30 May 2010

માય ફ્રેન્ડ

ઘરે આવેલા મારા કઝીને રશ્મિ વિશે વાત કરી.
રશ્મિના વિચારોએ મનને કોલેજ સમયમાં મોકલી દીધું.
વર્ષ 1996, અમદાવાદમાં મામાના ઘરે રહીને કોલેજ કરતો હતો. અહીંનું વાતાવરણ એવું હતું કે હું હંમેશા મુંજાયેલો રહેતો, કારણ કે મારું બાળપણ ગામડામાં વિત્યુ હતું અને શહેરનું વાતાવરણ મને સેટ થતું નહોતું, અહીં નહોતા કોઇ મિત્ર કે નહોતું મારી મુંજાયેલા યૌવનના તરવળાટને જાણનારું. મન ક્યાય લાગતું નહોતું. દોડીને વારંવાર ગામડે જવાનું મન થયા કરતું. મન ન લાગતુ હોવાથી ભણવામાં કોઇ ભલીવાર આવતો નહોતો. બાળપણમાં હંમેશા પહેલા નંબરે પાસ થનારો હું અહીં આવીને માંડમાંડ પાસ થતો... સગાના ઘરે અનેક બંધનો વચ્ચે રહેતો. જાણે કે આઝાદ પંક્ષીને પાંજરામાં પુરી દીધું હોય. પાંજરામાં આપણે પક્ષીને દરેક પ્રકારનું સુવિધાઓ આપીએ છતાં તે પોતાની આઝાદ જિદંગીમાં જેટલું સુખી હોય તેટલુ પાંજરામાં તો ન જ હોય અને જો હોય તો તેને પાંજરામાં પુરવાની જરુરીયાત રહે નહીં. જો તેને પસંદ હોય તેને આઝાદ કરતા ઉડીને ભાગી ન જાય તે પાછું પાંજરામાં જ જતુ રહે... અને આથી જ હું અમદાવાદમાં રહેતો હતો પરંતુ મન તો વારંવાર ગામડે ભાગી જતું હતું... ખેર આમને આમ એક વર્ષ પુરુ થયું. કોલેજનું બીજુ વર્ષ ચાલુ થયું. બાજુના મકાનમાં રહેતા ભાડુઆત મકાન ખાલી કરીને જવાની તૈયારી કરી રહ્યા હતાં. તપાસ કરતા જાણવા મળ્યુ કે મકાન માલિક પોતે અહીં રહેવા આવે છે... થોડા દિવસો પછી ભાડુઆત મકાન ખાલી કરીને જતા રહ્યા અને મકાન માલિક પોતે રહેવા આવી ગયાં. વાતો વાતો માં જાણવા મળ્યું કે બાજુમાં રહેવા આવેલા મકાન માલિકને ત્રણ છોકરીઓ છે જેમાની સૌથી નાની ગુજરાતી ફિલ્મમાં હિરોઇન છે... હું પહેલેથી જ શરમાળ હતો આથી ક્યારેય કોઇ છોકરી સામે આંખ ઉઠાવીને જોયું નહોતું. વળી ગામડામાં રહેલો હોવાથી મનમાં એક ગ્રંથી હતી કે છોકરીઓ સાથે વાતો ન કરાય. બીજું કે શારિરીક બાંધો પણ એવો કે પહેલાથી જ લઘુતા ગ્રંથી બંધાઇ ગઇ હતી કે મને કોઇ છોકરી પસંદ જ ન કરે... બાજુમાં મકાન માલિક રહેવા આવ્યાના લગભગ એકાદ મહિનો થઇ ગયો હતો છતાં ક્યારેય તેમની સાથે કે તેમની છોકરીઓ સાથે કે છોકરા સાથે વાત કરી નહોંતી. અને મામાની બીક પણ એટલી હતી કે તેમની સાથે વાત કરવાની મારી હિંમત જ નહોતી..
એક સવારે બહાર વાંચતો હતો. બાજુમાં રહેવા આવેલી છોકરી કે જે હિરોઇન હતી તે ઘરકામ કરતી કરતી બહાર આવીને મારી સામે સ્માઇલ કર્યું. પરંતુ મને વિશ્વાસ ન આવ્યો કે તે મારી સામે જ હસે છે.. આથી માંથુ નીચુ કરીને વાંચવામાં મન પરોવા લાગ્યો..
બીજા દિવસે વળી એજ ક્રમ આ વખતે સ્માઇલ કહ્યુ
‘ગુડ મોર્નિંગ’
મેં આજુબાજુ જોયું કોઇ હતું નહીં આથી ખાત્રી થઇ કે મને જ કહે છે... મેં પણ તેને સ્માઇલ સાથે આવકારતા કહ્યું.
‘વેરી ગુડમોર્નિંગ’
અને આમ ધીમે ધીમે... સ્માઇલમાંથી ગુડ મોર્નિંગ અને ગુડ મોર્નિગમાંથી ક્યારે ફ્રેન્ડશીપ થઇ તેની ખબર જ ન રહી. ધીમે ધીમે ફ્રેન્ડશીપ વધતી ગઇ., જેમ જેમ ફ્રેન્ડશીપ વધતી ગઇ તેમ તેમ એકબીજાના મન એકબીજા સામે ખૂલતા ગયા. ગુડ મોર્નિંગનો દરરોજનો ક્રમ થઇ ગયો.
ધીમે ધીમે રશ્મિના ઘરે બેસવા જવાનુ ચાલુ કર્યુ. તેની સાથે વાતો કરવાનો ક્રમ દરરોજનો થઇ ગયો. રશ્મિ સાથે હોય ત્યારે કલાકો ક્યા વિતી જતા તેની ખબર પડતી નહોતી. અને ખેર આવ્યા બાદ કલાક કેમ પસાર કરવો તે સમજાતુ નહોતું.
દુઃખની બાબત તો એ હતી કે તે બાજુમાં જ રહેતી હોવા છતાં મામા-મામીની બીકના લીધે વાતો પણ કરી શકતા નહીં. તેની સાથે વાતો કરવા માટે કે મળવા માટે કોઇ ઘેર ન હોય તેવો સમય પસંદ કરવો પડતો. જે ભાગ્યેજ મળતો કારણ કે મામી પૂરા દિવસ ઘેર જ રહેતા હતાં. આથી મોટા ભાગે કોલેજ જતાં પહેલા કોલેજનું નામ દઇને વહેલો નિકળીને કે કોલેજથી વહેલા છૂટીને સીધો જ કોઇ જોઇ ન જાય તે રીતે તેના ઘેર મળવા જતો રહેતો. આમને આમ ફ્રેન્ડશીમ વધતી ગઇ.
હા એક વાત ચોક્કસ હતી કે તેના પ્રત્યે ક્યારેય આજ સુધી ખોટા વિચારો આવ્યા નથી. એ સમયે પણ ફ્રેન્ડથી આગળ અમો કોઇ પણ રીતે વધ્યા નહોતા. ક્યારેક તેના ઘેર એકલા હોઇએ તો પણ ચોક્કસ અંતર રાખીને જ બેસતા. કોઇ દિવસ તેને સ્પર્ષ પણ કર્યો ન હતો.
તે તેના ફિલ્મલાઇનના અનુભવો કહેતી અને હું મારા ગામડાની વાતો કરતો.
‘મને અમદાવાદમાં જરાય ફાવતુ નથી.’ મેં કહ્યુ.
‘કેમ?’ રશ્મિએ પુછ્યુ.
‘બસ એમજ ખબર નથી પડતી પરંતુ મારો જીવ મુંજાયા કરે છે. કોઇ જેલમાં બંધ હોવ તેવો અહેસાસ થયા કરે છે. મારી પોતાની કોઇ જિંદગી જ નથી. લોકોને ખુશ રાખવા લોકો જેમ કહે તેમ કરવાનું’ મેં મારી હૈયા વરાળ કાઢતા કહ્યું.

શહેરમાં નથી ફાવતું, ભણવામાં મન નથી લાગતુ આ બધા અમારા વાતોના વિષયો હતાં. કોઇ દિવસ અમોએ મર્યાદા ઓળંગીને વાતો પણ કરી નહોતી. એક ભાઇ-બહેન જેવા નિર્મળ સંબંધો હતા. ક્યારેય મામા-મામીએ પણ અમારા સંબંધો વિશે ચર્ચા કરી નહોતી. પરંતુ ગમે તે કારણે મને તેમની બીક લાગતી હતી. કદાચ તેમના ઘરે રહેતો હોવાથી પણ હોઇ શકે. કદાચ તેમને ખોટું લાગશે તેવી બીક હતી.
એક દિવસ ચર્ચામાં અને ચર્ચામાં લગ્નની વાત નીકળી.
‘તુ લગ્ન કેમ કરી લેતી નથી.’ મેં પૂછ્યું
‘બસ, અત્યારે તો મારી કેરીયર પર ધ્યાન આપવા માંગુ છું.’ રશ્મિએ કહ્યું.
‘આપણા સમાજમાં હિરોઇનને કોઇ સ્વિકારવી તૈયાર નહીં થાય’ મેં કહ્યું.
‘તારી અત્યારે ઉંમર છે, તારુ યૌવન તારી સાથે છે. અત્યારે લગ્ન કરી લઇશ તો સારો મુરતીયો મળી જશે.’ વાતને આગળ વધારતાં મેં કહ્યું.
રશ્મિએ કહ્યું. ‘નહીં હાલમાં તો મારે કેરીયર બનાવવી છે. લગ્ન કરી લીધા પછી મને ફિલ્મ લાઇનમાં કોઇ કામ નહીં મળે. ’
વાતનો દોર આગળ વધતો ગયો. આજે રશ્મિ પુરા દિલથી ખૂલી હતી.
‘અને બીજી વાત એ કે મને જે છોકરો ગમે છે તેને કદાચ હું નથી ગમતી. ’ રશ્મિએ વાતનો દોર આગળ વધારતા કહ્યું.
‘કોણ છે એ નશીબદાર કે જેને તે પસંદ કર્યો છે. ’ મેં પુછ્યુ.
‘હિતેશ કનોડિયા, મારી પહેલી ફિલ્મનો હિરો ’ રશ્મિએ શરમાતા જવાબ આપ્યો.
હું મનમાં સમજી ગયો કે આ એક તરફી પ્રેમ છે. તેની સાથેનું પહેલુ ફિલ્મ હતું અને કદાચ તેની સાથે કામ કરતા કરતાં આવો ભાવ ઉત્પન્ન થયો હશે. આ પછી હિતેશ કનોડિયા સાથે બીજી કોઇ ફિલ્મ આવી ન હતી જ્યારે સામી બાજુ હિતેનશ કનોડિયા એક જાણિતા આર્ટિસ્ટનો પુત્ર હોવાથી તેને તો ઘણી હિરોઇન સાથે અનેક ફિલ્મમાં કામ કરવાનું મળતું હતું. એટલે કદાચ તે તો રશ્મિને ભૂલી પણ ગયો હતો. જેનું રશ્મિને ખૂબ દુઃખ હતું.
અમારી વાતો આગળ વધી.
‘મારી એક વાત યાદ રાખજે. જ્યારે તારી પાસે યૌવન નહીં હોય કે તારી પાસે કોઇ કામ નહીં હોય પૈસા નહીં હોય ત્યારે તને કોઇ યાદ નહીં કરે અને આવા સમયે પોતાના પતિ જેવી હૂફ કોઇ નહીં આપી શકે.’ મેં ન જાણે ક્યાંથી મનમાં આવી ગયેલી ફિલોસોફી તેની આગળ રજુ કરી.


મારી ફિલોસોફીની તેના મન પર કોઇ અસર થઇ હોય તેવુ લાગ્યુ નહીં.
રસ્મિએ કહ્યુ. ‘મારુ નવુ ફિલ્મ આવી રહ્યુ છે. ’
હુ સમજી ગયો કે તેને મારી ફિલોસોફી ભરી વાતોમાં રસ નથી તે ફિલ્મલાઇનની જાહોજહાલી તથા ભભકાથી એવી તો અંજાઇ ગઇ હતી કે તેને બીજુ કાંઇ જ દેખાતુ નહોતુ. તેનુ યૌવન અને ફિલ્મ લાઇન તેને બે-પાંચ વર્ષથી વધારે સાથ આપે તેમ મને જણાતુ નહોતું.. અમે વાતોનો દોર બદલીને તેના નવા આવી રહેલા ફિલ્મના વાર્તા તથા શુટીંગ કેવી રીતે થાય છે તે બાબતોને અમારો વિષય બનાવી વાતો ચાલુ રાખી. પરંતુ મારા મનમાં તો તેના ભવિષ્ય વિશે ગડમથલ ચાલુ જ હતી. કારણ કે મારી ઉંમર વડીલો જેમ વિચારી શકવાની નહોતી પરંતુ પેપરો અનેક કિસ્સાઓ વાંચ્યા હતા તેની અસર મારા મનમાં હતી અને હું જાણતો હતો કે તેના રુપના લીધે જ લોકો તેની આગળ પાછલ ફરી રહ્યા હતા.
વર્ષો વિતી ગયા મારી કોલેજ પુરી થઇ ગઇ. રશ્મિ તેની દુનિયામાં ખોવાઇ ગઇ ક્યારે ક્યારેક ગુજરાતી ચેનલો જોતો ત્યારે કોઇક સિરિયલમાં તે દેખાઇ જતી. ત્યારે આનંદ થતો કે હજુ પણ તે આ લાઇનમાં ટકી રહી છે. મારી ધારણા કરતા પણ વધારે સમય.. અમારી વચ્ચે બોલવા ચાલવાની સંબંધો ધીરે ધીરે ઓછા થઇ રહ્યા હતા. હુ કોલેજ પુરી કરીને ગામડે જતો રહ્યો હતો. તેના કોઇ દિવસ ફોન ન આવતો હું ફોન કરુ તો વાતો થતી આથી મને પણ લાગ્યુ કે મારે પણ સંબંધ ઓછા કરી નાખવા જોઇએ કારણ કે કોઇ દિવસ એકતરફી સંબંધો ટકતા નથી. તેના ભવિષ્યની સુખકામના ઇચ્છીને મેં પણ ફોન કરવાનુ બંધ કર્યુ. અને અમારા સંબંધોનો અણધાર્યો અંત આવ્યો પણ એક સારા ફેન્ડતરીકે મનના ખૂણાં માં આજે પણ તે અંકબંધ છે.
ક્યારેક ક્યારેક મામાના ઘરે જવાનું થતું ત્યારે તેના વિશે કોઇક વાતો જાણવા મળતી ક્યારેક મળી પણ જતી પરંતુ 2-5 મિનિટ માટે જ એટલે કેમ છે, મજામા બસ એટલી જ વાતો થતી. થોડા સમય પછી તેની સગાઇ અને ત્યારબાદ તેના લગ્નના સમાચાર મળ્યા આનંદ થયો પરંતુ દુખ એ બાબતનું થયું કે મને યાદ ન કર્યો.. છતાં મનમાં તેને લગ્નની શુભકામના આપી. થોડા સમય પછી જાણવા મળ્યુ કે લગ્ન કર્યો તે છોકરો સોસાયટીમાં રહેતો હતો. હું પણ તે છોકરાને સારી રીતે ઓળખતો હતો... દીલથી તે છોકરો સારો હતો.
ધીમે ધીમે હું મારી જિંદગીમાં સેટ થઇ ગયો. મારી અને રશ્મિ વચ્ચે લગભગ હવે કોઇ જાત સંબંધો રહ્યા ન હતા. જિંદગીના એક ખૂણામાં તેની ફ્રેન્ડશીપ સચવાયેલી પડી હતી. ક્યારેક ક્યારે મારા પત્નિ સાથે વાતો કરતા કોલેજની વાતોમાં તેની વાતો આવી જતી. અથવા તો કોઇ સીરીયલમાં તેને જોતા ત્યારે તેની વાતો નિકળતી…
રશ્મિ પોતાની લાઇફમાં સુખી છે કે દુખી તે કોઇ જાતના સમાચાર મળતા નહોતા. મેં ક્યારેય તે જાણવા પણ પ્રયત્ન કર્યો નહોતો.. તેનો ફોન નંબર પણ મારી પાસે રહ્યો ન હતો. લગભગ તેને ભૂલી ગયો હતો….
‘રશ્મિના ડિવોર્સ થઇ ગયો.’ મારા કઝીન પ્રણવે કહ્યું.
‘તેણે તો લગભગ પ્રેમ લગ્ન કર્યા હતા ને !’ મેં કહ્યું.
‘હા પ્રેમ લગ્ન અને અરેન્જ મેરેજ બન્ને હતા.’ પ્રણવે કહ્યું.
‘પ્રેમ લગ્ન અને અરેન્જ મેરેજ હોવા છતા શુ વાંધો પડ્યો. ’ મેં રશ્મિ વિશે વધુ માહિતી મેળવવા કહ્યું.
‘એ તો નથી ખબર પણ ઘરમાં કામની બાબતમાં વાંધ પડતા હશે.’ પ્રણવે અસ્પષ્ટ રીતે કહ્યું.
હું પાછો ભૂતકાળમાં ખોવાઇ ગયો. જ્યારે તેને ફિલ્મલાઇનમાં કામ મળી રહ્યું હતું ત્યારે પણ તેને મેં ઘરમાં રસોઇ બનાવતા, ઘરનું દરેક કામ કરતા જોઇ હતી. મારી સામે આપેલુ પહેલુ સ્માઇલ પણ તેને કચરો વાળતા વાળતા જ આપેલું. ત્યારે મને વિચાર આવેલો કે આ હિરોઇન છે અને કચરો વાળે છે.. પણ ખેર મને ક્યારેય એવુ લાગ્યુ નહોતું કે તેને ઘરનું કામ કરવામાં કંટાળો આવતો હોય. તેને ફિલ્મના શૂટીંગમાં જવાનું હોય તો પણ તે ઘરનું કામ કરીને જતી.. તો પછી ઘરના કામની બાબતમાં છૂટાછેડા થાય તે મને માન્યામાં નહોતું આવતું.
‘તો શું હવે રશ્મિ ઘરે છે’ મેં પૂછ્યું.
‘હા તો હવે બીજુ શું કરે.’ પ્રણવે કહ્યું.
તેની સાથે મેરેજ કર્યા હતા તે છોકરાને પણ હું સારી રીતે જાણતો હતો તે એક સારી વ્યક્તિ હતી. સોસાયટીમાં દરેક નાના મોટા છોકરાઓ સાથે તે હળીમળીને રહેતો. સ્વભાવ પણ સારો હતો. હું ગમે ત્યારે તેના ઘર આગળથી નિકળતો તો પ્રેમથી બોલવતો. આમ મારી નજરે તો પતિ પત્નિ બને સારા હતા… સમજુ હતાં . પણ ડિવોર્સનું કારણ સમજાતુ નહોતું. પ્રણવે આપેલુ કારણ ગળે ઉતરતુ નહોતુ. હું મુંજાયો કે મારે સાચી વાત જાણવી શી રીતે..
પછી વિચાર્યુ કે મારે શું જે થવુ હોય તે થાય . મારે તેની પર્શનલ લાઇફથી દૂર રહેવુ જોઇએ. તો વળી દિલના એકાદ ખૂણામાંથી અવાજ ઉઠતો કે એક ફ્રેન્ડ તરીકે સાચી વાત જાણવી જોઇએ… પરંતુ આખરે મેં નક્કિ કહ્યું કે આ બાબતે હું કોઇ જાતની ચર્ચા કે સાચી વાત જાણવા પ્રયત્ન નહીં કરું કારણ કે રશ્મિ તે તેની પર્શનલ બાબત હતી. અને હવે તેની પર્શનલ લાઇફમાં માથું મારવા જેવી અમારી ફ્રેન્ડશીપ રહી નહોતી.
સમય વિતતો ગયો. આ વાતને પણ એકાદ વર્ષ વિતી ગયું. મેં હવે લગભગ રશ્મિ વિશે વિચારવાનું જ બંધ કરી દીધુ હતું.
એક દિવસ ફરીથી પ્રણવ મળ્યો.
‘રશ્મિ ઘરેથી ભાગી ગઇ.’ પ્રણવે રશ્મિ વિશે સામેથી માહિતી આપતા કહ્યું.
‘કેમ’ મેં પૂછ્યુ.
‘ઘરનાએ ભેગા થઇને રશ્મિને માર માર્યો અને તે ભાગી ગઇ.’ પ્રણવે કહ્યું.
મને તેની વાતમા્ં વિશ્વાસ ન આવ્યો…
મેં આગળ વાતો જાણવા પ્રયત્ન કર્યો પરંતુ પ્રણવ આનાથી વધારે કાંઇ જાણતો નહોતો.
હું મનમાં વિચારવા લાગ્યો કે શું થયું હશે… કેમ ભાગી ગઇ હશે. પ્રણવ ખરેખર સાચુ બોલતો હશે કે ખોટું. મનમાં થયું કે વાતમાં કાંઇ હશે નહીં પણ સાંભળેલી વાતનું વતેસર થયુ હશે… ખેર જે હોય તે મેં નક્કી કર્યું કે હવે મારે આ બાબતે તપાસ કરવી પડશે.
મેં મારી પત્નીને વાત કરી.
‘ સાંભળ્યું પ્રણવ કહેતો હતો કે રશ્મિને ઘરના લોકોએ માર માર્યો એટલે ઘરેથી ભાગી ગઇ.’ મેં મારી પત્નિને કહ્યું.
મારી પત્નિએ આપેલા જવાબથી હું વિચારમાં પડી ગયો. કે હવે શું કરવુ…

મારી પત્નીએ વાત સાંભળીને કહ્યુ. 'તમારે પુરી વાત જાણવી જોઇએ. જો તેને તકલીફ હોય તો આપણા ઘરે લઇ આવવો.'
મને મારી પત્ની ઉપર ખૂબ જ માન થઇ આવ્યુ. મારી અને રશ્મિની ફ્રેન્ડશીપ વિશે જાણવા છતા એ સ્ત્રી બીજી સ્ત્રીને આવા સંજોગોમાં મદદ કરવા તૈયાર થાય તે વિચાર્યુ નહોતું. મનમાં મારી જાતને ભાગ્યશાળી માની કે મને આટલી સમજુ પત્ની મળી.

પણ મેં વિચાર્યુ કે આ બધુ બોલવુ સારુ લાગે પરંતુ જ્યારે ખરેખર એ પરિસ્થિતી અમલમાં આવે તો અમારા સમાજમાં મોટો હોબાળો થાય તેમ હતુ. વળી સૌ પ્રથમતો મારા માતા-પિતાનો જ વિરોધનો સામનો કરવો પડે. આવા સંજોગોના લીધી મેં વિચાર્યુ કે એક ફ્રેન્ડ ઘરથી આ બધા મામલાને દૂર રાખીને સુલજાવવા પ્રયત્ન કરવો.

આમને આમ દિવસો વિતતા ગયા રશ્મિનો કોઇ અતો પતો ન મળ્યો.
પરંતુ મેં અંદરખાને બધી વાતો જાણવાનો પ્રયત્ન કર્યો તેમા થોડા ઘણા અંશે સફળ થયો.

વાત જાણે એમ બનેલી કે રશ્મિના લગ્ન થઇ ગયા બાદ તેના મા-બાપની આર્થિક પરિસ્થિતી ખરાબ થઇ ગઇ. કારણ કે ઘરનો આર્થિક આધાર રશ્મિ હતી.
રશ્મિનુ સાસરુ અને પિયર એક જ સોસાયટીમાં હતુ. આથી રશ્મિ કલાક સાસરે તો નવરી પડે અને એકલી હોય ત્યારે પિયરમાં આવતી જતી રહેતી. મા-બાપની આર્થિક સ્થિતિ તેનાથી અજાણ ન હતી તે તથા તેનો પતિ બન્નેને તેના મા-બાપ સાથે સહાનભુતી હતી આથી જરુર મુજબ આર્થિક મદદ પણ કરતા રહેતા પરંતુ પહેલા રશ્મિ હિરોઇન હતી તે આવકમાં અને મદદની આવકમાં લાખગાડાના ફેર હતો. આથી ધીમે ધીમે મા-બાપે એવા ચક્રો ગતિમાન કર્યા કે તે ઘર સંસારમાં આગ લાગે અને બંને છૂટા પડે તો રશ્મિ પાછી ઘરે આવતી રહે અને જો એવુ થાય તો પહેલા જેમ રશ્મિની ફૂલ આવક આવતી થાય. આ માટે મા-બાપે પૂરા પ્રયત્નો કર્યા અને ધીમે ધીમે તેમને તેમા સફળતા મળી. આખરે રશ્મિની છૂટા છેડા થઇ ગયા. રશ્મિ પાછી પિયરમાં આવી ગઇ.

'બેટા તારો સમય પસાર કરવા માટે તુ ફરીથી ટીવી અને ફિલ્મની લાઇન કેમ જોઇન્ટ કરી નથી લેતી.' મા એ પોતાનો પાસો ફેકતા કહ્યુ.

'ના મા હવે એ લાઇન હુ ક્યારેય જોઇન્ટ નહીં કરુ કારણ કે મેં પ્રશાંતને લગ્ન વખતે વચન આપેલુ છે.' રશ્મિએ પોતાનો નિર્ણય જણાવ્યો.
'અરે બેટા હવે તો તારા છૂટા છેડા થઇ ગયા છે. અને પ્રશાંતને આપેલા વચનનુ કોઇ મહત્વ રહેતુ નથી.' માએ પોતાના પાસા અવળા પડતા જોઇને કહ્યુ.

'ના મા મેં વચન આપ્યુ તે આપ્યુ હું કોઇ પણ સંજોગોમાં એ લાઇન ફરીથી જોઇન્ટ નહીં જ કરુ.' રશ્મિએ દ્રઢતા પૂર્વક જણાવ્યુ.

આ પછી કેટલીએ વખત મા બાપે રશ્મિને સમજાવી જોઇ પણ રશ્મિ પોતાના વચનમાંથી છૂટવા તૈયાર ન થઇ તે ન જ થઇ. આખરે મા-બાપને લાગવા લાગ્યુ કે અમારા બધા પાસા અવડા પડ્યા. દિકરી જોડેથી પૈસા કમાવાની આશાએ તેનુ ઘર તોડાવ્યુ. પણ દિકરી કમાવાને બદલે ઉપરથી માથે પડી.. અને આ બધાનુ પરિણામે રશ્મિ અને તેના મા-બાપ વચ્ચે ઝગડા ચાલુ થઇ ગયા. અને એક દિવસે દરેકનો ગુસ્સો કાબુ બહાર જતો રહ્યો. મા-બાપે રશ્મિ ઉપર હાથ ઉપાડ્યો તો રશ્મિ પણ કાંઇ પાછી પડે તેમ નહોતી તેણે પણ ઘર છોડીને ચાલ્યા જવાનો નિર્ણય કર્યો.

રશ્મિ ઘર છોડીને નિકળી ગઇ.

'હવે મને આખી વાત સમયજાય છે. મારા ડિવોર્સ શા માટે થયા. મારા બા-બાપ શા માટે હંમેશા મને ચડામણી કરતા હતા.' રશ્મિ ચાલતા ચાલતા સ્વગત બબડી.

ફરતા ફરતા સુદરવન બગીચામાં આવી એક ઝાડના છાયાંમાં બેઠી. આંખો બંધ કરી. તેની સામે દ્રશ્યો ઝડપથી પસાર થઇ રહ્યા હતા.
તેનો પોતાની ભૂલ સમજાય હતી. મા-બાપ કેટલા સ્વાર્થિ નીકળ્યા તે પણ સમજાય ગયુ હતુ. પ્રશાંતને ડિવોર્સ આપી દીધા હતા. શુ કરવુ તે સમજાતુ નહોતુ.
તને પ્રશાંતની ખૂબ યાદ આવી રહી હતી. આખરે હિંમત કરીને પ્રશાંતને ફોન લગાવ્યો.
'પ્રશાંત હું રશ્મિ બોલુ છું.'
'તુ ? તે શા માટે ફોન કર્યો.? હવે આપણા વચ્ચે શો સંબંધ રહ્યો છે.' પ્રશાંતે ફોન ઉપર કહ્યુ.
'એવુ ન બોલ પ્રશાંત. મને મારી ભૂલ સમજાઇ છે. હું ખોટી રીતે મારા મા-બાપના કહેવામાં આવી ગઇ, આઇ. એમ. વેરી સોરી.' એ જે હોય તે પણ હવે આપણા ડિવોર્સ થઇ ગયા છે. અને તુ મને ફોન ન કર તેમાં જ તારી અને મારી ભલાઇ છે.' પ્રશાંતે ફોન મૂકી દેતા કહ્યુ.
રશ્મિએ ફરીથી ફોન લગાવ્યો.

'પ્લીઝ, પ્રશાંત તું ફક્ત મારી વાત સાંભળ,' રશ્મિએ રડતા રડતા કહ્યુ.

ફોન ઉપર રશ્મિએ પોતાની આપવિતી કહી, ઘરેથી માર મારવામાં આવ્યો અને પોતે ઘરેથી ભાગી ગઇ છે તથા એ છેલ્લી વાર ફક્ત માંફી માગવા જ ફોન કર્યો હતો તેમ જણાવ્યુ.

'મને માફ કરી દે, હવે પછીની મારી જિંદગીનો કોઇ ભરોસો નથી.' એમ કહીને રડતા રડતા ફોન મૂકી દીધો.

થોડી વારમાં રશ્મિના ફોનની રીંગ વાગી.
'રશ્મિ તુ ક્યા છે મારે તને મળવુ છે.' પ્રશાંતે કહ્યુ.
'શુ કરીશ મળીને ?' રશ્મિએ કહ્યુ.
'બસ એક વાર મળવુ છે. પ્લીઝ રશ્મિ મને કહે તુ ક્યા છે.' પ્રશાંતે દુખી સ્વરે કહ્યુ.
'આપણી કાયમી ફરવાની જગ્યા સુંદર વન...' ફોન કટ થઇ ગયો.
રશ્મિની આંખ ક્યારે મળી ગઇ તે ખબર ન રહી.
થોડી જ વારમાં પ્રશાંત સુંદરવનમાં હાજર થઇ ગયો.
રશ્મિને સુતેલી જોઇ રડી પડ્યો.
આંખોમાંથી આંસુને વહેવા દીધા. થોડીવારે એમને એમ બેસી રહ્યો નજર સામે સમાજ, મા-બાપ વગેરે તરવરવા લાગ્યુ. બધા પાસાનો વિચાર કર્યો. અને આખરે દ્રઢ નિર્ણય કર્યો અને સાથે લાવેલા ડિવોર્સ પેપરના કાગળ ફાડીને સળગાવી દીધા તથા મો ધોઇને સ્વસ્થ થયો.
હળવેથી રશ્મિને જગાડી
'ચાલ આપણા ઘરે જઇશુ, ઘણુ ફરી લીધુ આ સુંદરવનમાં આપણા ઘરે જવાનો સમય થઇ ગયો.' પ્રશાંતે રશ્મિને છાંતીએ ચાંપીને કહ્યુ.....

-----------------------------

વસ્તિગણતરી.....

કેબીનેટની મિટીંગમાં આખરે જાતિ આધારિત વસ્તિ ગણતરીનો નિર્ણય લેવાય ગયો....

દરેક વસ્તિગણતરીદારને કહેવામાં આવ્યુ કે આપ ફરીથી બધા મકાનોની તપાસ કરો અને જાતિઆધારિત વસ્તિગણતરીનુ વધારાનુ ફોર્મ ભરીને લાવો પછી જ આપનું કામ સબમીટ કરવામાં આવશે... આખુ વેકેશન બગાડીને, મો બગાડીને, 46 ડીગ્રી તાપમાનનો તડકો સહન કરીને, લોકોની ગાળો ખઇને માંડ માંડ કામ પુરુથવા આવ્યુ હતુ તે સમયે ફરીથી વટહૂકમ... ગણતરીદાર સરકારી નોકર આદેશ મળ્યો એટલે તેણે તો ગણવા જવુ જ પડે... આ બધા સાથે એસી કાર, વિમાન અને હેલિકોપ્ટરમાં ફરતા રાજકારણિઓને શી લેવા દેવા.. એમને તો બસ એક જ હતુ કે વસ્તીગણતરી જાતિ આધારે થાય તો લોકોની સેવા? કરવાની ખબર પડે ને..( ચૂટણી ટાણે મેવા ખાવાની,, સોગઠાબાજી ગઠવવાની ખબર પડેને પણ બધુ મનમા રાખવાનુ જાહેર નહી કરવાનુ નહીતો લોકોને ખબર પડી જશે કે જાતિઆધારીત વસ્તીગણતરી ચૂંટણી જીતવા માટેની સોગઠા બાજી ગોઠવવા માટે કરવામાં આવી છે... તમે કોઇને કહેતા નહીં આતો તમે મિત્રો છો એટલે તમને કહુ છું.. વાંચીને મનમાંથી કાઢી નાખજો..) વસ્તીગણતરીદાર ફરીથી પાછો સોસાયટીમાં દેખાયો..

'બા કોઇ ઘરે છે?' વસ્તીગણતરીદારે ઘરનો દરવાજો ખખડાવતા પૂછ્યુ.
'અરે, ભાઇ છેલ્લા એક મહિનાથી ધક્કા ખાવ છો તમને ખબર નથી મારો છોકરો નોકરી ઉપરથી રાત્રે 9 વાગે આવે્ છે.' બા છણકો કરતા કહ્યુ.
'સવારે કેટલા વાગે મળે.' ગણતરીદાર શિક્ષકે પૂછ્યુ.
'સવારે 7 વાગે નોકરી પર જાય છે.' બાએ કહ્યુ.
'સારુ ત્યારે હુ સવારે 7 વાગે આવીશ' શિક્ષકે ચાલતા ચાલતા કહ્યુ.
બીજા દિવસે સવારે 6.30 વાગે શિક્ષક ઘરનો દરવાજો ખખડાવે છે..

એ પેલો નવરીનો આવી ગયો લાગે છે બાએ બબડતા બબડતા શિક્ષક સાંભળે તેમ કહીને દરવાજો ખોલ્યો.

'હા બોલો તો શુ કામ હતુ તમારે ' બાના દિકરાએ તૈયાર થતા થતા પૂછ્યુ.
'કાંઇ નહીં તમારી જાત કઇ છે તે પૂછવા આવ્યો હતો.' શિક્ષકે ફોર્મ કાઢતા કહ્યુ.
'તારી તે જાતના મારુ... મારી જાત પૂછવા આવ્યો છે પહેલા એ તો બતાવ તારી કઇ જાત છે..' દિકરાએ ખીજાતા કહ્યુ.
અહે સર, આમ ખીજાઇને વાત કરો તે ન ચાલે,. સરે પેલા ભાઇને શાંત પડતા કહ્યુ.
'તો કઇ રીતે વાત કરાય.???, સવાર સવારમાં 6.30 વાગે આવીને મારી જાત પૂછો તો પછી ???' દિકરાએ ઉશ્કેરાતા કહ્યુ.
'અરે સાહેબ, સરકારને તમારી ચિંતા છે જાતિ આધારિત વસ્તી ગણતરી કરીને પછાત જાતીને સરકારી લાભો આપશે સરકારી કાયદા મુજબ તમારી ફરજ બને છે કે મને માહિતી આપવી જોઇએ...'

દિકરાનો મગજનો પારો આસમાને પહોંચી ગયો અને ધક્કો મારીને શિક્ષકને બહાર કાઢતા ક્હયુ.
'તારી તે .....(ગાળ) સરકારને જઇને કહે જે કે રોડ બનાવવા, પાણી પૂરુ પાડવા, ભાવ વધારો અંકુશમાં લેવા, ત્રાસવાદીને નાથવા, સોસાયટીનો ગટરનો પ્રશ્ન છેલ્લા 10 વર્ષથી ટલ્લે પડેલો છે તે ઉકેલવા કઇ જાતિના માણસો જોઇએ.... જા આ પ્રશ્ને માટે જે જાતીના માણસો જોઇતા હોય તે ની માહિતી પહેલા લઇ આવ પછી તારુ ફોર્મ ભરીને આપીશ... (ગાળ) આવાને આવા સરકારના ચમચાઓ હાલી નીકળ્યા છે.. જા નાલાયક'

શિક્ષક પોતાના સુપરવાઇઝર પાસે જઇને બધી વાત કરે છે..
સુપરવાઇઝર અને શિક્ષક બન્ને પોતાના અધિકારી જોડે જઇને બધી વાત કરે છે...
આખરે બધો મામલો સરકાર પાસે આવ્યો...
સરકારે શિક્ષક અને અધિકારીની વાત સાંભળીને કહ્યુ, 'આ માટે અમો એક કમિટીની નિર્ણૂંક કરીશુ અને એ કમિટી તપાસ કરશે કે પેલા ભાઇની જાતીનુ ફોર્મ ભરવાનુ શુ કરવુ.' ત્યાં સુધી તમો બીજા ફોર્મ ભરવાનુ ચાલુ કરો..

શિક્ષક બીજા ઘરે ત્રીજા ઘરે ફોર્મ ભરતો ભરતો પસાર થયો... એક સોસાયટીમાં 150 મકાનો હતા.. તેમાથી 50 ફોર્મ ભર્યા અને 100 ફોર્મ માટે કમિટીની રચના કરવામાં આવી...

કમીટીએ નિર્ણય કર્યો કે આ લોકો વોટ આપતા જ નથી.. અને માટે તેમની જાતી અંગેના ફોર્મ નહી ભરો તો ચાલશે....
(લેખ કાલ્પિનક છે.....)