21 October 2012

જોક્સ....

બધા જ જોક્સ નેટ પરથી કોપી પેસ્ટ કરેલા છે... કોઇને પણ કોઇ જાત નો વાંધો હોય તો પ્લીઝ મેઇલ કરશો.... તો તરત જ રીમુવ કરવામાં આવશે... aheensolanki@gmail.com; solankdeepakn@gmail.com OR Contact on 7698885855.

  1. એક બાપુએ વાણિયા ને લાફો માર્યો.વાણિયો : બાપુ મને વાક વગર લાફો કેમ માર્યો?બાપુ : તમે તો કયારેય વાક મા ના આવો.તો શુ અમારે નવરા બેસી રહેવાનુ?
  2. સોહમ : તું જમ્યા પછી મોઢું કેમ ધોતી નથી, તારું મો જોઇને ખબર પડી જાય છે કે તે શું ખાધું છે.
    ભૂમિ : તો પછી બતાવો મેં અત્યારે સુ ખાધું છે?
    સોહમ : દહીવડા
    ભૂમિ : ખોટું, એ તો મેં ગયી કાલે ખાધા હતા.
  3. એક જોરદાર જાદુ...
    .
    .
    .
    .
    ....

    એક ગ્લાસમાં ઠંડુ પાણી લો...
    એ તમારી બાજુમાં બેઠેલા
    માણસના માથા પર રેડો.
    એ માણસ તરત જ ગરમ થઈ જશે.....!!
  4. બાપુ : કાર્તિક તને ખબર છે કે દુનિયા ના ૨૦% માણસો જ એની જિંદગી થી ખુશ છે
    કાર્તિક : અને બાકી ના ૮૦% શું કરે છે ????
    બાપુ :
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    એ બધા ના લગ્ન થી ગયા છે......:P
  5. સાસુજીએ વહુને કહ્યું : ‘આજથી તું મને ‘મમ્મી’ કહેજે અને તારા સસરાને ‘પપ્પા’ કહેજે.’
    વહુએ કહ્યું : ‘ઓકે.’
    સાંજે જ્યારે પતિ ઘેર આવ્યો કે તરત વહુ બોલી :
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    ‘મમ્મી-પપ્પા…, જુઓ મારો ભાઈ આવી ગયો !’
  6. ૫૦ વર્ષની એક સ્ત્રીને હાર્ટ સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

    સ્ત્રીએ ભગવાનને પ્રાર્થના કરી અને બોલી, ‘ભગવાન, શું મારો અંત હવે નજીક આવી ગયો છે?’

    ભગવાને કહ્યું, ‘ના, હજી તારા આયુષ્યમાં ૩૦ વર્ષ બાકી છે.’

    હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ તરત જ એ સ્ત્રી બ્યૂટી પાર્લરમાં ગઈ અને વાળનો રંગ ચેન્જ કરાવ્યો, લિપસ્ટિક અને બીજો મેક અપ કરાવીને ઘર તરફ રવાના થઈ. ત્યાં રસ્તામાં ઓચિંતી એક ટ્રક ધસમસતી આવી અને એને ટક્કર મારી. સ્ત્રીનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું….

    ઉપર ગયા પછી એણે ભગવાનને કહ્યું, ‘તમે તો કહેલું ને કે મારા આયુષ્યમાં હજી ૩૦ વર્ષ બાકી છે..???’

    એ સાંભળીને ભગવાન બોલ્યા, ‘… હું તને ઓળખી જ ન શક્યો.’
  7. એક વાર એક છોકરી આત્મહત્યા કરવા પુલ પર થી ઠેકડો મારવા જઇ રહયી હતી, ત્યાં એક બાઈકસવાર છોકરા એ તેની પાસે આવી ને કહ્યું કે " પ્લીસ જો તું મરવા જતી હોય તો એક સારું કામ કરી ને મર ને ? 
    છોકરી : ક્યૂ સારું કામ ? 
    છોકરો : મને એક મસ્ત મજા ની કિસ્સ કરવા દે ને ? 
    છોકરી : યસ ...... કરી લે ...... અને 
    ખૂબ લાંબી ને જોરદાર કિસ્સ બાદ 
    છોકરો : વાહ મજા આવી ગઈ ...... પણ સાથે એ તો કહે કે તું મરવા કેમ માંગે છે ?
    છોકરી : આમ તો મને મરવા ની કઈ ઇરછા નથી પણ મારા પરિવાર ના ત્રાસ થી મરવા જાવ છું
    છોકરો : તારો પરિવાર શું ત્રાસ આપે છે ?
    .
    .
    .
    .
    છોકરી : હું " છોકરો " હોવા છતાં છોકરી ના કપડાં પહેરી ને ફરું છું એ એમને નથી ગમતું,
  8. એક મોટી ઉંમરની સ્ત્રી એક બ્યુટીક્લિનિકમાં ગઈ. એણે પૂછ્યું :
    ‘આ મારી કરચલીઓ દૂર થશે ? આ ડાઘા જતા રહેશે ? મારો ચહેરો…..’
    ‘હા, બધું થઈ જશે. પણ પાંચ હજાર રૂપિયા ખર્ચ થશે….’
    ‘એટલા બધા ? કોઈ સસ્તો માર્ગ બતાવોને ?’
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .

    ‘લાજ કાઢવાનું શરૂ કરી દો !’
  9. છોકરો ઘરે મોડો પહોચ્યો તો પપ્પા બોલ્યા
    "ક્યાં હતો અત્યાર સુધી ??"
    છોકરા એ જવાબ આપ્યો :
    "દોસ્ત ના ઘરે હતો પપ્પા.."

    પપ્પા ને ભરોસો ના આcયો,
    એમને એના ૧૦ દોસ્તો ના ઘરે કોલ કર્યો ...

    ૪ એ કહ્યુ "હા કાકા અહિયાં જ હતો"

    ૩ બોલ્યા "હમણાજ નીકળ્યો"

    ૨ તો એમ કહ્યુ કે "અહિયાં જ છે, ફોન આપું..?"

    ૧ દોસ્ત એ તો હદ કરી નાખી,
    બોલ્યો કે
    .
    .
    "હા પપ્પા બોલો શું કામ હતું ??!!
  10. બાપુ ગામ મા ચક્કર મારવા નીકળ્યા.ચોક મા દાતણવાળી બેઠી હતી.

    બાપુ : "એલી દાતણ કેમ આપ્યા ? "

    દાતણવાળી : " બાપુ પાંચ ના તય’ન.."
    .
    .
    .
    .
    .
    બાપુ : " હવે સરખો ભાવ કે’તો તને’ય લઈ લઊ..."

09 October 2012

વિશ્વાસ...

હરહંમેશની જેમ મોડા આવતા પતિ પર શંકા કરનાર પત્નિએ પતિના ઘરે ભૂલી ગયેલા મોબાઇલમાં આવેલા બ્લડ ડેનેટથી એક જીંદગી બચાવવા બદલ આભારના સંદેશો વાંચવાના લીધે મોડા આવેલા પતિને પ્રેમથી ભિજવી દીધો... 

દીકરી

પ્રિતીને કાયમ દીકરી હોવાનુ સહન કરવુ પડ્યુ હતુ., કાયમ સાપના ભારા તરીખે ઓળખાયેલી પ્રિતીએ આજે ચોથા બાળક સ્વરુપે ત્રણ દિકરા ઉપર જન્મેલી દીકરીને રમડતા સંજયને જોઇને પ્રિતીની આંખોમાંથી હર્ષના આસું સરી પડ્યા.

Hindu Festivals Calendar 2012




  1. October
    1. Gandhi Jayanti: Tuesday, 02-10-2012
    2. Pitri-Paksha ends: Monday, 15-10-2012
    3. Mahalaya: Monday, 15-10-2012
    4. Navaratri begins: Tuesday, 16-10-2012
    5. Saraswati Puja (part of Navaratri): Sunday, 21-10-2012
    6. Durga Puja begins (Maha Saptami): Sunday, 21-10-2012
    7. Maha Ashtami: Monday, 22-10-2012
    8. Maha Navami: Tuesday, 23-10-2012
    9. Navaratri ends: Tuesday, 23-10-2012
    10. Vijaya Dashami/Dusshera: Wednesday, 24-10-2012
    11. Lakshmi Puja / Kojagari Purnima / Sharad Purnima: Monday, 29-10-2012
    12. Valmiki Jayanti: Monday, 29-10-2012
  2. November
    1. Karwa Chauth / Karaka Chaturthi: Friday/Saturday, 02/03-11-2012
    2. Dhanteras / Dhantrayodashi: Sunday/Monday, 11/12-11-2012
    3. Naraka Chaturdasi: Monday, 12-11-2012
    4. Chhoti Diwali: Monday, 12-11-2012
    5. Diwali / Deepavali: Tuesday, 13-11-2012
    6. Kali Puja / Ashwin Amavasya: Tuesday/Wednesday, 13/14-11-12
    7. Govardhan Puja: Wednesday, 14-11-2012
    8. Bhai Dooj / Bhai Phota / Bhav-Bij: Thursday, 15-11-2012
    9. Vikram New Year 2069 / Gujarati New Year: Wednesday, 14-11-2012
    10. Skanda Sashti: Sunday, 18-11-2012
    11. Chhat Puja / Pratihar / Surya Sashthi: Monday, 19-11-2012
    12. Tulsi Vivah: Sunday, 25-11-2012
    13. Guru Nanak Jayanti: Wdnesday, 28-11-2012
    14. Kartik Poornima: Wednesday, 28-11-12
  3. December
  1. Gita Jayanti: Sunday, 23-12-201
  2. Natal 25-12-2012

06 October 2012

નાસ્તિક


સંજયને પૂજા પાઠ કરવા કાયમ સમજાવતી પ્રિતી આજે તો સમજાવતા સમજાવતા થાકી ગઇ પણ પ્રિતીને ક્યાં ખબર હતી કે તેના  પતિને અનાથ બનવા માટે  ભગવાની જાત્રા કરવા ગયેલા તેના માતા પિતાનુ એક્સિડન્ટમાં અવાશાન જવાબદાર હતુ.

26 September 2012

માઇક્રો ફિક્શન વાર્તા...ફેન્ડશીપ ?

જયના ખાસ દોસ્ત એવા વીરૃના મોબાઇલમાં તેના મમ્મીનો ફોન આવ્યો કે આપણી રચના કોઇક છોકરા સાથે ભાગી ગઇ., થોડીવાર પહેલા જયની બાઇક પછળ બેઠેલી છોકરીની ઓળખાણ પાક્કી થતા વીરૃ ગણગણ્યો 'દોસ્ત દોસ્ત ના રહા.....

સાચો પ્રેમ?. માઇક્રો ફિક્શન વાર્તા....


સાચો પ્રેમ?. માઇક્રો ફિક્શન વાર્તા....

રચના માટે દુનિયા છોડવાની વાત કરતા સંજયે તેના પપ્પાએ આપેલી ઘર છોડીને ચાલ્યા જવાની ધમકીથી ડરીને પપ્પાએ પસંદ કરેલી છોકરી સાથે લગ્ન કરી લીધા અને  પ્રેગનન્ટ રચનાના આવનાર બાળકને અથાથ કરી મૂક્યો.

24 September 2012

"Life" My View: જીવનમાં ઉપયોગી કેટલીક વાતો....

"Life" My View: જીવનમાં ઉપયોગી કેટલીક વાતો....: કેમ છો ” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ. શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય. કોઇએ લંબાવેલો (દોસ્તીનો)...

Deep Computer

"Life" My View: મારી ડાયરી...23-09-2012

"Life" My View: મારી ડાયરી...23-09-2012: મારી ડાયરી. તા. 23-09-2012 આજે રવિવાર , છતાં ઓફિસ ચાલુ હતી., 20 તારીખે ભારતબંધનુ એલાન હતુ તે દિવસે ઓફિસમાંથી રજા આપી દેવામાં આવી અ...

Deep Computer

"Life" My View: માઇક્રો ફિક્શન વાર્તા...ફેન્ડશીપ ?

"Life" My View: માઇક્રો ફિક્શન વાર્તા...ફેન્ડશીપ ?: ફેન્ડશીપ ?            જયના ખાસ દોસ્ત એવા વીરૃના મોબાઇલમાં તેના મમ્મીનો ફોન આવ્યો કે આપણી રચના કોઇક છોકરા સાથે ભાગી ગઇ., થોડીવાર પહેલા...

Deep Computer

23 September 2012

મારી ડાયરી...23-09-2012


મારી ડાયરી.
તા. 23-09-2012

આજે રવિવાર, છતાં ઓફિસ ચાલુ હતી., 20 તારીખે ભારતબંધનુ એલાન હતુ તે દિવસે ઓફિસમાંથી રજા આપી દેવામાં આવી અને તેના બદલે રવિવાર ચાલુ રાખવામાં આવ્યો. શરીર ઓફિસમાં હાજર હતુ મન રવિવાર માણી રહ્યુ હતુ. અને કદાચ મારી જેવી સ્થિતિ મોટાભાગના ઓફિસ સ્ટાફની હતી. દરેક પ્રાઇવેટ સેક્ટરમાં થતા કર્મચારીના શોષણી જેમ અમારી કંપની પણ શોષણ કરે છે કદાચ કારણ એવુ હશે કે અન્ય કંપનીઓ તેમને નાત બહાર ન મૂકે.

માણસ પ્રફૂલ્લિત મને જે કામ કરી શકે તે કામ કદાચ તેની પાસે પરાણે લેવડાવામાં આવે તો કામમાં કોઇ ભલિવાર ન હોય.

તા. 17-01-2013


આજે સવાર સવારમાં મારા બાળક કે જે ફક્ત 9 વર્ષનો છે તેને ટીવી જોવાની બાબતે માર માર્યો.... ખૂબ જ દુખ થયુ.... બાળકને તો ખબર પણ નહી હોય કે ટીવી જોવાની બાબતે મને માર પડશે.... એક ક્ષણે બાળક બની તેની જગ્યાએ મારી જાતને મૂકી તો તેને મારવા બદલ ખૂબ જ દુખ થયુ... બપોરનુ ભોજન પણ ના કરી શક્યો... સોરી માય ડીયર સન......   




           

22 September 2012

જીવનમાં ઉપયોગી કેટલીક વાતો....


  • કેમ છો કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.
  • શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.
  • કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.
  • બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.
  • કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.
  • મહેણું ક્યારેય ન મારો.
  • કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં,શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.
  • ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે, ઉધારી કરવા માટે નહીં.
  • રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો.
  • નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.
  • દરેક વ્યકિતને બીજી તક આપો, ત્રીજી નહીં.
  • સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.
  • જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.
  • જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.
  • કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.
  • ગોસિપ,નિંદા,જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.
  • જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.
  • લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.
  • અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.
  • ક્યારેક હારવાની પણ તૈયારી રાખો.
  • મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.
  • ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.
  • શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો.
  • બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.
  • બીજાની સિધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.
  • ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.
  • તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.
  • મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.
  • ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.
  • બચત કરવાની શિસ્ત પાળો.
  • ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો.યાદ
  • રાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.
  • સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં.
  • અઠવાડિયે એક વખત ઉપવાસ કરો.
  • કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં.
  • ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.
  • ધર પોષાય એટલી કિંમતનું જ લેવું.
  • સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ
  • જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો.

18 July 2012

આજનો જોક જુનો પણ માણવા જેવો...


પતિ: તો હવે શેની રાહ જોવે છે?
પત્ની: શું તમે એવું ઈચ્છો છો કે જતી રહું ?
પતિ: નારે ના! એવું તો હું વિચારી પણ ન શકું.
પત્ની: શું તમે મને પ્રેમ કરો છો?
પતિ: હા! એક નહી હજાર વખત!!
પત્ની: શું તમે મને ક્યારેય દગો આપ્યો છે?
પતિ: ક્યારેય નહી! એતો તું સારી રીતે જાણે છે, છતાં પૂછે છે?
પત્ની: હવે તમે મારા મુખને ચૂમસો ?
પતિ: અરે એના માટે તો હું કોઈપણ તક નહી છોડું.
પત્ની: શું તમે મને મારશો?
પતિ: મને શું હડકાયું કૂતરું કરડ્યું છે તો હું એવું કરીશ.
પત્ની: શું તમે મારા પર વિશ્વાસ કરો છો?
પતિ: હાં!
પત્ની: ઓહ ડાર્લિંગ!!!
લગ્નના એક-બે વર્ષ બાદના વાર્તાલાપ માટે કૃપા કરી નીચેથી ઉપર વાંચો.

17 July 2012

હત્યારી માતા...સત્યઘટના પર આધારિત...


સત્ય ઘટના..

આજે એક ડોશીમાં કાપડની ફેરી કરતા આવી ચડ્યા..
એમનો શેરીમાં એકાદ મહીનામાં એકાદ બે આટા આવી ચડતા...
સાથે કાંખમાં નાની છોકરી તેડેલી હોય પરંતુ આજે આ છોકરી સાથે નહોતા લાવ્યા...
છોકરી કેમ સાથે નથી લાવ્યા તેના જવાબ તેમના જ મુખે સાંભળીએ....
મારા છોકરાની વહુ ઘરમાં અણબનાવ બનતા ઘર છોડીને જતી રહી છે..
ત્રણ છોકરાઓને મુકીને.,
તેના બાપા એટલે કે મારો છોકરો તથા હુ બંને કાપડની ફેરી કરીને માંડમાંડ ઘર ચલાવીએ છીએ
છતાં ક્યારે અમે એને કામે નહોતી મોકલી એને તો ઘરમાંજ છોકરાઓને રાખવાના હતાં છતાં નાના મોટા જગડા કરીનો આખરે 15 દિવસ પહેલા
છોકરાઓને મુકીને જતી રહી., એ પછી એકવખત હુ સૌથી નાની છોકરી(6 માસ)ની લઇને ફેરી કરતી કરતી આવી હતી ત્યારે તમે તેને જોઇ હશે. થોડા દિવસ પહેલા તે બીમાર પડી
ડો. પાસે લઇ ગયા. ડો કહ્યુ કે તેને માતાના પ્રેમ તથા ધાવણની જરુર છે. હુ અને મારો દિકરો તે છોકરીને લઇને તેની મા પાસે ગયા અને બધી વાત કરી.
તેની મા એ કહ્યુ કે હું થોડી મારા મા-બાપને ઘરેથી આણામાં લાવી હતી તે હુ રાખુ... એ તો તમારુ પીંડ છે તે તમો રાખો... અમો ઘણુ કહ્યુ તને બનતી મદદ કરીશુ અને 1 વર્ષની થઇ જાય પછી અમો લઇ જઇશુ પરંતુ ધરાહાર.. ના રાખવાની ના પાડી દીધી... અને અને (આંસુઓની ધાર)
12 દિવસ પહેલા જ તે ગુજરી ગઇ. .....
એક વૃધ માતા પોતાના છોકરાની છોકરી માટે કષ્ઠવેઠીને ઉછેરવા તૈયાર હતી પરંતુ સગી માતાએ પોતાની બાળકીને તરછોડી દીધી...
મારા મતે તો તે છોકરીની માતા ખરેખર હત્યારી કહેવાય...
-----
મિત્રો, પોતાની સગી મા પણ જ્યારે પોતના બાળકને છોડી દે ત્યારે એક વૃધ્ધ માતાનો જીવ બળે છે...પણ જનેતા ?
મારી આંખોમાં પણ આંસુ આવી ગયા....
મિત્રો ઘરે આવતા ભીખારીકે ફેરીયાઓને હડધૂત ન કરશો... હા કાંઇ ન લેવુ હોય તો પ્રેમથી વિદાય કરો... (પણ સાથે સાથે ગઠીયા લોકોથી ચેતતા રહેવુ પણ જરુરી છે) ન જાણે તેમના હ્રદયમાં પણ ક્યાં વેદના સંતાયેલી હોય...

14 July 2012

ચાલો જરા હસી લઇએ...


Ø  પત્ની: મુમતાઝનાં મર્યા પછી શાહજહાંને 'તાજમહાલ' બંધાવ્યો'તો..તો મારા મર્યા પછી તમે શું બંધાવશો?
પતિ: ગોપાલ મા'રાજનું ટીફીન..!
Ø  શેઠાણી: અગાઉથી કીધા વગર, ત્રણ દિવસ કામે કાં ન આવી?
કામવાળી: અરે..! મેં તો ફેસબુક પર મારું STATUS UPDATE કરી ને લખ્યું હતું કે, હું ત્રણ દિવસ માટે મારે ગામ જાઉં છુ.
શેઠાણી: મને કઈ નથી ખબર..!
કામવાળી: પણ સાહેબે તો મારા STATUS ને LIKE પણ કર્યુ'તુ, અને COMMENT પણ મૂકી હતી -'MISS U BABY..!'
Ø  કરસનદાસ (તેની પાડોશણ ને): ભાભી, તમે સવાર થતા'જ મારા નામની બુમો પાડો છો ને, તો મને બહુ શરમ આવે છે, અને મનમાં ગલગલીયા થાય છે.
પાડોશણ: એ તમે તો વાંઢાની સાથે સાથ વંઠેલ પણ લાગો છો. બહુ ખુશ થાવ મા.. હું તો સવારે મારા બાબાને કહું છુ કે 'કર સંડાસ..કર સંડાસ'
Ø  છોકરી (કોલેજની બહાર મસ્તી કરતા રોમીઓને):
ન છેડ લડકીઓ કો, યહ પાપ હોગા
કાલ તુ ભી કિસી લડકી કા બાપ હોગા..
છોકરો: ભગવાન કરે, તેરી યે બાત સચ્ચી હો
ઔર મુજે જો 'બાપ' કહે, વો તેરી હી બચ્ચી હો..!
Ø  (TRAGEDY OF GUJARATI WORDS)
એક ગુજરાતી અભિનેત્રીની મુલાકાત:
પત્રકાર: તમારી વધતી જતી આ સુંદરતાનો ભેદ શું છે?
અભિનેત્રી: કંઈ નહિ..! આ તો હું બહુ CHAALU છુ, એટલે દિવસે દિવસે મારું રૂપ નીખરતું જાય છે.
Ø  A Man on Death Bed confesses to his Wife

"I had an Affair with ur Sister , your Friend & the Maid... Please FORGIVE Me :(

WIFE : I know Honey...Now Relax & "Let the POISON WORK" :O :D
Ø  Santa- muje zehar dena
Chemist- pehle Dr. Se lekhwa k lao.
Santa-apni shaadi ka card dikhata h.
Chemist- bus kar bhai rulayega kya,badi bottle du ya chhoti
Ø  INDIAN BRAIN
GOOD ONE FOR THE TEACHERS!!!!!!!!!!
Mathematician : How do you write 4 in between 5 ? 
Chinese : Is this a joke? 
Japanese : Impossible! 
American : The question ' s all wrong! 
British : It ' s not found on the Internet 
And the Indian 
Indian: F(IV)E

28 April 2012

એપ્રિલ ફૂલ


એપ્રિલ ફૂલ
જીતુ આજે તો ચાલ ક્યાંક ફરવા જઇએ.’ , મયંકે જીતુની પીઠ પર ધબ્બો મારીને કહ્યુ.
ક્યાં જઇશું? જીતુએ પુછ્યુ.
અરે મને ખબર હોત તો હુ તને થોડી પુછત... મંયકે કહ્યુ.
મયંક ચાર મહિના પહેલા સી.એ. તરીકે  એપોઇમેન્ટ થયેલો અને દિલ્હીથી આવેલો હતો.
તુ અમદાવાદના રસ્તાથી અજાણ્યે હશે. પણ અમદાવાદના જોવાલાય્ક સ્થળ વિશે તો સાંભળ્યુ જ હશે ને. જીતુએ મંયકને કહ્યુ.
મયંકઃ હા, સ્થળના નામ તો જાણુ છું પણ ક્યાં સ્થળને પ્રાયોરીટી આપવી તે થોડીને મને ખબર હોય.
આમ તો મંયક અમદાવાદની બાજુમાં આવેલા ધોળકાનો વતની હતો પણ ભણીગણીને સીએ થયા પછી દિલ્હી જોબ મળતા પાંચ વર્ષથી ત્યાં જોબ કરી રહ્યો હતો. પણ પિતાના અવસાન બાદ ઘરની બધી જ જવાબદારી મયંક ઉપર આવતા દિલ્હીનો ઉચો પગાર છોડી વતન પરત ફરવુ પડેલું. ઘરમાં મા તથા એક બહેન હતી. બહેન પણ જુવાન થઇ ગઇ હતી પણ હજુ સુધી તેનુ વેવિશાળ પણ થયુ નહોતુ. પિતા એક પ્રાઇવેટ કંપનીમાં પટ્ટાવાળા હતા પણ છોકરાઓને ભણાવી ગણાવીને ઉચી પોસ્ટ પર નોકરી અપાવવામાં સફળ થયા હતા. બહેન બી.કોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. પિતાનું એક એક્સીડન્ટમાં અચાનક થયેલા અવસાનથી મયંકના માથે બધી જવાબદારી આવી પડી, પિતાનુ અવસાન ચાલુ નોકરી દરમ્યાન થયુ હતુ. પિતાના અવસાનના સમચાર પણ કંપની તરફથી મયંકને મળ્યા હતો.  કંપનીના ચેરમેને મયંકની પર્શનલી બોલાવી બધી વાત કરી જોઇતી મદદ કરી અને બધા ક્રિયા કર્મ પતી જાય પછી પર્શનલી મળવાનુ પણ કહ્યુ હતુ અને એકાઉન્ટટને બોલાવી કહ્યુ.
મયંકભાઇને પચાસ હજાર રૃ રોકડા આપો અને એક દોઢલાખનો ચેક લખી આપો. તથા તેમને જે કાંઇ જરુરીયાત હોય તે પુરી કરજો.
અરે સાહેબ જે થવાનુ હતુ તે થઇ ગયુ કદાચ પપ્પનુ મોત આવી રીતે લખાયુ હશે. તમોએ અમારા માટે ઘણુ કર્યુ છે. હુ આપનો આભારી છું.મયંક લગભગ રડવા જેવો થઇને બોલેલો.
પિતાના અવસાનને મહિનો વિતી ગયો. મન થોડુક શાંત થયુ. ઓફિસથી ચેરમેનનો પણ બે ત્રણ ફોન એક મહિનામાં આવી ગયા. પોતાને ત્યાં ખાલી પડેલી સીએની જગ્યા ઉપર એપોઇમેન્ટ આપવા માંગે છે જો તેની ઇચ્છા અહી રહીને નોકરી કરવાની હોય તો એમ વાત કરેલી.
મયંકના માથે જવાબદારી આવી પડી હતી. દિલ્હીથી બહેન અને બાનુ ધ્યાન રાખવુ મુશ્કેલ હતુ. આથી અહી જ રહીને નોકરી કરવાનુ નક્કી કર્યુ. ચેરમેનને પોતાની ઇચ્છા જણાવી દીધી. ચેરમેને તરત જ એપોઇમેન્ટ લેટર મોકલી આપ્યો.
નોકરીના ચાર મહિના થઇ ગયો હતા. અને પિતાના અવસાનનો આઠ.
પિતાના અવસાનનુ દુખ ધીમે ધીમે ભૂલાઇ રહ્યુ હતુ. તો બીજી બાજુ બહેન મોટી થઇ રહી હતી તેના લગ્નની ચિંતા કોરી ખાતી હતી.
રચના અહી આવતો., મયંકે પોતાની બહેનને પાસે બોલાવી.
બહેન આમ તો હવે તુ નાની નથી. અને તારુ બી.કોમ પણ પુરુ થઇ જવા આવ્યુ છે. પપ્પાની અતિંમ ઇચ્છા તારા લગ્ન હતી. મને પણ તારા લગ્નની ચિંતા થાય છે. જો તે કોઇ છોકરો પસંદ કર્યો હોય તો કહે નહિ તો પછી હુ મારી રીતે છોકરા શોધવાનુ ચાલુ કરુ. મયંકે બહેનના માથે હાથ ફેરવી કહ્યુ.
ના ભાઇ એવુ કાંઇ નથી. પહેલા તમારા લગ્ન થાય પછી જ મારા વિશે વિચારજો અને આમેય મારે હજુ ભણવાનુ બાકી છે એમ.બી.એ કરવુ છે.. રચનાએ ભાઇનો હાથ પકડીને કહ્યુ.
હા બેટા રચના સાચુ જ કહે છે.. ખુરશીમાં બેઠેલા બા વચ્ચે જ બોલી ઉઠ્યા.
મારી કોઇ ચિંતા ન કરતા બા, મયંકે કહ્યુ.
બેટા તને વાંધો ન હોય તો આપણા જ ગામના દયાશંકરની દિકરી એમ, કોમ કરેલી છે દયાશંકરભાઇ તારા પપ્પાને મળીને તારા માટે માંગુ લાવ્યા હતા પણ વાત આગળ વધે તે પહેલા તારા પપ્પાનુ ..... બા થી પોક મુકાઇ ગઇ.
બા... રડ નહી.,  મયંકે અને રચનાએ બાને બથ ભરી લીધી.
બા મે પણ એ છોકરીને જોઇ છે મને પસંદ છે. મયંકે કહ્યુ.
રડતી બા ના મો ઉપર અચાનક ખૂશીની લહેર દોડી ગઇ. તો પછી કરીએ કંકુના કેમ કે દયાશંકર અને તેમની દિકરી બંનેને તુ પસંદ છે. વાત તને પુછુવા માટે જ એટકેલી હતી.
અને એકાદ મહિનામાં જ મયંક અને ભાવનાના લગ્ન થઇ ગયા.
ભાભી આજે તો મારે ભાઇની ઓફીસમાં જવુ છે. રચનાએ કહ્યુ.
તમારા ભાઇ તમને લઇ જતા હોય તો મને શુ વાંધો છે. ભાવનાએ ભાવના સાથે કહ્યુ.
હા તો ચાલને આમેય આજે હાફ ડે છે બપોર પછી ક્યાંક ફરીને સાંજે પાછા આવી જઇશું.  મયંકે કહ્યું.
અને બંને ભાઇ બહેન બાઇક ઉપર ઓફીસે આવી ગયા.
આ જીતુભાઇ છે એકાઉન્ટ સંભાળે છે. પપ્પાના અવસાન વખતે તેમણે બહુ દોડા કરેલા અને આ છે રચના મારી બહેન મયંકે રચના અને જીતુભાઇની એકબીજા સાથે ઓળખાણ કરાવી
અને એ ફક્ત એકાઉન્ટજ નથી પણ પપ્પાના અને મારા ખાસ ભાઇબંધ છે. ઉમર નાની હોવા છતા પપ્પા સાથે એમની ખાસ મિત્રતા હતી અને એજ મિત્રતા એમણે મારી સાથે જાણવી રાખી છે. રચના સામુ જોઇને જીતુને બથભરતા મંયકે કહ્યુ.
પણ જીતુનુ ધ્યાનતો રચના ઉપર જ હતુ. અને રચનાનુ ધ્યાન જીતુ ઉપર, મયંકનો અવાજ સાંભળીને બંને એક સાથે ઝબકી ગયા.
હા. હા.. ભાઇ હુ જીતુભાઇને નામથી ઓળખુ છું પપ્પાએ તેમના વિશે ઘણી વાતો કરી હતી.
જીતુ ચાલ આજે તો કાંકરીયા જઇ એ, રચના પણ આવી છે અને હુ પણ તને ઘણા સમયથી કહ્યુ છું કે ક્યાંક ફરવા જઇએ પણ તુ સાંભળતો ન હોતો અને આજે શનિવાર છે માટે ઓફિસમાં પણ હાફ ડે છે. પ્લીઝ આજે ના ન પાડતો.મારે તને એક સરપ્રાઇઝ આપવાની છે મયંકે જીતુને કહ્યુ.
ઓ કે બાબા... બોલતો મયંક પાછો ક્યાંક ખોવાઇ ગયો.
અને કાલે મારે તને એક ખાસ વાતં કરવાની છે, જીતુ અને તેના માટે આપણે કાંકરીયા ફરવા જઇશું. ત્યાં હુ તને એક સરપ્રાઇઝ આપીશ.જીતુને મયંકના પિતા દ્વારા બોલાયેલા શબ્દો યાદ આવી ગયા.
જયેશભાઇ એવી તે શુ વાત કરવા માટે મને કાંકરીયા લઇ જતા હશે તે સમજાતુ નથી જીતુએ વિચાર્યુ.
કાંઇ નહી કાલે ખબર પડશે. વિચારીને જીતુ ટીફીન લઇને ઓફીસની બહાર નિકળી ગયો હતો.
પણ જયેશભાઇ કાલે કાંકરીયા ફરવા જવાના વિચારે ખૂબ ઉત્સાહી દેખાતા હતા. વળી સરપ્રાઇઝ આપવાની વાત કરતા હતા. કાંઇ સમજાતુ નથી. જયેશભાઇ આમ તો આવુ ક્યારેય ફરવા જવાની વાત કરતા નહોતા. અને એમાય સરપ્રાઇઝની વાત કાંઇ સમજાતી નથી. જીતુ મનમાં વિચારતો સૂઇ ગયો.
બીજા દિવસે સવારે જયેશભાઇનો ફોન આવ્યો કે તેઓ સીધા જ કાંકરીયા આવશે અને તુ કાંકરીયા પહોચી જા
આ જયેશભાઇને શુ થયુ છે. તેમની વાતમાં બહુ ઉસ્તાહ દેખાઇ રહ્યો છે. હવે તો મને પણ ઇંતેજારી વધી ગઇ છે શુ વાત હશે. અને સરપ્રાઇઝ? એ  તો કાઁઇ વિચાર જ નથી શકાતુ.
જીતુ જયેશભાઇ આપેલા સવારના નવ વાગ્યાના સમયે કાંકરીયાની પાળે જઇને બેસી ગયો. 9 વાગ્યા 10 વાગ્યા પણ હજુ સુધી જયેશભાઇ દેખાયા નહી. બે વખત ફોન કર્યો તો કહે બસ આવુ જ છું. જીપ મળી ગઇ છે. અડધે રસ્તે પહોચી ગયો છું.
11 અને 12 વાગ્યા પણ જયેશભાઇનો કોઇ પત્તો ન હતો. આખરે ફોન કર્યો. ફોન સ્વિચ ઓફ આવ્યો.
અને એટલામાં નાના બાળકો બાજુ માંથી નિકળ્યા... અને એકબીજાને ઉલ્લુ બનાવતા બનાવતા એપ્રિલ ફૂલ એપ્રિલ ફૂલ બોલતા હતા.
અને જીતુભાઇનો ગુસ્સો સાતમાં આસમાને પહોચી ગયો. ઓફિસનો એક પટ્ટાવાળો સાલો મને એપ્રિલફૂલ બનાવી ગયો...
સાલો નાલાયક. આટલી ઉંમરે મારી સાથે મજાક કરતા તેને શરમ ન આવી આ તડકામાં નવ વાગ્યાથી 12 વગ્યા સુધી તપાવ્યો.
ગુસ્સામાં અને ગુસ્સામાં ગાંળો ભાડવા માટે ફરીથી ફોન કર્યો પણ ફોન સ્વિચ ઓફ આવ્યો.
જીતુએ આખરે મણ મણની ગાળો એસએમએસ કરીને મોકલીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો.
અને ત્યાં જ જયેશભાઇનો ફોન આવ્યો...
સાલા, ગાળો દીધી એટલે ફોન કર્યો. નાલાયક ક્યાં ગુડાણો છે. સવારના નવ વાગ્યાનો અહી તપી રહ્યો છું. તારા બાપ સાથે એપ્રિલ ફૂલની રમત રમતા શરમ નથી આવતી.
અરે સાહેબ મારી વાત તો સાંભળો હુ એ ભાઇ નથી બોલતો હુ પોલીસખાતામાંથી બોલુ છું. આ નંબર વાળા ભાઇને તમે ઓળખો છો. તમારો હમણાજ આ નંબર ઉપર મેસેઝ આવ્યો હતો. પોલિસે કહ્યુ.
હા, એ અમારા ઓફિસમાં પટ્ટાવાળામાં નોકરી કરતા જયેશભાઇનો નંબર છે. પણ ફોન તમારી પાસે ક્યાંથી આવ્યો હું ક્યારનો ટ્રાય કરુ છું પણ ફોન સ્વિચ ઓફ આવતો હતો. મયંકે ગુસ્સો શાંત કરતા કહ્યું.
જો ભાઇ અહી રસ્તામાં એક એકસિડન્ટ થયુ છે અને તેમાં આ ફોન વાળા ભાઇનુ અવસાન થયુ છે ફોનની બેટરીની બેટરી નિકળી ગઇ હતી તેની ફોન બંધ થઇ ગયો હતો. અમે લાશની તપાસ કરી રહ્યા હતા તપાસ અર્થે ફોન ચેક કરતા હતા અને તમારો મેસેઝ આવ્યો એટલે પહેલા તમને ફોન કર્યો. જો તમે તેમના સગાવહાલાને ઓળખતા હોય તો તેમને જાણ કરીને ધોળકા અમદાવાદ રોડ ઉપર ભાત ગામના પાટીયા આગળ મોકલી આપો. જીતુભાઇ આ સાંભળીને દુખી દુખી થઇ ગયા.
અરે ક્યાં ખોવાઇ ગયો જીતુ કાંકરીયા જવાનો સમય થઇ ગયો. મયંકે જીતુને ખભો પકડીને હલાવાત હક્યુ.
જીતુના વિચારોને બ્રેક મળી
અરે હા આવ્યો તુ અને રચના નીચે જાવ હુ આ થોડીક ફાઇલો વગેરે મૂકીને આવુ છું. જીતુએ મયંકને કહ્યું.
મયંક અને રચના નીચે ગયા, ફાઇલ મુકતા મુકતા એક કવર તેમાથી નિકળીને નીચે પડી ગયુ.
કવર હાથમાં આવતા જ વળી પાછો જીતુ વિચારોમાં ખોવાઇ ગયો.
જી, સર ક્યાં દવાખાને લઇ ગયા છો., વીએસમાં ઓકે જયેશભાઇના સગાવહાલા તથા હુ ત્યાં આવીએ છીએ. ફોન ઉપર વધારે માહિતી લઇને પોલિસને લગાવેલો ફોન કટ કર્યો. ફટાફટ જયેશભાઇના વાઇફનો જાણ કરી પોતે પણ વી.એસ પહોચી ગયો.  પોતે એપ્રિલફૂલ બન્યો પણ આવી રીતે બન્યો તેનુ તેને ખૂબ દુખ થયુ. જયેશભાઇને આપેલી ગાળો બદલ ખૂબ દુખ થયુ.
જી આપનુ નામ? જીતુભાઇ
આપના નામનુ કવર મરનારના ખિસ્સામાંથી મળ્યુ છે પોલિસે કવર આપતા કહ્યુ.
ફટાફટ કવર ખિસામાં મુકીને ફાઇલ ઠેકાણે મુકી પોતે દોડતા દોડતા જીતુભાઇ મયંક અને રચના પાસે પહોચી ગયા.
કાંકરીયા પહોચીને પોતે જે જગ્યા જયેશભાઇની રાહ જોઇ હતી તે સ્થળે પહોચતા જ જીતુએ મયંકને કહ્યુ,
મયંક, રચના એક મિનિટ ઉભા રહો. આમતો આપણે ફરવા આવ્યા છીએ. પણ મારે તમને આજે એક ખાસ વાત કરવી છે.
આપના પિતાનુ જે દિવસે એક્સિડન્ટ થયેલુ તે દિવસે અમો અહીં મળવાના હતા,. આ એજ સ્થળ છે જ્યાં અમો મળવાના હતા. આપણે બે મિનિટ અહી બેસીએ તથા જયેશભાઇના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરીએ અને પછી તેમના અવસાન સમયે તેમના ખિસ્સામાંથી એક મારા નામનુ કવર નિકળેલુ જે હજુ સુધી મે ખોલ્યુ નથી મારી ઇચ્છા છે કે એ કવર તમારી બંને ભાઇ બહેનની હાજરીમાં ખોલુ.
મયંક, રચના તથા જીતુએ બે મિનિટનુ મૌન પાળ્યુ. અને પછી જીતુએ કવર મયંકના હાથમાં મુક્યુ.
કવરમાં રહેલા લેટર વાંચતા વાંચતા રચના , જીતુ અને મયંકના મો ઉપર દુખ, સુખની મિશ્ર ભાવ ઉપસી રહ્યા.
ચિ. જીતુ
તુ મારા દિકરા જેવો છે.
મારો સગો દિકરો તો હાલ દિલ્હી છે. પણ આજે હુ તને એક વાત કહેવા માટે આવવાનો હતો પણ કદાચ શબ્દો ન નિકળી શકત એટલા માટે એ લેટર તારા હાથમાં મુકુ છું. આ લેટરમાં મારી દિકરી રચનાના ફોટોગ્રાફ છે તુ જોઇ લે તેનો બાયોડેટા પણ મુકેલો છે તુ વાંચી લે અને પછી વિચારજે . મારી દિકરી માટે હુ તને પસંદ કરુ છું. તારી જો હા હોય તો આવતી કાલે તુ રચનાને જોવા મારી સાથે ઘરે આવી જજે.
લેટર પુરો થતા જ ત્રણે જણા ચુપ થઇ ગયા.
જીતુ કદાચ આપણે ઓફિસમાં હતા ત્યારે તુ અને રચના એક બીજા સાથે એકી નજરે તમે જોઇ રહ્યા હતા તે હુ જોઇ ગયો હતો. અને કદાચ પપ્પાની પણ આ જ ઇચ્છા હશે માટે જ ફરીથી આવા સંજોગો ઉભા થાયા છે જો તમને બંનેને વાંધો ન હોય તો પપ્પાની ઇચ્છાને માન આપવની મારી પણ ઇચ્છા છે. મયંકે ચૂપકી તોડતા કહ્યુ.
મયંકભાઇ મને તો કોઇ વાંધે નથી પણ રચના શુ કહે છે. જીતુએ કહ્યું.
રચના...અરે ક્યાં ગઇ...? મયંકે આજુ બાજુ નજર ફેરવી.
અરે ત્યાં દુર ઉભી ઉભ શુ કરે છે..... જવાબ આપ
રચના શરમાઇને વધારે દૂર જતી રહી...
અરે ઓ બહેના તો હુ તુ દુર જતી રહી એટલે હુ તારી ના સમજુને.... મયંકે દૂરથી જ બુમ પાડી
મે  ક્યાં ના પાડી છે ભાઇ... એમ કહીને તે એક નાના બગીચા તરફ શરમાઇને ભાગી ગઇ....
મયંક જીતુને બથ ભરીને આંશુ સારી રહ્યો હતો.
જીતુ જયેશભાઇને યાદ કરી એપ્રિલ ફૂલ સમજીને દિધેલી ગાળો બદલ આંસુ સારી રહ્યો હતો તો રચનાની આંખોમાં ખૂશીના માર્યા આંશુ નિકળી રહ્યા હતા.... જીતુ સમજી ગયો કે જયેશભાઇ શુ સરપ્રાઇઝ આપવાના હતા. અને મયંક જે સરપ્રાઇઝ આપવાનો હતો તે કદાચ તેના પિતાના લેટરે જીતુને આપીદીધી હતી.


----દીપક સોલંકી., અમદાવાદ. તા. 28-4-2012