28 December 2016

MircroFiction

  1. દારુબંધીની ફાયદા અને સરકારે કરેલી દારુબંધીની કડક અમલીકરણની વાત ચુંટણીની સભામાં તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવી, નેતાજી જતા જતા એક દારુની પેટી આપતા ગયા અને કહેતા ગયા ગમે તે થાય જીતતો આપણી જ થવી જોઇએ... દારુ કે પૈસા ગમે તે વહેચાવાની જરુર પડે તો લઇ જજો... અને કાર્યકર્તા ઉત્સાહમાં આવી ગયા.
  2. કાયમ દેશના નેતાઓ કામ નથી કરતા એવી ફરીયાદ સોસાયટીના સેક્રેટરી બન્યા પછી કામ કરવામાં આવતી અડચણો જોઇ દુર થઇ ગઇ...
  3. દેશને બદલવો જોઇએ, નેતાઓ ખરાબ છે, વગેરે બોલવા વાળા સોસાયટીની કમિટિ મેમ્બર બનવાનુ કહે તો પણ પોતાનું નામ પાછું લઇ લેતા હોય છે... આ આપણું કામ નહીં....
  4. લગ્ન પહેલા તને હાથની હથેળીમાં રાખીશ.... એવા વચન આપનારા લગ્ન પછી પોતાની વાઇફને કામવાળી બનાવીને છોડી દેતા હોય છે......
  5. અમારે ત્યાં ચા વાળા ભાઇ સોસાયટીના ચેરમેન બનાવા માગે છે.. હું મુંજાણો છું કે સાથ આપવો કે ન આપવો..... 

24 June 2016

Some Positive Thoughts કેટલાક પોઝીટીવ વિચારો....



  • સાંભળવાની આદત રાખો, સંભળાવનારા ઘણા મળી રહેશે
  • હસવાની આદત પાડો, રડાવાવાળાની કોઇ કમી નથી..
  • જીવનમાં આગળ વધવાની આદત પાડો, પગ પકડીને નીચે ખેંચવાવાળાની કોઇ કમી નથી.
  • લોકોને પ્રોત્સાહન પુરુ પાડો, હતોસ્તાહન કરનારની કોઇ કમી નથી.
  • વાસ્તવિક બનો.
  • નાની નાની વાતો યાદ કરીને સંબંધો બગાડો નહી.
  • પીઠ પાછળ વાત ન કરો તથા તમારી વાત થાય તો ગભરાવો નહીં., વાતો તો એની જ થાય કે જેની વાતમાં કોઇ દમ હોય.
  • નિંદા એની જ થતી હોય છે કે જે જીવતા હોય , મર્યા પછી તો બધા વખાણ જ કરે છે.
(કોપી પેસ્ટ વાયા વોસ્ટઅપ, હિન્દીમાંથી ભાષાંતર)

25 May 2016

ચકલી...

મારી પત્ની સાથે બે દિવસથી
અબોલા ચાલી રહ્યા છે.,
એક ચકલી પંખામાં આવીને
રામચરણ પામી,
ચલકો આવી આકુળ
વ્યાકુળ થઇ ગયો,
મારી પત્ની સાથેને અબોલા
તરત જ તુટી ગયા અને

તેને પ્રેમથી ભિંજવી દીધી..

24 April 2016

પાણીનો બગાડ

મહારાષ્ટ્રથી રોજી રોટી મેળવવા અમદાવાદ આવેલા રીક્ષા ચાલકે પાણીની ડોલ ઉપર ડોલ રીક્ષા ધોવા માટે બગાડતા બગાડતા કહ્યુ કે અમારા મહારાષ્ટ્રમાં તો ખૂબ જ પરિસ્થિતી ખરાબ છે પીવાના પાણી પણ નથી મળતુ.... અહીં ગુજરાતમાં તો સારુ છે કે જોઇએ એટલુ પાણી મળી રહે છે.....