20 February 2013

મારો પ્રવાસ... એક અલગ નજરથી...

રવિવાર તા. 17 ફેબ્રુઆરી, 2013 ફેમિલી સાથે નાનકડો પ્રવાસ ગોઠવ્યો....

સૌ પ્રથમ અમે ડાકોર ગયા. ત્યાં કાનુડાના દર્શન કર્યા.
સુંદર મંદિર છે. આજુબાજુ સરસ બજાર છે. બાળકો માટે રમકડાની દુકાનો આવેલી., ગૃહણિઓ માટે ગોટા, ખમણનો લોટ તથા લાકડાના તથા અન્ય વાસણોની દુકાન તથા કટલરી સ્ટોર ગૃહણિઓને આકર્ષિત કરે છે. બજાર વ્યસ્થિત છે.....
સ્થળ સારુ છે...


થોડીક નેગેટીવ બાબતો...
પાર્કિંગની ઉચીં ફી....30 રૃ
ટ્રાફિક સમસ્યા....
સૌથી મોટી નેગેટીવ બાબત મંદિરના પરિસરમાં જોવા મળી...
પ્રવેશથી લઇને એક્ઝીટ સુધી... મંદિરના પરિસરમાં લુટારા જોવા મળ્યા. ...(કોઇની ધાર્મિક બાબત દુભાવાની વાત નથી... જે સત્ય છે તે સ્વિકારવુ રહ્યુ. હું ભગવાનની ટીકા નથી કરતો તે લોકો ખાસ યાદ રાખે) પ્રવેશ દ્વાર પર ફૂલોનો કંરડિયા લઇને ઉભેલા માણસે કંરડિયો આપ્યો .... 25 રૃમાં. (લુટ ચાલુ... થઇ ગઇ... હુ આ પહેલા પણ આ મંદિરમાં ગયેલો હતો તેથી આ બાબતમાંરા ધ્યાનમાં હતી છતાં જોઇએ શુ થાય છે....તે...મેં 10-50 રૃ સુધી લુટાવાની માનસિક તૈયારી કરી રાખેલી..)   તે માણસ મને ત્યાંથી મંદિરના બંધ હોવાથી પાછળના દરવાજેથી દર્શન કરાવવાના 551 કહ્યાં... ત્યાંથી અમો મંદિરના પાછળના ભાગમાં ગયા ત્યાં ભગવાનના ચરણોમાં પૂજા પાઠ કરવાના 551-5551.. જેવી તમારી શક્તિ... મેં 11 રૃની ઓફર કરી તો કહે આગળથી દર્શન કરી લો અને 11 રૃ પણ આપતા જાવ.. જે આવ્યા તે..... લઇ લેવાની વૃત્તિ... એકજ મંદિરના પરિસરમાં એક જ ભગવાનના દરબારમાં અનેક પ્રસાદીવાળા, ગૌશાળાવાળા વગેરે જોવા મળ્યા..... દર્શન કરવા જાવ પણ આવા લુટારાથી બચો....

ત્યાંથી અમો ગલતેશ્વર ગયા.. સુંદર સ્થળ છે...
આમ તો કોઇ ખામી ન કાઢી શકાય... સ્થળ વિશે પણ લોકો વિશે કાઢી શકાય... લોકો જ્યા સ્નાન કરતા હોય ત્યાં કોઇ સાબુ લગાવીને ડુબકી મારે આજુ બાજુ અનેક લોકો નહાતા હોય તેનો વિચાર કર્યા વગર.... આવા લોકોએ વિચારવુ જોઇએ કે અમે એકલા નહી પણ બીજા પણ જલોકો સ્નાન કરી રહ્યા છે...

ત્યાંથી અમો ગયા ટુવા ટીંબા...

અહી ગરમ-ઠંડા પાણી ના સરસ કુંડ આવેલા છે. બાજુમાં પાંડવકાળનુ મહાદેવનું મદિર આવેલુ છે. મંદિરના પરિસરમાં ભીમ અને હેંડબાના લગ્ન થયેલા તે ચોરી તથા ભીમના પગલાના દર્શન કર્યા.

અનેક લોકો આવે છે... સ્થળ સુંદર છે.. પણ માવજતનો અહી પણ અભાવ જોવા મળ્યો.. કુંડની આજુબાજુ ગંદકી જોવા મળી, આજુ બાજુ બગીચો તથા તથા વૃક્ષોનુ વાવેતર કરીને આ સ્થળને પર્યટક માટે વિકસાવી શકાય તેમ છે પણ તંત્રને કાંઇ પડી હોય તેમ લાગ્યુ નહી... અહીં પણ સ્થાનિક લોકો સાબુ લગાવીને કુંડની બાજુમાં નહાતા નજરે પડ્યાં....

ત્યાંથી પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને ગયા....

રોપવેની વ્યવસ્થા ખૂબ જ સરસ છે.

રિટર્નમાં અમો લસુન્દ્રા ગયા ત્યાં પણ ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે.. અહી બાજુમાં જ સરસ ગાર્ડન બનાવેલો છે પણ માવજતના અભાવે ખંડેર થવાની અણી ઉપર આવેલો છે... ફરી તંત્રની બેદરકારી....

ત્યાંથી અમો મીનાવાડા ગયા... કહેવાય છે કે અહી 7-8 વર્ષની બાળાને માતાજી આવતા હતાં અને તેને લઇને અહી મોટુ મંદિર બની રહ્યુ છે.. પણ જાણે કે ઉકરડામાં મંદિર ઉભુ કર્યુ હોય તેવુ લાગ્યુ... માતાજી આવતી બાળા હવે મોટી થઇ ગઇ છે...  વધારે જાણવાની ઇચ્છાથી માતાજી જ્યાં બેઠા હતા તે હિંડોળા તરફ મે પ્રયાણ કર્યુ પણ તરત જ તેમના ચેલો આવી ને ના પાડી ગયો કે મંદિરમાં જ દર્શન કરલો માતાજી દર્શન નહી આપે... મારી આસપાસ રહેલા અભણ એવા એક ભાઇ પોતાની દિકરને માંથુ ટેકવવા આવેલા તો પરાણે દર્શન આપ્યાં... અને બીજી મહિલો ઓ દર્શન કરવા ગઇ તો રીતસર માતાજીએ મો ફેરવી પીઠ દેખાડી બેસી ગયા....... જય હો....


બધી જગ્યાએ એક બાબત  કોમન રહી.... ગંદકી....



11 February 2013

Jokes

જોકરે લોકોને એક જોક્સ કીધો, લોકો ખૂબ હસ્યા...!
ફરીથી જોકરે એ જ જોક્સ પાછો કીધો,ત્યારે થોડા ઓછા લોકો હસ્યા...
વળી પાછો એ જ જોક્સ કીધો ત્યારે કોઇ પણ ના હસ્યુ...
ત્યારે એ જોકરે ખૂબ સરસ વાત કીધી કે
"જો તમે એક ખૂશીને લીધે વારંવાર હસી શકતાં નથી,તો પછી
તમે એક જ દુઃખને લઇને વારંવાર કેમ દુઃખી થાવ છો????"

@@@@@

એક છોકરાએ ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું

''લેક્ચર બહુ બોરીંગ છે એટલે હૂં ઓનલાઇન છુ... હા હા હા''
નીચે ટીચરની કોમેન્ટ આવી, ''ગેટ આઉટ ફ્રોમ ક્લાસ''
એ કોમેન્ટ પ્રિન્સીપાલએ લાઇક કરી...
ત્યાં છોકરાના ફ્રેન્ડની કોમેન્ટ ટપકી, ''જલ્દી કેન્ટિનમાં આવીજા માહોલ ગરમા ગરમ છે''
નીચે મમ્મીની કોમેન્ટ થઈ,''નાલાયક'' ક્લાસ ના ભરવો હોય તો શાક લઈ ઘરે આવ''
એનિ નીચે પપ્પાએ લખ્યું, ''જો તારા લાડલા ના પરાક્રમ''..!!
બહેને પપ્પાની કોમેન્ટ લાઇક કરી...
એટલામાં ગર્લફ્રેન્ડે કોમેન્ટ કરી, ''જુઠા મને કહ્યું કે દાદી હોસ્પિટાલમાં છે,એટલે નહીં મળુ''...
નીચે દાદીએ લખ્યું, ''મનહુશ'' ઘેર આવ એટલે તારી વાત છે, ''રોયા''...

@@@@@

ચંપા : આપણા બાથરૂમમાં પડદા લગાવી દો. નવો પાડોશી મને જોવાની કોશિશ કરે છે.
ચંપક : એકવાર તને જોઇ લેવા દે. પછી તે પોતે જ તેના રૂમમાં પડદા લગાવી દેશે!

@@@@@

પરણેલી મહિલા તેના પતિ સાથે નવા ઘરમાં આવી!!!

નવી પરણેલી યુવતી તેના પતિ સાથે નવા ઘરે રહેવા માટે આવી...!!!
તેણીએ આવતાની સાથે જ એક નાનું બોક્ષ માળિયા પર રાખતા તેના પતિ ને કહ્યું કે આ બોક્ષને અડવાનું નહીં,
તમારે મારી માતાએ ખાસ મારા માટે આ મોક્લ્યું છે...
પતિ ડાહ્યો હતો...
એને એમ લાગ્યુ કે જરૂર કંઇક અગત્યનું હશે...
એટલે વધારે કાંઇ પૂછ્યુ નહિં...!!!
અને આમ ને આમ વર્ષોનાં વર્ષો ચાલ્યા ગયા....
૫૦ વર્ષ સુધી પતિ એ તો તે બોક્ષને અડી પણ નહીં...
આ બાજુ પત્ની પણ ઘરડી થઇ ગઈ હતી...
અને મૃત્યુ નજીક આવતાં એ મરણ-પથારી એ પડી હતી..
એક દિવસ જ્યારે પતિ ઘરની વસ્તુઓ બરાબર ગોઠવતો હતો ત્યારે અચાનક પેલું બોક્ષ તેના ધ્યાનમાં આવ્યું...!!!
અને તેણે વિચાર્યું કે આ બોક્ષમાં જરૂર કઈક મહત્વનું તો હશે જ... એટલે તેણે પત્નીની પરવાનગી લઈને એ બોક્ષ પત્નીની પાસે લઇ આવ્યો...!!!
તેણે જ્યારે બોક્ષને ખોલ્યું તો તેની અંદરથી ૨ સ્વેટર અને રૂ.૨,૮૨,૫૦૦ નીકળ્યા...!!!
તે આ જોઈને આશ્ચર્ય પામ્યો અને પત્નીને બોક્ષ વિશે પૂછ્યું...
પત્નીએ કહ્યુ,"જ્યારે હું પરણીને સૌપ્રથમ આ ઘરમાં આવી ત્યારે મારા મમ્મીએ આ બોક્ષ મને આપેલ,એમા સ્વેટર ગૂંથવા માટે ઊન અને એનો સામાન છે.
મારી મમ્મીએ કહ્યું હતું કે"તું જ્યારે જ્યારે તારા પતિથી નિરાશ થઇ જાય અથવા એમના પર ગુસ્સો આવે ત્યારે તું સ્વેટર બનાવવા લાગજે, જે તારી હતાશા ને દુર કરશે..."
પેલો પતિ તો એકદમ દિલગીર થઈ ગયો...
એણે જોયું કે બોક્ષમાં તો માત્ર બેજ સ્વેટર હતા...
એટલે ગળગળો થઇને ધીમેથી બોલ્યો,"છેલ્લા ૫૦ વર્ષમાં તેં બે જ સ્વેટર બનાવ્યા...!!!"
“પણ આ રૂ.૨,૮૨,૫૦૦ કેમ અહિં છે?”
પત્નીએ કહ્યું,“અરે એ તો અત્યાર સુધીમાં જેટલા સ્વેટર વેંચ્યા તેના છે...!!!"

@@@@@

પિતા : દીકરી મોટી થઇને શું કરીશ?
દીકરી : લગ્ન.
પિતા : ખોટી વાત. અત્યારથી કોઇનુ ખરાબ ન વિચારાય.