એપ્રિલ ફૂલ
‘જીતુ આજે તો ચાલ ક્યાંક ફરવા જઇએ.’ , મયંકે જીતુની પીઠ પર ધબ્બો મારીને કહ્યુ.
‘ક્યાં જઇશું?’ જીતુએ પુછ્યુ.
‘અરે મને ખબર હોત તો હુ તને થોડી પુછત...’ મંયકે કહ્યુ.
મયંક ચાર મહિના
પહેલા સી.એ. તરીકે એપોઇમેન્ટ થયેલો અને
દિલ્હીથી આવેલો હતો.
‘તુ અમદાવાદના રસ્તાથી અજાણ્યે હશે. પણ અમદાવાદના
જોવાલાય્ક સ્થળ વિશે તો સાંભળ્યુ જ હશે ને.’ જીતુએ મંયકને કહ્યુ.
મયંકઃ ‘હા, સ્થળના નામ તો જાણુ છું પણ ક્યાં સ્થળને
પ્રાયોરીટી આપવી તે થોડીને મને ખબર હોય.’
આમ તો મંયક
અમદાવાદની બાજુમાં આવેલા ધોળકાનો વતની હતો પણ ભણીગણીને સીએ થયા પછી દિલ્હી જોબ
મળતા પાંચ વર્ષથી ત્યાં જોબ કરી રહ્યો હતો. પણ પિતાના અવસાન બાદ ઘરની બધી જ
જવાબદારી મયંક ઉપર આવતા દિલ્હીનો ઉચો પગાર છોડી વતન પરત ફરવુ પડેલું. ઘરમાં મા તથા
એક બહેન હતી. બહેન પણ જુવાન થઇ ગઇ હતી પણ હજુ સુધી તેનુ વેવિશાળ પણ થયુ નહોતુ.
પિતા એક પ્રાઇવેટ કંપનીમાં પટ્ટાવાળા હતા પણ છોકરાઓને ભણાવી ગણાવીને ઉચી પોસ્ટ પર
નોકરી અપાવવામાં સફળ થયા હતા. બહેન બી.કોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. પિતાનું
એક એક્સીડન્ટમાં અચાનક થયેલા અવસાનથી મયંકના માથે બધી જવાબદારી આવી પડી, પિતાનુ
અવસાન ચાલુ નોકરી દરમ્યાન થયુ હતુ. પિતાના અવસાનના સમચાર પણ કંપની તરફથી મયંકને
મળ્યા હતો. કંપનીના ચેરમેને મયંકની
પર્શનલી બોલાવી બધી વાત કરી જોઇતી મદદ કરી અને બધા ક્રિયા કર્મ પતી જાય પછી
પર્શનલી મળવાનુ પણ કહ્યુ હતુ અને એકાઉન્ટટને બોલાવી કહ્યુ.
‘મયંકભાઇને પચાસ હજાર રૃ રોકડા આપો અને એક દોઢલાખનો
ચેક લખી આપો. તથા તેમને જે કાંઇ જરુરીયાત હોય તે પુરી કરજો.’
‘અરે સાહેબ જે થવાનુ હતુ તે થઇ ગયુ કદાચ પપ્પનુ મોત
આવી રીતે લખાયુ હશે. તમોએ અમારા માટે ઘણુ કર્યુ છે. હુ આપનો આભારી છું.’ મયંક લગભગ રડવા જેવો થઇને બોલેલો.
પિતાના અવસાનને
મહિનો વિતી ગયો. મન થોડુક શાંત થયુ. ઓફિસથી ચેરમેનનો પણ બે ત્રણ ફોન એક મહિનામાં આવી
ગયા. પોતાને ત્યાં ખાલી પડેલી સીએની જગ્યા ઉપર એપોઇમેન્ટ આપવા માંગે છે જો તેની
ઇચ્છા અહી રહીને નોકરી કરવાની હોય તો એમ વાત કરેલી.
મયંકના માથે
જવાબદારી આવી પડી હતી. દિલ્હીથી બહેન અને બાનુ ધ્યાન રાખવુ મુશ્કેલ હતુ. આથી અહી જ
રહીને નોકરી કરવાનુ નક્કી કર્યુ. ચેરમેનને પોતાની ઇચ્છા જણાવી દીધી. ચેરમેને તરત જ
એપોઇમેન્ટ લેટર મોકલી આપ્યો.
નોકરીના ચાર
મહિના થઇ ગયો હતા. અને પિતાના અવસાનનો આઠ.
પિતાના અવસાનનુ
દુખ ધીમે ધીમે ભૂલાઇ રહ્યુ હતુ. તો બીજી બાજુ બહેન મોટી થઇ રહી હતી તેના લગ્નની
ચિંતા કોરી ખાતી હતી.
‘રચના અહી આવતો., ’ મયંકે પોતાની બહેનને પાસે બોલાવી.
‘બહેન આમ તો હવે તુ નાની નથી. અને તારુ બી.કોમ પણ પુરુ
થઇ જવા આવ્યુ છે. પપ્પાની અતિંમ ઇચ્છા તારા લગ્ન હતી. મને પણ તારા લગ્નની ચિંતા
થાય છે. જો તે કોઇ છોકરો પસંદ કર્યો હોય તો કહે નહિ તો પછી હુ મારી રીતે છોકરા
શોધવાનુ ચાલુ કરુ.’ મયંકે બહેનના
માથે હાથ ફેરવી કહ્યુ.
‘ના ભાઇ એવુ કાંઇ નથી. પહેલા તમારા લગ્ન થાય પછી જ
મારા વિશે વિચારજો અને આમેય મારે હજુ ભણવાનુ બાકી છે એમ.બી.એ કરવુ છે..’ રચનાએ ભાઇનો હાથ પકડીને કહ્યુ.
‘હા બેટા રચના સાચુ જ કહે છે..’ ખુરશીમાં બેઠેલા બા વચ્ચે જ બોલી ઉઠ્યા.
મારી કોઇ ચિંતા
ન કરતા બા, મયંકે કહ્યુ.
બેટા તને વાંધો
ન હોય તો આપણા જ ગામના દયાશંકરની દિકરી એમ, કોમ કરેલી છે દયાશંકરભાઇ તારા પપ્પાને
મળીને તારા માટે માંગુ લાવ્યા હતા પણ વાત આગળ વધે તે પહેલા તારા પપ્પાનુ ..... બા
થી પોક મુકાઇ ગઇ.
‘બા... રડ નહી.’, મયંકે અને રચનાએ બાને બથ ભરી લીધી.
‘બા મે પણ એ છોકરીને જોઇ છે મને પસંદ છે.’ મયંકે કહ્યુ.
રડતી બા ના મો
ઉપર અચાનક ખૂશીની લહેર દોડી ગઇ. તો પછી કરીએ કંકુના કેમ કે દયાશંકર અને તેમની
દિકરી બંનેને તુ પસંદ છે. વાત તને પુછુવા માટે જ એટકેલી હતી.
અને એકાદ
મહિનામાં જ મયંક અને ભાવનાના લગ્ન થઇ ગયા.
‘ભાભી આજે તો મારે ભાઇની ઓફીસમાં જવુ છે.’ રચનાએ કહ્યુ.
‘તમારા ભાઇ તમને લઇ જતા હોય તો મને શુ વાંધો છે.’ ભાવનાએ ભાવના સાથે કહ્યુ.
‘હા તો ચાલને આમેય આજે હાફ ડે છે બપોર પછી ક્યાંક
ફરીને સાંજે પાછા આવી જઇશું.’ મયંકે કહ્યું.
અને બંને ભાઇ
બહેન બાઇક ઉપર ઓફીસે આવી ગયા.
‘આ જીતુભાઇ છે એકાઉન્ટ સંભાળે છે. પપ્પાના અવસાન વખતે
તેમણે બહુ દોડા કરેલા અને આ છે રચના મારી બહેન’ મયંકે રચના અને જીતુભાઇની એકબીજા સાથે ઓળખાણ કરાવી
‘અને એ ફક્ત એકાઉન્ટજ નથી પણ પપ્પાના અને મારા ખાસ
ભાઇબંધ છે. ઉમર નાની હોવા છતા પપ્પા સાથે એમની ખાસ મિત્રતા હતી અને એજ મિત્રતા
એમણે મારી સાથે જાણવી રાખી છે.’ રચના સામુ
જોઇને જીતુને બથભરતા મંયકે કહ્યુ.
પણ જીતુનુ
ધ્યાનતો રચના ઉપર જ હતુ. અને રચનાનુ ધ્યાન જીતુ ઉપર, મયંકનો અવાજ સાંભળીને બંને એક
સાથે ઝબકી ગયા.
હા. હા.. ભાઇ હુ
જીતુભાઇને નામથી ઓળખુ છું પપ્પાએ તેમના વિશે ઘણી વાતો કરી હતી.
‘જીતુ ચાલ આજે તો કાંકરીયા જઇ એ, રચના પણ આવી છે અને
હુ પણ તને ઘણા સમયથી કહ્યુ છું કે ક્યાંક ફરવા જઇએ પણ તુ સાંભળતો ન હોતો અને આજે
શનિવાર છે માટે ઓફિસમાં પણ હાફ ડે છે. પ્લીઝ આજે ના ન પાડતો.મારે તને એક સરપ્રાઇઝ
આપવાની છે‘ મયંકે જીતુને
કહ્યુ.
‘ઓ કે બાબા...’ બોલતો મયંક પાછો ક્યાંક ખોવાઇ ગયો.
‘અને કાલે મારે તને એક ખાસ વાતં કરવાની છે, જીતુ અને
તેના માટે આપણે કાંકરીયા ફરવા જઇશું. ત્યાં હુ તને એક સરપ્રાઇઝ આપીશ.’ જીતુને મયંકના પિતા દ્વારા બોલાયેલા શબ્દો યાદ આવી
ગયા.
‘જયેશભાઇ એવી તે શુ વાત કરવા માટે મને કાંકરીયા લઇ જતા
હશે તે સમજાતુ નથી’ જીતુએ
વિચાર્યુ.
‘કાંઇ નહી કાલે ખબર પડશે.’ વિચારીને જીતુ ટીફીન લઇને ઓફીસની બહાર નિકળી ગયો હતો.
‘પણ જયેશભાઇ કાલે કાંકરીયા ફરવા જવાના વિચારે ખૂબ
ઉત્સાહી દેખાતા હતા. વળી સરપ્રાઇઝ આપવાની વાત કરતા હતા. કાંઇ સમજાતુ નથી. જયેશભાઇ
આમ તો આવુ ક્યારેય ફરવા જવાની વાત કરતા નહોતા. અને એમાય સરપ્રાઇઝની વાત કાંઇ
સમજાતી નથી.’ જીતુ મનમાં
વિચારતો સૂઇ ગયો.
બીજા દિવસે
સવારે જયેશભાઇનો ફોન આવ્યો કે તેઓ સીધા જ કાંકરીયા આવશે અને તુ કાંકરીયા પહોચી જા
આ જયેશભાઇને શુ
થયુ છે. તેમની વાતમાં બહુ ઉસ્તાહ દેખાઇ રહ્યો છે. હવે તો મને પણ ઇંતેજારી વધી ગઇ
છે શુ વાત હશે. અને સરપ્રાઇઝ? એ તો કાઁઇ
વિચાર જ નથી શકાતુ.
જીતુ જયેશભાઇ
આપેલા સવારના નવ વાગ્યાના સમયે કાંકરીયાની પાળે જઇને બેસી ગયો. 9 વાગ્યા 10 વાગ્યા
પણ હજુ સુધી જયેશભાઇ દેખાયા નહી. બે વખત ફોન કર્યો તો કહે બસ આવુ જ છું. જીપ મળી
ગઇ છે. અડધે રસ્તે પહોચી ગયો છું.
11 અને 12
વાગ્યા પણ જયેશભાઇનો કોઇ પત્તો ન હતો. આખરે ફોન કર્યો. ફોન સ્વિચ ઓફ આવ્યો.
અને એટલામાં
નાના બાળકો બાજુ માંથી નિકળ્યા... અને એકબીજાને ઉલ્લુ બનાવતા બનાવતા એપ્રિલ ફૂલ
એપ્રિલ ફૂલ બોલતા હતા.
અને જીતુભાઇનો
ગુસ્સો સાતમાં આસમાને પહોચી ગયો. ઓફિસનો એક પટ્ટાવાળો સાલો મને એપ્રિલફૂલ બનાવી
ગયો...
સાલો નાલાયક.
આટલી ઉંમરે મારી સાથે મજાક કરતા તેને શરમ ન આવી આ તડકામાં નવ વાગ્યાથી 12 વગ્યા
સુધી તપાવ્યો.
ગુસ્સામાં અને
ગુસ્સામાં ગાંળો ભાડવા માટે ફરીથી ફોન કર્યો પણ ફોન સ્વિચ ઓફ આવ્યો.
જીતુએ આખરે મણ
મણની ગાળો એસએમએસ કરીને મોકલીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો.
અને ત્યાં જ જયેશભાઇનો
ફોન આવ્યો...
સાલા, ગાળો દીધી
એટલે ફોન કર્યો. નાલાયક ક્યાં ગુડાણો છે. સવારના નવ વાગ્યાનો અહી તપી રહ્યો છું.
તારા બાપ સાથે એપ્રિલ ફૂલની રમત રમતા શરમ નથી આવતી.
‘અરે સાહેબ મારી વાત તો સાંભળો હુ એ ભાઇ નથી બોલતો હુ
પોલીસખાતામાંથી બોલુ છું. આ નંબર વાળા ભાઇને તમે ઓળખો છો. તમારો હમણાજ આ નંબર ઉપર
મેસેઝ આવ્યો હતો.’ પોલિસે કહ્યુ.
‘હા, એ અમારા ઓફિસમાં પટ્ટાવાળામાં નોકરી કરતા જયેશભાઇનો
નંબર છે. પણ ફોન તમારી પાસે ક્યાંથી આવ્યો હું ક્યારનો ટ્રાય કરુ છું પણ ફોન સ્વિચ
ઓફ આવતો હતો.’ મયંકે ગુસ્સો
શાંત કરતા કહ્યું.
‘જો ભાઇ અહી રસ્તામાં એક એકસિડન્ટ થયુ છે અને તેમાં આ
ફોન વાળા ભાઇનુ અવસાન થયુ છે ફોનની બેટરીની બેટરી નિકળી ગઇ હતી તેની ફોન બંધ થઇ
ગયો હતો. અમે લાશની તપાસ કરી રહ્યા હતા તપાસ અર્થે ફોન ચેક કરતા હતા અને તમારો
મેસેઝ આવ્યો એટલે પહેલા તમને ફોન કર્યો. જો તમે તેમના સગાવહાલાને ઓળખતા હોય તો
તેમને જાણ કરીને ધોળકા અમદાવાદ રોડ ઉપર ભાત ગામના પાટીયા આગળ મોકલી આપો.’ જીતુભાઇ આ સાંભળીને દુખી દુખી થઇ ગયા.
‘અરે ક્યાં ખોવાઇ ગયો જીતુ કાંકરીયા જવાનો સમય થઇ ગયો.’ મયંકે જીતુને ખભો પકડીને હલાવાત હક્યુ.
જીતુના વિચારોને
બ્રેક મળી
‘અરે હા આવ્યો તુ અને રચના નીચે જાવ હુ આ થોડીક ફાઇલો
વગેરે મૂકીને આવુ છું. ’ જીતુએ મયંકને કહ્યું.
મયંક અને રચના
નીચે ગયા, ફાઇલ મુકતા મુકતા એક કવર તેમાથી નિકળીને નીચે પડી ગયુ.
કવર હાથમાં આવતા
જ વળી પાછો જીતુ વિચારોમાં ખોવાઇ ગયો.
‘જી, સર ક્યાં દવાખાને લઇ ગયા છો., વીએસમાં ઓકે
જયેશભાઇના સગાવહાલા તથા હુ ત્યાં આવીએ છીએ.’ ફોન ઉપર વધારે માહિતી લઇને પોલિસને લગાવેલો ફોન કટ કર્યો. ફટાફટ જયેશભાઇના
વાઇફનો જાણ કરી પોતે પણ વી.એસ પહોચી ગયો.
પોતે એપ્રિલફૂલ બન્યો પણ આવી રીતે બન્યો તેનુ તેને ખૂબ દુખ થયુ. જયેશભાઇને
આપેલી ગાળો બદલ ખૂબ દુખ થયુ.
‘ જી આપનુ નામ?’ જીતુભાઇ
‘આપના નામનુ કવર મરનારના ખિસ્સામાંથી મળ્યુ છે’ પોલિસે કવર આપતા કહ્યુ.
ફટાફટ કવર
ખિસામાં મુકીને ફાઇલ ઠેકાણે મુકી પોતે દોડતા દોડતા જીતુભાઇ મયંક અને રચના પાસે
પહોચી ગયા.
કાંકરીયા
પહોચીને પોતે જે જગ્યા જયેશભાઇની રાહ જોઇ હતી તે સ્થળે પહોચતા જ જીતુએ મયંકને
કહ્યુ,
મયંક, રચના એક
મિનિટ ઉભા રહો. આમતો આપણે ફરવા આવ્યા છીએ. પણ મારે તમને આજે એક ખાસ વાત કરવી છે.
આપના પિતાનુ જે
દિવસે એક્સિડન્ટ થયેલુ તે દિવસે અમો અહીં મળવાના હતા,. આ એજ સ્થળ છે જ્યાં અમો
મળવાના હતા. આપણે બે મિનિટ અહી બેસીએ તથા જયેશભાઇના આત્માને શાંતિ માટે પ્રાર્થના
કરીએ અને પછી તેમના અવસાન સમયે તેમના ખિસ્સામાંથી એક મારા નામનુ કવર નિકળેલુ જે
હજુ સુધી મે ખોલ્યુ નથી મારી ઇચ્છા છે કે એ કવર તમારી બંને ભાઇ બહેનની હાજરીમાં
ખોલુ.
મયંક, રચના તથા
જીતુએ બે મિનિટનુ મૌન પાળ્યુ. અને પછી જીતુએ કવર મયંકના હાથમાં મુક્યુ.
કવરમાં રહેલા
લેટર વાંચતા વાંચતા રચના , જીતુ અને મયંકના મો ઉપર દુખ, સુખની મિશ્ર ભાવ ઉપસી
રહ્યા.
ચિ. જીતુ
તુ મારા દિકરા
જેવો છે.
મારો સગો દિકરો
તો હાલ દિલ્હી છે. પણ આજે હુ તને એક વાત કહેવા માટે આવવાનો હતો પણ કદાચ શબ્દો ન
નિકળી શકત એટલા માટે એ લેટર તારા હાથમાં મુકુ છું. આ લેટરમાં મારી દિકરી રચનાના
ફોટોગ્રાફ છે તુ જોઇ લે તેનો બાયોડેટા પણ મુકેલો છે તુ વાંચી લે અને પછી વિચારજે .
મારી દિકરી માટે હુ તને પસંદ કરુ છું. તારી જો હા હોય તો આવતી કાલે તુ રચનાને જોવા
મારી સાથે ઘરે આવી જજે.
લેટર પુરો થતા જ
ત્રણે જણા ચુપ થઇ ગયા.
‘જીતુ કદાચ આપણે ઓફિસમાં હતા ત્યારે તુ અને રચના એક
બીજા સાથે એકી નજરે તમે જોઇ રહ્યા હતા તે હુ જોઇ ગયો હતો. અને કદાચ પપ્પાની પણ આ જ
ઇચ્છા હશે માટે જ ફરીથી આવા સંજોગો ઉભા થાયા છે જો તમને બંનેને વાંધો ન હોય તો
પપ્પાની ઇચ્છાને માન આપવની મારી પણ ઇચ્છા છે.’ મયંકે ચૂપકી તોડતા કહ્યુ.
‘મયંકભાઇ મને તો કોઇ વાંધે નથી પણ રચના શુ કહે છે.’ જીતુએ કહ્યું.
‘રચના...અરે ક્યાં ગઇ...?’ મયંકે આજુ બાજુ નજર ફેરવી.
‘અરે ત્યાં દુર ઉભી ઉભ શુ કરે છે..... જવાબ આપ’
રચના શરમાઇને
વધારે દૂર જતી રહી...
‘અરે ઓ બહેના તો હુ તુ દુર જતી રહી એટલે હુ તારી ના
સમજુને....’ મયંકે દૂરથી જ
બુમ પાડી
‘ મે ક્યાં ના
પાડી છે ભાઇ...’ એમ કહીને તે એક
નાના બગીચા તરફ શરમાઇને ભાગી ગઇ....
મયંક જીતુને બથ
ભરીને આંશુ સારી રહ્યો હતો.
જીતુ જયેશભાઇને
યાદ કરી એપ્રિલ ફૂલ સમજીને દિધેલી ગાળો બદલ આંસુ સારી રહ્યો હતો તો રચનાની આંખોમાં
ખૂશીના માર્યા આંશુ નિકળી રહ્યા હતા.... જીતુ સમજી ગયો કે જયેશભાઇ શુ સરપ્રાઇઝ
આપવાના હતા. અને મયંક જે સરપ્રાઇઝ આપવાનો હતો તે કદાચ તેના પિતાના લેટરે જીતુને
આપીદીધી હતી.
----દીપક સોલંકી., અમદાવાદ. તા. 28-4-2012