ક્યારેક કોઇ પ્રસંગ જોઇએ ત્યારે આપણે તેના ઉપર વિચાર કરીએ છીએ, એક પ્રકારની લાગણી ઉદભવે છે આવી લાગણીઓ વ્યક્ત કરતા આ બ્લોગમાં આપનું હાર્દીક સ્વાગત છે. આ બ્લોગમાં આપના વિચારો આવકાર્ય છે. આપ મને મેઇલ કરી શકો છે.email: aheensolanki@gmail.com,solankideepakn@gmail.com.::: http://solankideepakn.wordpress.com/
18 June 2009
વૃધ્ધ વ્યક્તિની વ્યથા
એક દિવસ હું અમદાવાદથી ધંધુકા ટ્રેનમાં જતો હતો, એક વૃધ્ધ વ્યક્તિ ફેરી કરવા નિક્ળ્યો, ટ્રેનમાં ખૂબ જ ભીડ હતી, પગ મુકવાની પણ જગ્યા નહોતી, તેવામાં તે દાદાએ જગ્યા કરવા માટે બુમ પાડી કે ભાઇ થોડી જગ્યા કરો ને ! તેવામાં એક દૂર ઉભેલા વ્યક્તિએ ક્હયુ કે આવાને આવા કેટલા ચડી આવે છે, વગર ટીકીટે લોકોને નડવા માટે આવી ચડે છે, આવી વ્યક્તિને ચાલુ ટ્રેને બહાર ફેકી દેવી જોઇએ, દાદા કાંઇ પણ બોલ્યા વગર પોતાનો ધંધો ચાલુ રાખ્યો, જ્યારે તેઓ ફ્રિ પડ્યા ત્યારે તે ભાઇ પાસે ગયા અને કહ્યુ, "ભાઇ તને અમે નડતર રુપ લાગીએ છીએ, અમારા દીકરાને પણ અમે નડતર રૃપ લાગ્યા અને ઘરની બહાર કાઢી મુક્યા અને હવે તમે ટ્રેનની બહાર કાઢી મૂકો, ધેર ઝૂપડામાં મારી વૃધ્ધ પત્નિ મારી રાહ જોતી હશે આજે જે કાંઇ 25-50 રુ. મળશે તે લઇને ઘેર જઇશ ત્યારે તે કાચુ પાકુ રાંધશે અને અમો ખાવા ભેગા થઇશું, આ ઉંમરે જાતે કમાઇને ખાઇએ તે પણ તમને નથી ગમતું અન રહી વાત વગર ટીકીટે મુસાફરી કરવાની તો ભાઇ મારી પાસે બોટાદ સુધી ની ટીકીટ તો છે જ. હુ કદી વગર ટીકીટે ટ્રેનમાં ચડતો નથી" લગ ભગ આ વાત પુરી થઈ અને ટીટી આવ્યો પેલા ભાઇ પાસે ટીકીટ માંગી પણ તે ભાઇ પાસે જ ટીકીટ નહોતી !!!!! લોકો દાદાની સામે અને પેલા ભાઇની સામે જોઇ જ રહ્યા....
Subscribe to:
Posts (Atom)