October 2009

Mad or Made us

હેલો દોસ્તો,

આજે તમને એક ગાંડી વ્યક્તિની વાત કરવી છે,

થોડા વર્ષો પહેલા હુ ભાવનગર જોબ માટે ગયો, હુ એકલો જ એક રુમ રાખીને વિદ્યાનગરમાં રહેતો હતો, દરરોજ સવારે ચા પીવા માટે એક ટી-પાર્લર કે જે નજીકમાં જ હતુ ત્યા જતો, એક સવારે હુ ચા પીવા ગયો, એટલામાં જ એક ગાંડી સ્ત્રી ચા પીવા માટે આવી, હાથમાં ફાટી ગયેલા કપડાનું પોટલું , વીખારયેલા વાળ, ધુળના થર જામી ગયેલું શરીર, ... હું તેને જોતા જોતા ચા પી રહ્યો હતો. મારા મનમાં તેના પ્રત્યે દયાની લાગણી ઉત્પન્ન થઇ, મનમાં વિચાર કર્યો કે હું જ એના ચાના પૈસા આપી દઇશ, તે સ્ત્રીએ પોતાના પોટલામાંથી એક ગંદો કપ બહાર કાઢ્યો, ચા વાળાએ તેને ચા આપી, એટલામાં એક ભાઇએ ચા પી લીધા પછી પેલી સ્ત્રીના પણ ચા ના પૈસા કાપી લેવા માટે ઇશારાથી ચા વાળાને કહ્યું,

પરંતુ,,,, પેલી સ્ત્રી ચા પીતા પીતા નીચેથી ઉભી થઇ અને પેલા ભાઇના પૈસા પાછા આપવા ઇશારાથી ચા વાળાને કહ્યું, અને પોતાના પોટલામાંથી એક ગાભાની પોટલી કાઢી તેમાંથી છુટ્ટા પૈસા કાઢી ચા વાળાને આપ્યા....

મારા હાથમાં ચાનો કપ એમને એમ જ રહી ગયો. ત્યાર પછી ચા વાળા સાથેની વાતમાં જાણવા મળ્યું કે તે 5-7 વર્ષથી અહી રખડે છે તે ખરીખર ગાંડી છે, અને તેમ છતાંય ક્યારેય મફતમાં કોઇની પાસેથી ચા કે નાસ્તો લેતી નથી, તે પૈસા ક્યાંથી લાવે છે તે ખબર નહીં પરંતુ તેના જેટલી સ્વમાની મેં ડાહ્યા માણસોમાં પણ જોયા નથી....

હું વિચાર કરતો રહી ગયો, શું ખરેખર તે ગાંડી છે કે આપણે.......????

18 June 2009

વૃધ્ધ વ્યક્તિની વ્યથા

એક દિવસ હું અમદાવાદથી ધંધુકા ટ્રેનમાં જતો હતો, એક વૃધ્ધ વ્યક્તિ ફેરી કરવા નિક્ળ્યો, ટ્રેનમાં ખૂબ જ ભીડ હતી, પગ મુકવાની પણ જગ્યા નહોતી, તેવામાં તે દાદાએ જગ્યા કરવા માટે બુમ પાડી કે ભાઇ થોડી જગ્યા કરો ને ! તેવામાં એક દૂર ઉભેલા વ્યક્તિએ ક્હયુ કે આવાને આવા કેટલા ચડી આવે છે, વગર ટીકીટે લોકોને નડવા માટે આવી ચડે છે, આવી વ્યક્તિને ચાલુ ટ્રેને બહાર ફેકી દેવી જોઇએ, દાદા કાંઇ પણ બોલ્યા વગર પોતાનો ધંધો ચાલુ રાખ્યો, જ્યારે તેઓ ફ્રિ પડ્યા ત્યારે તે ભાઇ પાસે ગયા અને કહ્યુ, "ભાઇ તને અમે નડતર રુપ લાગીએ છીએ, અમારા દીકરાને પણ અમે નડતર રૃપ લાગ્યા અને ઘરની બહાર કાઢી મુક્યા અને હવે તમે ટ્રેનની બહાર કાઢી મૂકો, ધેર ઝૂપડામાં મારી વૃધ્ધ પત્નિ મારી રાહ જોતી હશે આજે જે કાંઇ 25-50 રુ. મળશે તે લઇને ઘેર જઇશ ત્યારે તે કાચુ પાકુ રાંધશે અને અમો ખાવા ભેગા થઇશું, આ ઉંમરે જાતે કમાઇને ખાઇએ તે પણ તમને નથી ગમતું અન રહી વાત વગર ટીકીટે મુસાફરી કરવાની તો ભાઇ મારી પાસે બોટાદ સુધી ની ટીકીટ તો છે જ. હુ કદી વગર ટીકીટે ટ્રેનમાં ચડતો નથી" લગ ભગ આ વાત પુરી થઈ અને ટીટી આવ્યો પેલા ભાઇ પાસે ટીકીટ માંગી પણ તે ભાઇ પાસે જ ટીકીટ નહોતી !!!!! લોકો દાદાની સામે અને પેલા ભાઇની સામે જોઇ જ રહ્યા....