રવિવાર તા. 17 ફેબ્રુઆરી, 2013 ફેમિલી સાથે નાનકડો પ્રવાસ ગોઠવ્યો....
સૌ પ્રથમ અમે ડાકોર ગયા. ત્યાં કાનુડાના દર્શન કર્યા.
સુંદર મંદિર છે. આજુબાજુ સરસ બજાર છે. બાળકો માટે રમકડાની દુકાનો આવેલી., ગૃહણિઓ માટે ગોટા, ખમણનો લોટ તથા લાકડાના તથા અન્ય વાસણોની દુકાન તથા કટલરી સ્ટોર ગૃહણિઓને આકર્ષિત કરે છે. બજાર વ્યસ્થિત છે.....
સ્થળ સારુ છે...
થોડીક નેગેટીવ બાબતો...
પાર્કિંગની ઉચીં ફી....30 રૃ
ટ્રાફિક સમસ્યા....
સૌથી મોટી નેગેટીવ બાબત મંદિરના પરિસરમાં જોવા મળી...
પ્રવેશથી લઇને એક્ઝીટ સુધી... મંદિરના પરિસરમાં લુટારા જોવા મળ્યા. ...(કોઇની ધાર્મિક બાબત દુભાવાની વાત નથી... જે સત્ય છે તે સ્વિકારવુ રહ્યુ. હું ભગવાનની ટીકા નથી કરતો તે લોકો ખાસ યાદ રાખે) પ્રવેશ દ્વાર પર ફૂલોનો કંરડિયા લઇને ઉભેલા માણસે કંરડિયો આપ્યો .... 25 રૃમાં. (લુટ ચાલુ... થઇ ગઇ... હુ આ પહેલા પણ આ મંદિરમાં ગયેલો હતો તેથી આ બાબતમાંરા ધ્યાનમાં હતી છતાં જોઇએ શુ થાય છે....તે...મેં 10-50 રૃ સુધી લુટાવાની માનસિક તૈયારી કરી રાખેલી..) તે માણસ મને ત્યાંથી મંદિરના બંધ હોવાથી પાછળના દરવાજેથી દર્શન કરાવવાના 551 કહ્યાં... ત્યાંથી અમો મંદિરના પાછળના ભાગમાં ગયા ત્યાં ભગવાનના ચરણોમાં પૂજા પાઠ કરવાના 551-5551.. જેવી તમારી શક્તિ... મેં 11 રૃની ઓફર કરી તો કહે આગળથી દર્શન કરી લો અને 11 રૃ પણ આપતા જાવ.. જે આવ્યા તે..... લઇ લેવાની વૃત્તિ... એકજ મંદિરના પરિસરમાં એક જ ભગવાનના દરબારમાં અનેક પ્રસાદીવાળા, ગૌશાળાવાળા વગેરે જોવા મળ્યા..... દર્શન કરવા જાવ પણ આવા લુટારાથી બચો....
ત્યાંથી અમો ગલતેશ્વર ગયા.. સુંદર સ્થળ છે...
આમ તો કોઇ ખામી ન કાઢી શકાય... સ્થળ વિશે પણ લોકો વિશે કાઢી શકાય... લોકો જ્યા સ્નાન કરતા હોય ત્યાં કોઇ સાબુ લગાવીને ડુબકી મારે આજુ બાજુ અનેક લોકો નહાતા હોય તેનો વિચાર કર્યા વગર.... આવા લોકોએ વિચારવુ જોઇએ કે અમે એકલા નહી પણ બીજા પણ જલોકો સ્નાન કરી રહ્યા છે...
ત્યાંથી અમો ગયા ટુવા ટીંબા...
અહી ગરમ-ઠંડા પાણી ના સરસ કુંડ આવેલા છે. બાજુમાં પાંડવકાળનુ મહાદેવનું મદિર આવેલુ છે. મંદિરના પરિસરમાં ભીમ અને હેંડબાના લગ્ન થયેલા તે ચોરી તથા ભીમના પગલાના દર્શન કર્યા.
અનેક લોકો આવે છે... સ્થળ સુંદર છે.. પણ માવજતનો અહી પણ અભાવ જોવા મળ્યો.. કુંડની આજુબાજુ ગંદકી જોવા મળી, આજુ બાજુ બગીચો તથા તથા વૃક્ષોનુ વાવેતર કરીને આ સ્થળને પર્યટક માટે વિકસાવી શકાય તેમ છે પણ તંત્રને કાંઇ પડી હોય તેમ લાગ્યુ નહી... અહીં પણ સ્થાનિક લોકો સાબુ લગાવીને કુંડની બાજુમાં નહાતા નજરે પડ્યાં....
ત્યાંથી પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને ગયા....
રોપવેની વ્યવસ્થા ખૂબ જ સરસ છે.
રિટર્નમાં અમો લસુન્દ્રા ગયા ત્યાં પણ ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે.. અહી બાજુમાં જ સરસ ગાર્ડન બનાવેલો છે પણ માવજતના અભાવે ખંડેર થવાની અણી ઉપર આવેલો છે... ફરી તંત્રની બેદરકારી....
ત્યાંથી અમો મીનાવાડા ગયા... કહેવાય છે કે અહી 7-8 વર્ષની બાળાને માતાજી આવતા હતાં અને તેને લઇને અહી મોટુ મંદિર બની રહ્યુ છે.. પણ જાણે કે ઉકરડામાં મંદિર ઉભુ કર્યુ હોય તેવુ લાગ્યુ... માતાજી આવતી બાળા હવે મોટી થઇ ગઇ છે... વધારે જાણવાની ઇચ્છાથી માતાજી જ્યાં બેઠા હતા તે હિંડોળા તરફ મે પ્રયાણ કર્યુ પણ તરત જ તેમના ચેલો આવી ને ના પાડી ગયો કે મંદિરમાં જ દર્શન કરલો માતાજી દર્શન નહી આપે... મારી આસપાસ રહેલા અભણ એવા એક ભાઇ પોતાની દિકરને માંથુ ટેકવવા આવેલા તો પરાણે દર્શન આપ્યાં... અને બીજી મહિલો ઓ દર્શન કરવા ગઇ તો રીતસર માતાજીએ મો ફેરવી પીઠ દેખાડી બેસી ગયા....... જય હો....
બધી જગ્યાએ એક બાબત કોમન રહી.... ગંદકી....