જયના ખાસ દોસ્ત એવા વીરૃના મોબાઇલમાં તેના મમ્મીનો ફોન આવ્યો કે આપણી રચના કોઇક છોકરા સાથે ભાગી ગઇ., થોડીવાર પહેલા જયની બાઇક પછળ બેઠેલી છોકરીની ઓળખાણ પાક્કી થતા વીરૃ ગણગણ્યો 'દોસ્ત દોસ્ત ના રહા.....
ક્યારેક કોઇ પ્રસંગ જોઇએ ત્યારે આપણે તેના ઉપર વિચાર કરીએ છીએ, એક પ્રકારની લાગણી ઉદભવે છે આવી લાગણીઓ વ્યક્ત કરતા આ બ્લોગમાં આપનું હાર્દીક સ્વાગત છે. આ બ્લોગમાં આપના વિચારો આવકાર્ય છે. આપ મને મેઇલ કરી શકો છે.email: aheensolanki@gmail.com,solankideepakn@gmail.com.::: http://solankideepakn.wordpress.com/
26 September 2012
સાચો પ્રેમ?. માઇક્રો ફિક્શન વાર્તા....
સાચો પ્રેમ?. માઇક્રો ફિક્શન વાર્તા....
રચના માટે દુનિયા છોડવાની વાત કરતા સંજયે તેના પપ્પાએ આપેલી ઘર છોડીને ચાલ્યા જવાની ધમકીથી ડરીને પપ્પાએ પસંદ કરેલી છોકરી સાથે લગ્ન કરી લીધા અને પ્રેગનન્ટ રચનાના આવનાર બાળકને અથાથ કરી મૂક્યો.
24 September 2012
"Life" My View: જીવનમાં ઉપયોગી કેટલીક વાતો....
"Life" My View: જીવનમાં ઉપયોગી કેટલીક વાતો....: કેમ છો ” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ. શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય. કોઇએ લંબાવેલો (દોસ્તીનો)...
Deep Computer
Deep Computer
"Life" My View: મારી ડાયરી...23-09-2012
"Life" My View: મારી ડાયરી...23-09-2012: મારી ડાયરી. તા. 23-09-2012 આજે રવિવાર , છતાં ઓફિસ ચાલુ હતી., 20 તારીખે ભારતબંધનુ એલાન હતુ તે દિવસે ઓફિસમાંથી રજા આપી દેવામાં આવી અ...
Deep Computer
Deep Computer
"Life" My View: માઇક્રો ફિક્શન વાર્તા...ફેન્ડશીપ ?
"Life" My View: માઇક્રો ફિક્શન વાર્તા...ફેન્ડશીપ ?: ફેન્ડશીપ ? જયના ખાસ દોસ્ત એવા વીરૃના મોબાઇલમાં તેના મમ્મીનો ફોન આવ્યો કે આપણી રચના કોઇક છોકરા સાથે ભાગી ગઇ., થોડીવાર પહેલા...
Deep Computer
Deep Computer
23 September 2012
મારી ડાયરી...23-09-2012
મારી
ડાયરી.
તા. 23-09-2012
આજે રવિવાર, છતાં ઓફિસ ચાલુ હતી., 20 તારીખે ભારતબંધનુ એલાન હતુ તે
દિવસે ઓફિસમાંથી રજા આપી દેવામાં આવી અને તેના બદલે રવિવાર ચાલુ રાખવામાં આવ્યો.
શરીર ઓફિસમાં હાજર હતુ મન રવિવાર માણી રહ્યુ હતુ. અને કદાચ મારી જેવી સ્થિતિ
મોટાભાગના ઓફિસ સ્ટાફની હતી. દરેક પ્રાઇવેટ સેક્ટરમાં થતા કર્મચારીના શોષણી જેમ
અમારી કંપની પણ શોષણ કરે છે કદાચ કારણ એવુ હશે કે અન્ય કંપનીઓ તેમને નાત બહાર ન
મૂકે.
માણસ પ્રફૂલ્લિત મને જે કામ કરી શકે તે કામ કદાચ તેની પાસે
પરાણે લેવડાવામાં આવે તો કામમાં કોઇ ભલિવાર ન હોય.
તા. 17-01-2013
આજે સવાર સવારમાં મારા બાળક કે જે ફક્ત 9 વર્ષનો છે તેને ટીવી જોવાની બાબતે માર માર્યો.... ખૂબ જ દુખ થયુ.... બાળકને તો ખબર પણ નહી હોય કે ટીવી જોવાની બાબતે મને માર પડશે.... એક ક્ષણે બાળક બની તેની જગ્યાએ મારી જાતને મૂકી તો તેને મારવા બદલ ખૂબ જ દુખ થયુ... બપોરનુ ભોજન પણ ના કરી શક્યો... સોરી માય ડીયર સન......
તા. 17-01-2013
આજે સવાર સવારમાં મારા બાળક કે જે ફક્ત 9 વર્ષનો છે તેને ટીવી જોવાની બાબતે માર માર્યો.... ખૂબ જ દુખ થયુ.... બાળકને તો ખબર પણ નહી હોય કે ટીવી જોવાની બાબતે મને માર પડશે.... એક ક્ષણે બાળક બની તેની જગ્યાએ મારી જાતને મૂકી તો તેને મારવા બદલ ખૂબ જ દુખ થયુ... બપોરનુ ભોજન પણ ના કરી શક્યો... સોરી માય ડીયર સન......
22 September 2012
જીવનમાં ઉપયોગી કેટલીક વાતો....
- કેમ છો ” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.
- શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.
- કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.
- બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.
- કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.
- મહેણું ક્યારેય ન મારો.
- કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં,શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.
- ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે, ઉધારી કરવા માટે નહીં.
- રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો.
- નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.
- દરેક વ્યકિતને બીજી તક આપો, ત્રીજી નહીં.
- સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.
- જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.
- જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.
- કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.
- ગોસિપ,નિંદા,જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.
- જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.
- લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.
- અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.
- ક્યારેક હારવાની પણ તૈયારી રાખો.
- મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.
- ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.
- શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો.
- બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.
- બીજાની સિધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.
- ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.
- તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.
- મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.
- ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.
- બચત કરવાની શિસ્ત પાળો.
- ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો.યાદ
- રાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.
- સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં.
- અઠવાડિયે એક વખત ઉપવાસ કરો.
- કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં.
- ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.
- ધર પોષાય એટલી કિંમતનું જ લેવું.
- સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ
- જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો.
Subscribe to:
Posts (Atom)